મુંબઈ. Metro Brands IPO allotment date: રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) સમર્થિક મેટ્રો બ્રાન્ડ્સ કંપનીના શેરની આજે ફાળવણી કરવામાં આવશે. જે લોકોએ મેટ્રો બ્રાન્ડ્સનો આઈપીઓ (Metro Brands IPO) ભર્યો છે તેઓ બીએસઈ (BSE)ની વેબસાઇટ અથવા કંપની રજિસ્ટ્રારની વેબસાઇટ પર તેમને શેરની ફાળવણી કરવામાં આવી છે કે નહીં તેની માહિતી મેળવી શકે છે. મેટ્રો બ્રાન્ડ્સના આઈપીઓ માટે રજિસ્ટ્રાર લિંક ઇનટાઇમ પ્રાઇવેટ લિમિટેડ (Link Intime Private Ltd) છે. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ (Metro brand IPO price band) 485-500 રૂપિયા રાખી છે. ઉપરની પ્રાઇસ બેન્ડ પ્રમાણે કંપનીની યોજના 1367.50 કરોડ રૂપિયા એકઠા કરવાની છે. આઈપીઓમાં 295 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ હશે અને 1072.5 કરોડ રૂપિયાના શેર ઑફર ફૉર સેલ (Offer for sale) હશે. ઑફર ફૉર સેલ હેઠળ કંપનીના પ્રમોટર અને શેરધારકો પોતાના 2.14 કરોડ શેરનું વેચાણ કરશે.
મેટ્રો બ્રાન્ડ્સનો આઈપીઓ 10મી ડિસેમ્બરના રોજ ખુલ્યો હતો અને 14મી ડિસેમ્બર, 2021ના રોજ બંધ થયો હતો. મેટ્રો બ્રાન્ડનો આઈપીઓ 3.64 ગણો ભરાયો હતો. આઈપીઓનો રિટેલ હિસ્સો 1.13 ગણો ભરાયો હતો, જ્યારે QIB કેટેગરીમાં 8.49 ગણી બોલી લાગી હતી.
આઈપીઓ વોચના જણાવ્યા પ્રમાણે મેટ્રો બ્રાન્ડ્સનો શેર ગ્રે માર્કેટમાં 35 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો હતો. અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે ગ્રે માર્કેટ પ્રીમિયમ 7% છે.
કોને માટે કેટલો હિસ્સો અનામત?
આઈપીઓનો 50 ટકા હિસ્સો ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (QIB) માટે અનામત છે. રિટેલ રોકાણકારો માટે 35 ટકા હિસ્સો અનામત રાખવામાં આવ્યો છે. જ્યારે નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટે 15 ટકા હિસ્સો અનામત રાખાયો છે.
ફંડનો ઉપયોગ
IPOથી કંપનીને 295 કરોડ રૂપિયા મળશે. જેમાંથી 225 કરોડ રૂપિયાનો ઉપયોગ મેટ્રો, મોચી, વૉકવે અને ક્રૉક્સ બ્રાન્ડ્સના નવા સ્ટોર્સ ખોલવા પાછળ ખર્ચ કરાશે. જ્યારે બાકીની રકમનો ઉપયોગ કૉર્પોરેટ ઉદેશ્યો પૂરા કરવા માટે કરવામાં આવશે.
લોટ સાઇઝ (Metro Brands lot size)
આઈપીઓ માટે રિટેલ ઇન્વેસ્ટર્સ લૉટમાં બોલી લગાવી શકશે. એક લૉટમાં 30 ઇક્વિટી શેર હશે. મહત્તમ 13 લૉટ માટે બોલી લગાવી શકે છે. એક લૉટની બોલી લગાવવા માટે 15,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. 13 લૉટ માટે બોલી લગાવનાર રોકાણકારે 1.95 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે.
મહત્ત્વની તારીખો (Allotment and Listing dates)
મેટ્રો બ્રાન્ડ્સનો આઈપીઓ 10મી ડિસેમ્બરના રોજ ખુલશે અને 14મી ડિસેમ્બરના રોજ બંધ થશે. શેરનું અલોટમેન્ટ 17મી ડિસેમ્બરે થશે અને કંપનીની યોજના 22મી ડિસેમ્બરના રોજ લિસ્ટિંગની છે. મેટ્રો બ્રાન્ડ્સનો આઈપીઓ BSE અને NSE બંને પર લિસ્ટ થશે.
કંપની વિશે (About Metro Brands)
મેટ્રો બ્રાન્ડ ભારતમાં સૌથી મોટી ફૂટવેર સ્પેશિયાલિટીમાંની એક છે, તેમજ ફૂટવેર શ્રેણીમાં ઝડપથી આગળ વધી રહેલા ભારતીય બ્રાન્ડ્સમાં સામેલ છે. મેટ્રો બ્રાન્ડ્સે પોતાનો પ્રથમ સ્ટોર 1955માં મુંબઈ શહેરમાં ખુલ્યો હતો. 30 સપ્ટેમ્બર 2021 સુધી કંપનીના ભારતના 30 રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોના 136 શહેરમાં 598 સ્ટોર છે. કંપની મેટ્રો, મોચી, દા વિન્ચી અને જે. ફોન્ટિસ જેવી પોતાની બ્રાન્ડ્સની સાથે સાથે ફૉક્સ, સ્કચર્સ, ક્લાર્ક્સ, ફ્લોસીમ અને ફિટફ્લૉપ જેવી થર્ડ પાર્ટી બ્રાન્ડ્સના માધ્યમથી ફૂટવેર વેચે છે.
સપ્ટેમ્બર ત્રિમામિક દરમિયાન કંપનીને કુલ 489.27 કરોડ રૂપિયાની આવક થઈ હતી, એક વર્ષ પહેલા કંપનીની આવક 228.05 કરોડ રૂપિયા હતી. ત્રિમાસિક દરમિયાન કંપનીને કુલ 43.09 કરોડ રૂપિયાનો નફો થયો હતો. જ્યારે ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન કંપનીને 41.43 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી (Rakesh Jhunjhunwala stake in Metro brands)
બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાના પત્ની રેખા ઝુનઝુનવાલા આ કંપનીમાં ત્રીજા સૌથી મોટા ભાગીદાર છે. રેખા ઝુનઝુનવાલા મેટ્રો બાન્ડ્સમાં 14.73 ટકા ભાગીદારી ધરાવે છે. પ્રમોટર અને પ્રમોટર ગ્રુપ આ કંપનીમાં 83.99 ટકા ભાગીદારી ધરાવે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર