ચોરી થયેલી ગાડીઓ હવે સરળતાથી શોધી લેવાશે, સરકાર લાવી આ નવો નિયમ

News18 Gujarati
Updated: December 24, 2019, 2:26 PM IST
ચોરી થયેલી ગાડીઓ હવે સરળતાથી શોધી લેવાશે, સરકાર લાવી આ નવો નિયમ
કાર ચોરોને ઝડપથી પકડી શકાશે (પ્રતીકાત્મક તસવીર)

જો Microdot લગાવેલી કાર ચોરી થશે તો ચોરનું પગેરું શોધવું ખૂબ સરળ થઈ જશે

  • Share this:
નવી દિલ્હી : હવે જો તમારી કાર ચોરી થઈ જાય છે તો તેને શોધવી ઘણે અંશે સરળ થઈ જશે અને સાથોસાથ વાહનોની ચોરી ઉપર પણ રોક લગાવવામાં મદદ મળશે. મૂળે સરકારે વાહનોની સુરક્ષા વધારવાને ધ્યાને લઈ મોટર વાહન અને તેના સ્પેર પાર્ટ્સ પર માઇક્રોડૉટ (Microdot) ચિહ્ન લગાવવા માટે નિયમ અધિસુચિત કર્યો છે.

ગાડીઓની સુરક્ષા વધારવામાં મળશે મદદ

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે અધિસૂચનામાં કહ્યું કે તેમણે કેન્દ્રીય મોટર વાહન નિયમ 1989માં સંશોધન કરી વાહન, તેના સ્પેર પાર્ટ્સ, કૉમ્પોનન્ટમાં માઇક્રોડૉટ લગાવવા સંબંધમાં વાહન ઉદ્યોગ માપદંડોને અધિસુચિત કર્યા છે. મુસદ્રા પર ભલામણો અને આપત્તિઓ પર વિચાર કર્યા બાદ જ અધિસૂચના જાહેર કરવામાં આવી છે. મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, માઇક્રોડૉટથી વાહનોની સુરક્ષાને વધારવામાં મદદ મળશે.

આ પણ વાંચો, ટ્રેનમાં આટલાં મોઘાં થશે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર, રેલ મંત્રાલયે ભાવ વધારવા IRCTCને મંજૂરી આપી

શું છે આ ટેકનિક?

માર્ગ પરિવહન મંત્રાલયે કહ્યું કે નવી અધિસૂચના મુજબ, મોટર વાહન અને તેના સ્પેરપાર્ટ્સ, કૉમ્પોનન્ટ કે અન્ય ભાગ પર લાગનારા માઇક્રોડૉટ વાહન ઉદ્યોગ માપદંડ (એઆઈએસ)-155ના અનુરુપ હશે. માઇક્રોડૉટ ટેકનીક હેઠળ વાહનોના સ્પેરપાર્ટ્સ કે કોઈ પણ મશીન પર ખૂબ નાનું પોઇન્ટ સ્પ્રે કરવામાં આવે છે. આ અનોખી ઓળખ પ્રદાન કરે છે. આ ટેક્નોલૉજીના ઉપયોગથી વાહન ચોરીના મામલાઓને ઉકેલવામાં મદદ મળશે. વાહનો ચોરીમાં પણ ઘટાડો નોંધાય તેવી શક્યતા છે.આ પણ વાંચો, Jioનો ધમાકેદાર પ્લાન આજથી શરૂ, આટલા રિચાર્જ પર આખું વર્ષ મેળવો અનલિમિટેડ સર્વિસનો ફાયદો
First published: December 24, 2019, 2:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading