Home /News /business /

Metro Brands IPO listing: રાકેશ ઝુનઝુનવાલા સમર્થિત મેટ્રો બ્રાન્ડસના આઈપીઓનું ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ, રોકાણકારો નિરાશ

Metro Brands IPO listing: રાકેશ ઝુનઝુનવાલા સમર્થિત મેટ્રો બ્રાન્ડસના આઈપીઓનું ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ, રોકાણકારો નિરાશ

મેટ્રો બ્રાન્ડ્સ આઈપીઓ.

Metro Brands shares listing today: રાકેશ ઝુનઝુનવાલા સમર્થિત સતત બીજી કંપનીના આઈપીઓનું ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ થયું છે. આ પહેલા સ્ટાર હેલ્થના આઈપીઓનું પણ ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ થયું હતું.

    મુંબઈ: બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) સમર્થિક મેટ્રો બ્રાન્ડસ કંપનીના આઈપીઓ (Metro Brands IPO)નું આજે ભારતીય શેર બજારમાં લિસ્ટિંગ થયું છે. બજાર નિષ્ણાતો અપેક્ષા રાખી રહ્યા હતા તે પ્રમણે મેટ્રો બ્રાન્ડ્સના શેરનું ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ (Metro Brands share discount listing) થયું છે. મેટ્રોનો શેર આશરે 13% ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થયો છે. મેટ્રો બ્રાન્ડ્સના આઈપીઓનું લિસ્ટિંગ 'B' ગ્રુપમાં થયું છે. આઈપીઓનું બીએસઈ (BSE) અને એનએસઈ (NSE) બંને પર લિસ્ટિંગ થયું છે. મેટ્રો બ્રાન્ડ્સનો આઈપીઓ 3.64 ગણો ભરાયો હતો. આઈપીઓ 10મી ડિસેમ્બરના રોજ ખુલ્યો હતો અને 14મી ડિસેમ્બરના રોજ બંધ થયો હતો. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 485-500 રૂપિયા પ્રતિ શેર રાખી હતી. ઉપરની પ્રાઇસ બેન્ડ પ્રમાણે કંપનીની યોજના 1367.50 કરોડ રૂપિયા એકઠા કરવાની છે. આઈપીઓમાં 295 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ (Fresh Issue) છે, જ્યારે 1072.5 કરોડ રૂપિયાના શેર ઑફર ફૉર સેલ (Offer for sale) છે. ઑફર ફૉર સેલ હેઠળ કંપનીના પ્રમોટર અને શેરધારકો પોતાના 2.14 કરોડ શેરનું વેચાણ કરશે.

    મેટ્રો બ્રાન્ડ્સના આઈપીઓનું લિસ્ટિંગ

    રાકેશ ઝુનઝુનવાલા સમર્થિત સતત બીજી કંપનીના આઈપીઓનું ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ થયું છે. આ પહેલા સ્ટાર હેલ્થના આઈપીઓનું પણ ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ થયું હતું. BSE પર મેટ્રો બ્રાન્ડ્સના શેરનું 436 રૂપિયા પર એટલે કે 12.80% ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ થયું છે. NSE પર મેટ્રો બ્રાન્ડ્સનો શેર 437 રૂપિયાના સ્તર પર એટલે કે 12.60% ડિસ્કાઉન્ટ પર ખુલ્યો હતો.

    કોને માટે કેટલો હિસ્સો અનામત?

    આઈપીઓનો 50 ટકા હિસ્સો ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (QIB) માટે અનામત છે. રિટેલ રોકાણકારો માટે 35 ટકા હિસ્સો અનામત રાખવામાં આવ્યો હતો. જ્યારે નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટે 15 ટકા હિસ્સો અનામત રાખાયો હતો.

    ફંડનો ઉપયોગ

    IPOથી કંપનીને 295 કરોડ રૂપિયા મળશે. જેમાંથી 225 કરોડ રૂપિયાનો ઉપયોગ મેટ્રો, મોચી, વૉકવે અને ક્રૉક્સ બ્રાન્ડ્સના નવા સ્ટોર્સ ખોલવા પાછળ ખર્ચ કરાશે. જ્યારે બાકીની રકમનો ઉપયોગ કૉર્પોરેટ ઉદેશ્યો પૂરા કરવા માટે કરવામાં આવશે.

    લોટ સાઇઝ (Metro Brands lot size)

    આઈપીઓ માટે રિટેલ ઇન્વેસ્ટર્સ લૉટમાં બોલી લગાવી શકતા હતા. એક લૉટમાં 30 ઇક્વિટી શેર હતા. મહત્તમ 13 લૉટ માટે બોલી લગાવી શકાતી હતી. એક લૉટની બોલી લગાવવા માટે 15,000 રૂપિયાનું રોકાણ જરૂરી હતું. 13 લૉટ માટે બોલી લગાવનાર રોકાણકારે 1.95 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે.

    મહત્ત્વની તારીખો (Allotment and Listing dates)

    મેટ્રો બ્રાન્ડ્સનો આઈપીઓ 10મી ડિસેમ્બરના રોજ ખુલ્યો હતો અને 14મી ડિસેમ્બરના રોજ બંધ થયો હતો. શેરનું અલોટમેન્ટ 17મી ડિસેમ્બરે થયું હતું. 22મી ડિસેમ્બરના રોજ શેરનું લિસ્ટિંગ થયું હતું. મેટ્રો બ્રાન્ડ્સનો આઈપીઓ BSE અને NSE બંને પર થયું છે.

    કંપની વિશે (About Metro Brands)

    મેટ્રો બ્રાન્ડ ભારતમાં સૌથી મોટી ફૂટવેર સ્પેશિયાલિટીમાંની એક છે, તેમજ ફૂટવેર શ્રેણીમાં ઝડપથી આગળ વધી રહેલા ભારતીય બ્રાન્ડ્સમાં સામેલ છે. મેટ્રો બ્રાન્ડ્સે પોતાનો પ્રથમ સ્ટોર 1955માં મુંબઈ શહેરમાં ખુલ્યો હતો. 30 સપ્ટેમ્બર 2021 સુધી કંપનીના ભારતના 30 રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોના 136 શહેરમાં 598 સ્ટોર છે. કંપની મેટ્રો, મોચી, દા વિન્ચી અને જે. ફોન્ટિસ જેવી પોતાની બ્રાન્ડ્સની સાથે સાથે ફૉક્સ, સ્કચર્સ, ક્લાર્ક્સ, ફ્લોસીમ અને ફિટફ્લૉપ જેવી થર્ડ પાર્ટી બ્રાન્ડ્સના માધ્યમથી ફૂટવેર વેચે છે.

    કંપનીની આવક (Revenue)

    સપ્ટેમ્બર ત્રિમામિક દરમિયાન કંપનીને કુલ 489.27 કરોડ રૂપિયાની આવક થઈ હતી, એક વર્ષ પહેલા કંપનીની આવક 228.05 કરોડ રૂપિયા હતી. ત્રિમાસિક દરમિયાન કંપનીને કુલ 43.09 કરોડ રૂપિયાનો નફો થયો હતો. જ્યારે ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન કંપનીને 41.43 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

    આ પણ વાંચો: MapmyIndia IPO Listing: મેપમાયઇન્ડિયાના શેરનું દમદાર લિસ્ટિંગ, પ્રોફિટ બુક કરી લેવો કે રોકાણ જાળવી રાખવું? જાણો નિષ્ણાતોનો મત

    રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી (Rakesh Jhunjhunwala stake in Metro brands)

    બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાના પત્ની રેખા ઝુનઝુનવાલા આ કંપનીમાં ત્રીજા સૌથી મોટા ભાગીદાર છે. રેખા ઝુનઝુનવાલા મેટ્રો બાન્ડ્સમાં 14.73 ટકા ભાગીદારી ધરાવે છે. પ્રમોટર અને પ્રમોટર ગ્રુપ આ કંપનીમાં 83.99 ટકા ભાગીદારી ધરાવે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, IPO, Rakesh jhunjhunwala

    આગામી સમાચાર