1 એપ્રિલથી બદલાશે આ બે બૅંકના નામ અને PNBનો લોગો, જાણો તમારા ખાતા અને પૈસાનું શું થશે?

ફાઇલ તસવીર

Bank Merger : કેન્દ્ર સરકાર પંજાબ નેશનલ બૅંક (PNB), યૂનાઇટેડ બૅંક ઑફ ઇન્ડિયા (United Bank of India) અને ઓરિએન્ટલ બૅંક ઑફ કોમર્સ (OBC)ના મર્જર બાદ બનનારી નવી બૅંકનું નામ અને લૉગો જાહેર કરશે.

 • Share this:
  કોલકાતા : કેન્દ્ર સરકાર પંજાબ નેશનલ બૅંક (PNB), યૂનાઇટેડ બંક ઑફ ઇન્ડિયા (United Bank of India) અને ઓરિએન્ટલ બૅંક ઓફ કોમર્સ (OBC) ના મર્જર બાદ બનનારી નવી બૅંકનું નામ અને લોગો જાહેર કરશે. બૅંકના એક અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી હતી. નવી શાખા કે બૅંક SBI (State Bank of India) પછી બીજી સૌથી મોટી બૅંક હશે. જેનો કુલ વેપાર 18 લાખ કરોડ રૂપિયા હશે. નોંધનીય છે કે ગત વર્ષે સરકારે પીએનબીમાં અન્ય બે બૅંક OBS અને યૂનાઇટેડ બૅંકનું મર્જર કરવાનો નિર્ણય કર્યો છે. આ મર્જર પછી પીએનબી દેશની બીજી સૌથી મોટી સરકારી બૅંક બની જશે.

  પહેલી એપ્રિલથી કાર્યરત થશે બનવી બૅંક

  યૂનાઇડેટ બૅંક ઓફ ઇન્ડિયાના એક અધિકારીએ કહ્યુ કે, સરકાર મર્જર બાદ બનનારી બૅંકનું નામ અને લૉગોની જાહેરાત કરશે. આ બૅંક પહેલી એપ્રિલ 2020થી અમલમાં આવશે. તેમણે જણાવ્યું કે બૅંકની ઓળખ માટે તેનો લૉગો ખૂબ મહત્વનો છે. આ અંગે ત્રણ જાહેર બૅંકોમાં ઉચ્ચ સ્તરની ચર્ચા થઈ છે.

  અધિકારીઓએ જણાવ્યું કે ત્રણેય બૅંકોની જોડાણની પ્રક્રિયા યોગ્ય રીતે થાય તેમજ આ અંગે તાલમેલ બેસાડવા માટે 34 સમિતિઓ બનાવવામાં આવી છે. સમીતિઓએ આ અંગે પોતાનો રિપોર્ટ પહેલા જ સોંપી દીધો છે.  મર્જર પછી કર્મચારીઓની સંખ્યા એક લાખ થશે

  તેમણે કહ્યુ કે, પ્રમુખ બૅંક પીએનબીએ Ernst & Youngને સલાહકાર તરીકે નીમી છે. જે તમામ પ્રક્રિયા પર નજર રાખશે. જેમાં માનવ સંસાધન, સોફ્ટવેર, સેવા વગેરે સામેલ છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે ત્રણેય બૅંકોના જોડાણ પછી સંયુક્ત રીતે કર્મચારીઓની સંખ્યા એક લાખ પર પહોંચશે.

  ગ્રાહકો પર શું અસર પડશે?

  >> ગ્રાહકને નવો એકાઉન્ટ નંબર અને કસ્ટમર આઇડી મળી શકે છે.

  >> જે ગ્રાહકોને નવા એકાઉન્ટ નંબર અને IFSC કોડ મળશે તેમણે, નવી વિગતો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ, ઇન્શ્યોરન્સ કંપની, મ્યુચ્યુઅલ ફંડ, નેશનલ પેન્શન સ્કીમ વગેરે જગ્યાએ અપડેટ કરાવવી પડશે.

  >> એસઆઈપી અથવા લોનના ઈએમઆઈ માટે ગ્રાહકોએ નવું ઇન્સ્ટ્રક્શન ફોર્મ ભરવું પડશે.

  >> નવી ચેકબુક, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ય ઇશ્યૂ થઈ શકે છે.

  >> ફિક્સ્ડ ડિપૉઝિટ અથવા રિકરિંગ ડિપૉઝિટ પર મળનારા વ્યાજમાં કોઈ બદલાવ નહીં થાય.

  >> જે વ્યાજદરો પર વ્હીકલ લોન, હોમ લોન, પર્સનલ લોન વેગેરે લેવામાં આવી છે, તેમાં કોઈ ફેરફાર નહીં થાય.

  >> અમુક શાખાઓ બંધ થઈ શકે છે, આથી ગ્રાહકોએ નવી શાખાઓમાં જવું પડી શકે છે.

  >> મર્જર પછી એન્ટિટિએ તમામ ઇલેક્ટ્રોનિક ક્લીયરિંગ સર્વિસ આદેશો અને પોસ્ટ ડેટેડ ચેકોને ક્લિયર કરવા પડશે.
  Published by:Vinod Zankhaliya
  First published: