Home /News /business /Mental Health Insurance: માનસિક બીમારી માટે અલગથી નહિ લેવી પડે કોઈ પણ પોલિસી, તાત્કાલિક અમલ માટે IRDAIનો આદેશ
Mental Health Insurance: માનસિક બીમારી માટે અલગથી નહિ લેવી પડે કોઈ પણ પોલિસી, તાત્કાલિક અમલ માટે IRDAIનો આદેશ
હેલ્થ પોલિસી ધારકોએ હવે માનસિક બીમારી માટે અલગ પોલિસી લેવાની જરૂર રહેશે નહીં.
Mental Health Policy: હેલ્થ પોલિસી ધારકોએ હવે માનસિક બીમારી માટે અલગ પોલિસી લેવાની જરૂર રહેશે નહીં. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ વીમા કંપનીઓને દરેક પોલિસીધારકને માનસિક બીમારીઓ કવર કરવા જણાવ્યું છે.
Mental Health Policy: ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરે હેલ્થ ઈન્સ્યોરન્સ ગ્રાહકો માટે રાહત આપતી એક મોટી સૂચના જાહેર કરી છે. નવી સૂચનાઓ અનુસાર હેલ્થ પોલિસી ધારકોએ હવે માનસિક બીમારી માટે અલગ પોલિસી લેવાની જરૂર રહેશે નહીં. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ વીમા કંપનીઓને દરેક પોલિસીધારકને માનસિક બીમારીઓ કવર કરવા જણાવ્યું છે. તેને તાત્કાલિક ધોરણે ફરજિયાત કરવામાં આવ્યું છે.
ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ મેન્ટલ હેલ્થકેર એક્ટ 2017 હેઠળ પોલિસીમાં માનસિક બીમારીઓને આવરી લેવા માટે સૂચનાઓ આપી હતી. ચેતવણીઓ પછી પણ વીમા કંપનીઓએ કોઈ નક્કર પગલાં લીધા નથી. જેથી નારાજ થઈને IRDAએ વીમા કંપનીઓને તાત્કાલિક માનસિક બીમારીને પોલિસીમાં આવરી લેવા કડક સૂચના આપી છે. જેનું હવે ફરજીયાત પણે પાલન કરવું પડશે.
વીમા નિયમનકારે કહ્યું કે 01 નવેમ્બર 2022થી તમામ વીમા કંપનીઓ માનસિક બીમારીઓને પોલિસીમાં આવરી લેશે. વીમા કંપનીઓ માનસિક બિમારીઓની સારવાર માટેના દાવાઓને નકારી શકશે નહીં. IRDAએ પહેલાથી જ જાહેર કરાયેલી હેલ્થ પોલિસીમાં પણ માનસિક બીમારીને આવરી લેવાનું પણ જરૂરી બનાવ્યું છે. કોઈ પણ નવા ગ્રાહક કે જે હેલ્થ પોલિસી લેવાનું વિચારી રહ્યા છે તેમણે માનસિક બીમારી કવરેજ તપાસવું જરૂરી છે.
આ કાયદા હેઠળ આવરી લેવાશે
ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ વર્ષ 2017માં માનસિક બીમારીને સ્વાસ્થ્ય વીમામાં આવરી લેવા માટે મેન્ટલ હેલ્થ કેર કાયદો ઘડ્યો હતો. તેનો ઉદ્દેશ્ય ડિમેન્શિયા, અલ્ઝાઈમર વગેરે જેવી માનસિક બીમારીઓથી પીડિત લોકોને પોલિસી કવરના દાયરામાં લાવવાનો હતો.
હોસ્પિટલોના ખર્ચને પહોંચી વાલ્વ માટે, આરોગ્ય વીમા પૉલિસી લેવી એ સારો નિર્ણય માનવામાં આવે છે. હેલ્થ પોલિસી લેતી વખતે પરિવારના સભ્યોની સંખ્યા અને ઉંમરને ધ્યાનમાં રાખીને કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
- પ્રીમિયમ દર નવીકરણ નિયમો
- ક્લેમ સેટલમેન્ટ રેશિયો
- વીમાની રકમ પુનઃસ્થાપના
- રોડ એમ્બ્યુલન્સ શુલ્ક
- રૂમ ભાડા ખર્ચ
- પૂર્વ અને પછીના ખર્ચ
- નાણાં ચુકવણી પ્રક્રિયા
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર