Home /News /business /HDFC Bank: સૌથી મોટી ખાનગી બેંકના ગ્રાહકો માટે ખુશખબર, RDમાં સૌથી વધારે આપશે વ્યાજ
HDFC Bank: સૌથી મોટી ખાનગી બેંકના ગ્રાહકો માટે ખુશખબર, RDમાં સૌથી વધારે આપશે વ્યાજ
HDFC બેંકે રિકરિંગ ડિપોઝિડ પર વ્યાજ દરમાં વધારો કર્યો
RD Interest rate: વરિષ્ઠ નાગરિકો માટે HDFC Bankએ તેના વ્યાજ દરોમાં વધારો વ્યાજ ઓફર કર્યુ છે. બેંક હવે વરિષ્ઠ નાગરિકોને આરડી પર 4.75 ટકાથી 6.75 ટકા વ્યાજ દર ઓફર કરશે, જેની મુદ્દત 6 મહિનાથી 120 મહિના સુધીની હશે.
નવી દિલ્હીઃ HDFC બેંકે રિકરિંગ ડિપોઝિડ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. નવા દરો 11 ઓક્ટોબર 2022થી અમલી થશે. HDFC Bank એ પસંદીદા સમયગાળા પર વ્યાજ દરમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. બેંકે 6થી 36 મહિના અને 90થી 120 મહિનામાં પરિપક્વ થનારી રિકરિંગ ડિપોઝિટ પર વ્યાજદરોમાં વધારો કર્યો છે. નવા વધારા બાદ, HDFC Bank હવે સામાન્ય જનતા માટે 6 મહિનાથી લઈને 120 મહિના સુધીના સમયગાળા માટે આરડી પર 4.25 ટકાથી 6.10 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે.
વરિષ્ઠ નાગરિકો માટે HDFC Bankએ તેના વ્યાજ દરોમાં વધારો વ્યાજ ઓફર કર્યુ છે. બેંક હવે વરિષ્ઠ નાગરિકોને આરડી પર 4.75 ટકાથી 6.75 ટકા વ્યાજ દર ઓફર કરશે, જેની મુદ્દત 6 મહિનાથી 120 મહિના સુધીની હશે.
એચડીએફસી બેંકે 2 કરોડ રૂપિયાથી ઓછી ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ દરોમાં વધારો કર્યો છે. બેંકની સત્તાવાર વેબસાઈટના અનુસાર, નવા દરો 11 ઓક્ટોબર 2022થી પ્રભાવી થશે. આ વધારા પછી, એચડીએફસી બેંકના વ્યાજ દરો સામાન્ય લોકો માટે 7 દિવસોથી 10 વર્ષોમાં પરિપક્વ થનારી જમા રકમ પર 3.00 ટકાથી 6.00 ટકા સુઘી છે. આ ડિપોઝિટ પર વરિષ્ઠ નાગરિકોને 3.50 ટકાથઈ 6.75 ટકા સુધીના વ્યાજ દર મળી રહ્યા છે.
રિકરિંગ ડિપોઝિટ, ફિક્સ ડિપોઝિટ સમાન નથી, પરંતુ રિકરિંગ ડિપોઝિટમાં તમે એક વાર પૂરા રૂપિયા રોકાણ કરવાની જગ્યાએ, માસિક ધોરણે જમા કરે છો અને પાકતી મુદ્દતે રૂપિયા નીકાળો છો.
એકસમયે એક સાથે રોકાણ કરવાની જરૂર નથી
નોકરીયાત લોકો માટે રિકરિંગ ડિપોઝિટમાં રોકાણ કરવું એક સારો વિકલ્પ છે. કારણકે, તેમણે એકસમયે એક સાથે રોકાણ કરવાની જરૂર નથી, જેવું ફિક્સ ડિપોઝિટમાં થાય છે. આરડીમાં રોકાણકારોને દર મહિને તેની આવકનો માત્ર એક ભાગ રોકાણ કરવાનો હોય છે. જેની રકમ પહેલાથી જ નક્કી હોય છે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર