Home /News /business /શું છે CIF Number? જાણો ઓનલાઇન અને ઓફલાઇન પદ્ધતિઓનો ઉપયોગ કરીને તેને કેવી રીતે મેળવવો
શું છે CIF Number? જાણો ઓનલાઇન અને ઓફલાઇન પદ્ધતિઓનો ઉપયોગ કરીને તેને કેવી રીતે મેળવવો
બેન્ક એકાઉન્ટ ટ્રાંસફર
CIFને દર્શાવવા માટે 11-અંકનો નંબર વપરાય છે. આ ફાઇલમાં ડિજિટલ ફોર્મેટમાં ગ્રાહકની લોન, એકાઉન્ટ, KYC માહિતી, જેમ કે તેનું રહેઠાણ, ઓળખાણની માહિતી અને ફોટો ID પુરાવા વગેરેનો ડેટા હોય છે.
બેંકિંગ સેક્ટરમાં કસ્ટમર ઇન્ફોર્મેશન ફાઈલ, અથવા CIF નંબર ખૂબ જ મહત્વનો છે કારણ કે તેના દ્વારા જ બેંક પોતાના કસ્ટમરની તમામ માહિતીઓ મેળવે છે. આ એક એવો નબર છે જે તમામ કસ્ટમરને આપવામાં આવે છે. આ નંબર ખાતાધારકની સંપૂર્ણ માહિતી સાથે લિક્ડ હોય છે જેનો ઉપયોગ બેંકો તેમના ખાતાઓ ચલાવવા માટે કરે છે.
CIFને દર્શાવવા માટે 11-અંકનો નંબર વપરાય છે. આ ફાઇલમાં ડિજિટલ ફોર્મેટમાં ગ્રાહકની લોન, એકાઉન્ટ, KYC માહિતી, જેમ કે તેનું રહેઠાણ, ઓળખાણની માહિતી અને ફોટો ID પુરાવા વગેરેનો ડેટા હોય છે.
CIF નંબર ગ્રાહકોને SBIમાં ખાતું ખોલાવતી વખતે આપવામાં આવે છે અને તેને શોધવાની ઘણી રીત છે. તેને શોધવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે તમે બેંક પાસબુકના પેજ 1ને ચેક કરો. જો તમારી પાસબુક તમારી પાસે ન હોય તો, આ નંબર તમને વેબસાઇટ, YONO એપ્લિકેશન, કસ્ટમર કેર અને નજીકની બેંક શાખાની મુલાકાતનો ઉપયોગ કરીને SBI CIF નંબર મળી શકશે.
1: SBI ના નેટ બેંકિંગ પેજ માટે https://retail.onlinesbi.com/retail/login.htm પર જાઓ. 2: 'My Account' ટેબ પર ક્લીક કરો અને પછી 'પ્રોફાઈલ' ટેબ પર જાઓ. 3: ડ્રોપ-ડાઉન મેનૂમાંથી 'Account Summary' પસંદ કરો. 4: ડ્રોપ-ડાઉન મેનૂમાંથી 'નોમિનેશન અને PAN જુઓ' પસંદ કરો. 5: CIF નંબર નીચેની સ્ક્રીન પર ઉપલબ્ધ હશે.
SBI YONO લાઇટમાંથી
1: SBI Yono એપ ખોલો અને તમારી એકાઉન્ટ માહિતી સાથે લોગ ઇન કરો. 2: Services ટેબ પર જાઓ. 3: નીચેની સ્ક્રીન પર, ઓનલાઈન નોમિનેશન પસંદ કરો. 4: ખાતાના પ્રકારને "ટ્રાન્ઝેક્શન એકાઉન્ટ" માં બદલો. 5: તમારો CIF નંબર એકાઉન્ટ સ્ટેટમેન્ટમાં દેખાશે.
નીચેનામાંથી કોઈપણ ટોલ ફ્રી નંબર પર કૉલ કરો 1800 425 3800 1800 11 2211 080-26599990 તમે જે ભાષામાં ગ્રાહક પ્રતિનિધિ સાથે સંપર્ક કરવા માંગો છો તે ભાષા પસંદ કરો તેમને CIF નંબર આપવા માટે કહો તમારી ઓળખ ચકાસવા માટે કેટલાક પ્રશ્નોના જવાબ આપો એકવાર ચકાસણી થઈ જાય પછી ગ્રાહક પ્રતિનિધિ CIF નંબર પ્રદાન કરશે
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર