Home /News /business /Metro Brands stock: મેટ્રો બ્રાન્ડ્સના શેરમાં લાગી અપર સર્કિટ, જાણો કારણ
Metro Brands stock: મેટ્રો બ્રાન્ડ્સના શેરમાં લાગી અપર સર્કિટ, જાણો કારણ
મેટ્રો બ્રાન્ડ્સ
Metro Brands Q3 result: ગત વર્ષે ડિસેમ્બરમાં આઈપીઓ લાવનારી મેટ્રો કંપનીનું ત્રીજા ત્રિમાસિકનું પરિણામ ખૂબ શાનદાર રહ્યું છે. આ દરમિયાન કંપનીના નફામાં 54.6 ટકાનો વધારો નોંધાયો છે.
મુંબઈ: ગત વર્ષે ડિસેમ્બરમાં મેટ્રો બ્રાન્ડ્સનો આઈપીઓ (Metro brands IPO) આવ્યો હતો. જોકે, આઈપીઓની લિસ્ટિંગ ડિસ્કાઉન્ટ ભાવ થયું હતું. આજે એટલે કે 17મી ડિસેમ્બરના રોજ મેટ્રો બ્રાન્ડ્સના શેરમાં (Metro brands Stock) 20%ની અપર સર્કિટ લાગી હતી. શેરની કિંમતમાં આવેલા વધારે પાછળ ખાસ કારણ છે. ઉલ્લેખનીય છે કે મેટ્રો બ્રાન્ડ્સ કંપનીમાં બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) અને તેમના પત્ની રેખા ઝુનઝુનવાલા (Rekha Jhunjhunwala) ભાગીદારી ધરાવે છે. ગત અઠવાડિયે આ શેર બીએસઈ (BSE) પર 507.90 રૂપિયા પર બંધ રહ્યો હતો. આજે ઇન્ડ્રા ડે દરમિયાન શેર વધીને 609.45 રૂપિયા પર પહોંચ્યો હતો.
ચોખ્ખા નફામાં 54.63 ટકાનો ઉછાળો
ફૂટવેર બનાવતી રિટેલ ચેન મેટ્રો બ્રાન્ડ્સ (Metro Brands) કંપનીએ 31 ડિસેમ્બર, 2021ના રોજ પૂર્ણ થતા ત્રીજા ત્રિમાસિકનું પરિણામ જાહેર કર્યું છે. આ દરમિયાન કંપનીના કન્સોલિડેટેડ નેટ પ્રૉફિટમાં 54.63 ટકાનો વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન નફો 65.22 કરોડ રૂપિયા હતો, જે વધીને 100.85 કરોડ રૂપિયા થયો છે. આ સમયગાળા દરમિયાન કંપનીની આવકમાં વાર્ષિક ધોરણે 59.02 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન કંપનીની આવક 304.21 કરોડ રૂપિયા હતી, જે વધીને 483.77 કરોડ રૂપિયા થઈ છે.
ડિસેમ્બર ત્રિમાસિક દરમિયાન કંપનીના કુલ ખર્ચમાં વાર્ષિક ધોરણે 47.26 ટકા વધારો થયો છે. ગત વર્ષે સમાન સમયગાળામાં ખર્ચ 246.21 કરોડ રૂપિયા હતો જે આ વર્ષે વધીને 362.59 કરોડ રૂપિયા થયો છે.
મેટ્રો બ્રાન્ડ્સ આઈપીઓ
બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) સમર્થિક મેટ્રો બ્રાન્ડસ કંપનીના આઈપીઓ (Metro Brands IPO)નું 22મી ડિસેમ્બરના રોજ ભારતીય શેર બજારમાં લિસ્ટિંગ થયું હતું. બજાર નિષ્ણાતો અપેક્ષા રાખી રહ્યા હતા તે પ્રમણે મેટ્રો બ્રાન્ડ્સના શેરનું ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ (Metro Brands share discount listing) થયું હતું. મેટ્રોનો શેર આશરે 13% ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થયો હતો. મેટ્રો બ્રાન્ડ્સના આઈપીઓનું લિસ્ટિંગ 'B' ગ્રુપમાં થયું હતું. આઈપીઓનું બીએસઈ (BSE) અને એનએસઈ (NSE) બંને પર લિસ્ટિંગ થયું છે.
મેટ્રો બ્રાન્ડ્સનો આઈપીઓ 3.64 ગણો ભરાયો હતો. આઈપીઓ 10મી ડિસેમ્બરના રોજ ખુલ્યો હતો અને 14મી ડિસેમ્બરના રોજ બંધ થયો હતો. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 485-500 રૂપિયા પ્રતિ શેર રાખી હતી.
રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી (Rakesh Jhunjhunwala stake in Metro brands)
બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાના પત્ની રેખા ઝુનઝુનવાલા આ કંપનીમાં ત્રીજા સૌથી મોટા ભાગીદાર છે. રેખા ઝુનઝુનવાલા મેટ્રો બાન્ડ્સમાં 14.73 ટકા ભાગીદારી ધરાવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર