Home /News /business /MG Z5 Electric Features Leak: 10-ઇંચથી મોટી ટચસ્ક્રીન અને 6 સ્પીકર્સ, સેફ્ટી માટે 6 એરબેગ સહિત મળશે આ જોરદાર ફીચર્સ

MG Z5 Electric Features Leak: 10-ઇંચથી મોટી ટચસ્ક્રીન અને 6 સ્પીકર્સ, સેફ્ટી માટે 6 એરબેગ સહિત મળશે આ જોરદાર ફીચર્સ

MG Z5 Electric આજે ભારતમાં લોન્ચ થશે.

MG ZS EV Features Leak: 2022 MG ZS EV કંપનીના Car-as-a-Platform (CAAP) વિઝન પર બનાવવામાં આવી છે અને તેની સાથે ઑન-ડિમાન્ડ ઇન-કાર સર્વિસીઝ અને સબ્સ્ક્રિપ્શન્સનું ફીચર આપવામાં આવશે.

  MG ZS EV India Launch: બ્રિટિશ ઓટોમોબાઈલ કંપની MG મોટર આજે 7 માર્ચે ભારત (India)માં ZS EV ફેસલિફ્ટેડ લોન્ચ કરશે. એવું માનવામાં આવે છે કે તેના નવા મોડલમાં દમદાર બેટરી પેક મળશે, જેની રેન્જ પણ દમદાર છે. 2022 MG ZS EVની ડીલરશીપ પર પહેલાથી જ બુકિંગ શરૂ થઈ ગયું હતું. લોન્ચિંગ બાદ તેની ડિલિવરી આ મહિનાના અંતમાં શરૂ પણ થઈ જશે. જો કે, લોન્ચ પહેલા જ આ કારના ફીચર્સ અંગેની ડિટેલ લીક થઈ ગઈ છે.

  2022 MG ZS EV કંપનીના Car-as-a-Platform (CAAP) વિઝન પર બનાવવામાં આવી છે અને તેની સાથે ઑન-ડિમાન્ડ ઇન-કાર સર્વિસીઝ અને સબ્સ્ક્રિપ્શન્સનું ફીચર આપવામાં આવશે. આ ઉપરાંત ગાડીમાં Jio, Park Plus, Map My India અને Shortpedia જેવા પ્રોવાઈડર્સની સર્વિસીઝ અને મેમ્બરશિપ પણ મળશે.

  આ પણ વાંચો: હવે ગામડે-ગામડે પહોંચશે Tata Motors ના શો રૂમ, ગ્રામીણોને થશે ફાયદો

  2022 MG ZS EVના ફીચર્સ

  તેમાં એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સાથે 10.1 ઇંચની ટચસ્ક્રીન, 6 સ્પીકર, 5 USB પોર્ટ, ઇન-કાર કનેક્ટેડ ટેક, પેનોરેમિક સનરૂફ, પાવર-એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, ઓટો-ફોલ્ડિંગ ORVM, ક્રૂઝ કંટ્રોલ, પુશ-બટનનો સમાવેશ થાય છે. તેમાં સ્માર્ટ એન્ટ્રી સાથે સ્ટાર્ટ/સ્ટોપ બટન પણ મળશે.

  સેફ્ટી માટે 6 એરબેગ, 360 ડિગ્રી કેમેરા સિસ્ટમ, એક લેધર ટિલ્ટ સ્ટીયરિંગ વ્હીલ, 7-ઇંચનું એલઇડી ક્લસ્ટર, TPMS, લોન્ચ કંટ્રોલ, બ્લાઇન્ડ સ્પોટ ડિટેક્શન અને રિયર ડિસ્ક બ્રેક, ડ્રાઇવ મોડ (ઇકો) સહિત અન્ય ADAS ફીચર્સ પણ મળશે. નવા મોડલના ચાર્જિંગ ટાઈમમાં પણ સુધારો થઈ શકે છે.

  આ પણ વાંચો: Honda Cars તેની આ ગાડીઓ પર આપી રહી છે આકર્ષક ડિસ્કાઉન્ટ, જુઓ યાદી

  480Kmની રેન્જ મળવાની શક્યતા

  પરફોર્મન્સ માટે, 44.5 kWh બેટરી પેકને 51 kWhની મોટી સિસ્ટમ સાથે બદલવામાં આવ્યું છે. તે ફ્રન્ટ એક્સલ પર લાગેલી ઇલેક્ટ્રિક મોટર સાથે મળીને કામ કરે છે. તે 143 hpનો મેક્સિમમ પાવર અને 353 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. સિંગલ ચાર્જ કરવા પર ડ્રાઇવિંગ રેન્જ લગભગ 480 કિમી સુધી સુધરવાની અપેક્ષા છે.

  જૂના મોડલમાં થઈ ચૂક્યા છે ઘણાં ફેરફાર

  આ ઇલેક્ટ્રિક SUVમાં ગયા વર્ષે ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા. તેમાં નવી LED ડે-ટાઈમ રનિંગ લાઈટ્સ સાથે હેડલેમ્પ્સ, એસ્ટોર જેવી LED ટેલ લેમ્પ, અપડેટેડ બમ્પર, શટ-ઓફ ફ્રન્ટ ગ્રિલ, થોડું રિપોઝ્ડ ચાર્જિંગ પોર્ટ, નવા ડિઝાઈન કરેલા 17-ઈંચના અલોય વ્હીલ્સ મળે છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Automobile, Business gujarati news, Electric car, Electric vehicles, Gujarati tech news, SUV કાર

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन