Home /News /business /

Metro Brands IPO: રાકેશ ઝુનઝુનવાલાના રોકાણવાળી કંપનીનો IPO 10મી ડિસેમ્બરે ખુલશે, જાણો અગત્યની વિગતો

Metro Brands IPO: રાકેશ ઝુનઝુનવાલાના રોકાણવાળી કંપનીનો IPO 10મી ડિસેમ્બરે ખુલશે, જાણો અગત્યની વિગતો

મેટ્રો બ્રાન્ડ્સ આઈપીઓ.

Metro Brands IPO: આઈપીઓ મારફતે કંપની 295 કરોડ રૂપિયાના નવા શેર બહાર પાડશે, જ્યારે કંપનીના વર્તમાન પ્રમોટર્સ 2.145 કરોડ ઇક્વિટી શેર ઑફર ફૉર સેલ માટે મૂકશે.

    મુંબઈ: બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) સમર્થિત મેટ્રો બ્રાન્ડ્સ લિમિટેડ (Metro Brands Ltd)નો આઈપીઓ (IPO) 10મી ડિસેમ્બરના રોજ ખુલશે. આઈપીઓ 14મી ડિસેમ્બરના રોજ બંધ થશે. ભારતીય શેર બજારમાં 22મી ડિસેમ્બરના રોજ આઈપીઓની લિસ્ટિંગ (Metro Brands IPO listing date) થાય તેવી શક્યતા છે. આઈપીઓ મારફતે કંપની 295 કરોડ રૂપિયાના નવા શેર બહાર પાડશે, જ્યારે કંપનીના વર્તમાન પ્રમોટર્સ 2.145 કરોડ ઇક્વિટી શેર ઑફર ફૉર સેલ (Offer for sale) માટે મૂકશે. ઇશ્યૂમાંથી મળનારી રકમનો ઉપયોગ કંપની નવા સ્ટોર ખોલવા માટે કરશે.

    કંપની વિશે

    મેટ્રોલ બ્રાન્ડ ભારતમાં સૌથી મોટી ફૂટવેર સ્પેશિયાલિટીમાંની એક છે, તેમજ ફૂટવેર શ્રેણીમાં ઝડપથી આગળ વધી રહેલા ભારતીય બ્રાન્ડ્સમાં સામેલ છે. 30 સપ્ટેમ્બર 2021 સુધી કંપનીના ભારતના 30 રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોના 136 શહેરમાં 598 સ્ટોર છે. કંપની મેટ્રો, મોચી, દા વિન્ચી અને જે. ફોન્ટિસ જેવી પોતાની બ્રાન્ડ્સની સાથે સાથે ફૉક્સ, સ્કચર્સ, ક્લાર્ક્સ, ફ્લોસીમ અને ફિટફ્લૉપ જેવી થર્ડ પાર્ટી બ્રાન્ડ્સના માધ્યમથી ફૂટવેર વેચે છે.

    કંપનીની આવક

    સપ્ટેમ્બર ત્રિમામિક દરમિયાન કંપનીને કુલ 489.27 કરોડ રૂપિયાની આવક થઈ હતી, એક વર્ષ પહેલા કંપનીની આવક 228.05 કરોડ રૂપિયા હતી. ત્રિમાસિક દરમિયાન કંપનીને કુલ 43.09 કરોડ રૂપિયાનો નફો થયો હતો. જ્યારે ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન કંપનીને 41.43 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

    રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી

    બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાના પત્ની રેખા ઝુનઝુનવાલા આ કંપનીમાં ત્રીજા સૌથી મોટા ભાગીદાર છે. રેખા ઝુનઝુનવાલા મેટ્રો બાન્ડ્સમાં 14.73 ટકા ભાગીદારી ધરાવે છે. પ્રમોટર અને પ્રમોટર ગ્રુપ આ કંપનીમાં 83.99 ટકા ભાગીદારી ધરાવે છે.

    7મી ડિસેમ્બરે ખુલશે RateGain IPO

    રેટગેન આઈપીઓ (RateGain IPO) રોકાણકારો માટે સાતમી ડિસેમ્બરના રોજ ખુલશે. આઈપીઓ 9મી ડિસેમ્બરના રોજ બંધ થશે. રેટગેન આ આઈપીઓ મારફતે 1335.74 કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના ધરાવે છે. રેટગેન એક સૉફ્ટવેર સર્વિસ પ્રોવાઈડર કંપની છે, જે ખાસ કરીને ટ્રાવેલ અને હૉસ્પિટાલિટી સેક્ટર (travel and hospitality industry)માં સેવા આપે છે. આઈપીઓ મારફતે કંપની 375 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરશે, જ્યારે 960.74 કરોડ રૂપિયાના શેર ઑફર ફૉર સેલ માટે હશે.

    પ્રાઇસ બેન્ડ (RateGain IPO price band)

    રેનગેટ કંપની તરફથી આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 405-425 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવી છે.

    આ પણ વાંચો: Star Health IPO: રાકેશ ઝુનઝુનવાલાના રોકાણવાળી કંપનીને રોકાણકારોએ કેમ ભાવ ન આપ્યો? IPO 79% જ ભરાયો

    લોટ સાઇઝ ( RateGain IPO lot size)

    રેનગેટ આઈપીઓમાં રોકાણકાર વધુમાં વધુ 13 લોટ માટે બીડ કરી શકશે. એક લોટમાં 35 શેર સામેલ છે.

    અલોટમેન્ટ તારીખ (RateGain IPO allotment date)

    9મી ડિસેમ્બરે આઈપીઓ ભરણા માટે બંધ થયા બાદ 14મી ડિસેમ્બરના રોજ શેરની ફાળવણી કરવામાં આવી શકે છે.

    આ પણ વાંચો: Tega Industries IPO: ટેગા ઇન્ડસ્ટ્રીઝ આ વર્ષે સૌથી વધારે ભરાયેલો ત્રીજો IPO, લિસ્ટિંગ પહેલા ગ્રે માર્કેટના પ્રીમિયમમાં વધારો

    કેટલું રોકાણ કરવું પડશે? (RateGain IPO investment limit)

    રોકાણકારે ઓછામાં ઓછી એક લોટ સાઇઝ માટે અરજી કરી શકશે. એટલે કે રેટગેન આઈપીઓ માટે ઓછામાં ઓછું 14,875 ( ₹425 x ₹35) રૂપિયાનું રોકાણ કરવું પડશે. વધુમાં વધુ 1,93,375 {(₹425 x ₹35) x 13} રૂપિયા માટે રોકાણ કરી શકાશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: IPO, Rakesh jhunjhunwala, Share market

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन