માઈક્રોસોફ્ટ એકાઉન્ટ માટે જોખમી બગ શોધી કાઢનાર ભારતીય સિક્યુરિટી રિસર્ચરને 36 લાખનું મળ્યું ઈનામ

ફેસબુક

વેબસાઈટ, પોર્ટલ, સોફ્ટવેર અને એપ્લિકેશનમાં ઘણી વખત યુઝર્સ બગનો અનુભવ કરે છે. ઘણી વખત બગ ડિજિટલ સુરક્ષા ઉપર જોખમ ઉભું કરે છે.

 • Share this:
  વેબસાઈટ, પોર્ટલ, સોફ્ટવેર અને એપ્લિકેશનમાં ઘણી વખત યુઝર્સ બગનો અનુભવ કરે છે. ઘણી વખત બગ ડિજિટલ સુરક્ષા ઉપર જોખમ ઉભું કરે છે. જેથી ઘણી મોટી કંપનીઓ દ્વારા બગ શોધી આપનાર માટે મસમોટું વળતર આપવામાં આવે છે. ફેસબૂક અને માઈક્રોસોફ્ટ સહિતની કંપનીઓ બાઉન્ટી પ્રોગ્રામ ચલાવતી હોય છે.

  આવો જ એક કિસ્સો તાજેતરમાં સામે આવ્યો હતો જ્યાં માઈક્રોસોફ્ટ દ્વારા વેબસાઈટમાં બગ શોધી કાઢનાર ભારતીય યુવાનને 50,000 ડોલર એટલે અંદાજે રૂ. 36 લાખ ઇનામ અપાયું હતું.

  માઈક્રોસોફ્ટનું બગ શોધી કાઢનાર ભારતીય યુવાનનું નામ લક્ષ્મણ મુથૈયા છે. જે સિક્યુરિટી રિસર્ચર તરીકે ફરજ બજાવે છે. માઈક્રોસોફ્ટની ઓનલાઈન સર્વિસમાં તેણે એક એવું છીંડું શોધી કાઢ્યું હતું, જેના માધ્યમથી કોઈનું પણ એકાઉન્ટ હેક થઈ શકે છે.

  આ પણ વાંચો - નોકરીની વાત: આગામી પાંચ વર્ષમાં આ ક્ષેત્રમાં 7.5 કરોડ Jobs મળશે, શરૂ કરો આ તૈયારી

  અગાઉ લક્ષ્મણ મુથૈયાએ ફેસબુક માટે ઇન્સ્ટાગ્રામમાં બગ શોધી કાઢ્યું હતું. આ બગથી યુઝરના એકાઉન્ટ ઉપર ખતરો ઉભો થઇ શકતો હતો. આ બગ શોધી કાઢવા બદલ તેને મસમોટી રકમ મળી હતી.

  કેવી રીતે થઈ શકે એકાઉન્ટમાં ઘૂસણખોરી?

  મુથૈયાએ સમજાવ્યું કે, માઈક્રોસોફ્ટ એકાઉન્ટના પાસવર્ડને રીસેટ કરવા માટે, વપરાશકર્તાઓએ તેમના ફોરગોટ પાસવર્ડ પેજમાં ઇમેઇલ આઈડી અથવા ફોન નંબર દાખલ કરવાની જરૂર પડે છે. તે પછી સિક્યુરિટી કોડ માટે ઇમેઇલ અથવા મોબાઇલ નંબર પસંદ કરવાનું કહેવામાં આવે છે. 7 અંકનો સિક્યુરિટી કોડ પ્રાપ્ત થઈ જાય પછી, તેમને પાસવર્ડ ફરીથી સેટ કરવા માટે તેને દાખલ કરવો પડશે.

  આ પણ વાંચો - OMG! ચાર છોકરાઓ સાથે ઘરેથી ભાગી યુવતી, લગ્ન માટે થઈ કન્ફ્યૂઝ, જાણો કેવી રીતે લીધો નિર્ણય

  જોકે 7 અંકના કોડના બધા સંયોજનોને બૂટફોર્સ મારવામાં આવે તો લોગ ઇન થઈ જવાય છે. આ પદ્ધતિનો ઉપયોગ વારંવાર થઈ શકતો નથી. આ બગનો લાભ લેવા સરેરાશ 1.1 કરોડ વખત રિકવેસ્ટ કરવી પડે. થોડા દિવસોનો મહેનત પછી એકાઉન્ટ હેક થઈ જાય છે. આ બગ લક્ષ્મણ મુથૈયાએ શોધી કાઢ્યું હતું.
  Published by:kiran mehta
  First published: