Home /News /business /એન્ટિગુઆના PMએ કહ્યુ, મેહુલ ચોકસી ધુતારો છે, ભારતીય એજન્સીઓ તેની પૂછપરછ કરે

એન્ટિગુઆના PMએ કહ્યુ, મેહુલ ચોકસી ધુતારો છે, ભારતીય એજન્સીઓ તેની પૂછપરછ કરે

મેહુલ ચોકસી (ફાઇલ તસવીર)

જ્યારે મેહુલ ચોકસી અપીલ કરી-કરીને થાકી જશે ત્યારે તેને ભારત મોકલી દેવામાં આવશે : એન્ટિગુઆના PM

નવી દિલ્હી : એન્ટિગુઆના વડાપ્રધાન ગૈસ્ટન બ્રાઉન (Gaston Browne)એ પંજાબ નેશનલ બેંક ગોટાળા (PNB Scam)ના મુખ્ય આરોપી મેહુલ ચોકસી (Mehul Choksi)ને ઠગ ગણાવ્યો છે. તેઓએ કહ્યું છે કે, મેહુલ ચોકસી એક ઠગ છે અને ભારતીય એજન્સીઓ અમારા દેશ આવીને તેની પૂછપરછ કરવા સ્વતંત્ર છે. તેઓએ કહ્યુ કે, અંતે તો મેહુલ ચોકસીને પરત મોકલી દેવામાં આવશે, જ્યારે તે અપીલ કરી-કરીને થાકી જશે.

પીએમ બ્રાઉને કહ્યુ કે મેહુલ ચોકસીએ એન્ટિગુઆના સિટિઝનશિપ બાય ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ (Citizenship by Investment Programme)ને નુકસાન પહોંચાડ્યું છે. નોંધનીય છે કે, ચોકસીએ એન્ટિગુઆના અ પ્રોગ્રામનો ઉપયોગ કરીને એન્ટિગુઆની નાગરિકતા લઈ લીધી હતી.

નાગરિકતા રદ કરી

પંજાબ નેશનલ બેંક (PNB) ગોટાળામાં દેશને લગભગ 14 હજાર કરોડ રૂપિયાનો ચૂનો લગાવીને વિદેશ ફરાર થઈ જનારા હીરા વેપારી મેહુલ ચોકસીની નાગરિકતા એન્ટિગુઆ સરકારે રદ કરી દીધી હતી. એન્ટિગુઆના વડાપ્રધાન ગૈસ્ટન બ્રાઉને મેહુલની નાગરિકતા રદ કરતી વખતે કહ્યુ હતું કે, મેહુલ ચોકસીને પહેલા અહીંની નાગરિકતા મળેલી હતી, પરંતુ હવે તેને રદ કરવામાં આવી રહી છે અને ભારત પ્રત્યર્પિત કરવામાં આવી રહ્યા છે. અમે કોઈ પણ અપરાધીને પોતાના દેશમાં સુરક્ષિત ઠેકાણુ્ર નહીં દઈએ.

અમેરિકાની કોર્ટે તપાસના આદેશ આપ્યા

થોડા સમય પહેલા અમેરિકાની એક કોર્ટે ચોકસીની અમેરિકા સ્થિત કંપની સૈમ્યુઅલ જૂલર્સની વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા હતા. તેમાં જાણવા મળ્યું કે ચોકસીની કંપની અસલી હીરાઓના બદલે ગ્રાહકોને લૅબમાં તૈયાર કરેલા હીરા વેચતી હતી.

નકલી હીરાઓને અસલીમાં ખપાવી વેચતા હતા

અંગ્રેજી અખબાર 'ઈન્ડિયન એક્સપ્રેસ'માં પ્રકાશિત રિપોર્ટ મુજબ, આ તપાસમાં જાણવા મળ્યું કે ચોકસી બ્રિટિશ વર્જિન આઇલેન્ડમાં સ્થિત એક પ્રયોગશાળામાં ગુપ્ત રીતે આ હીરા તૈયાર કરાવડાવતો હતો. ફૉરેન્સિક રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ગીતાંજલિ જૅમ્સ લિમિટેડના માલિકી હકવાળા સૈમ્યુઅલ જ્વેલર્સને પંજાબ નેશનલ બેંક (PNB)એ ગીતાંજલિ દ્વારા આપેલા વચન પત્રના આધારે બે કરોડ ડૉલર (લગભગ 139 કરોડ રૂપિયા)ની લોન પણ આપવામાં આવી હતી.

આ પણ વાંચો,

નીરવ મોદીના ભાઈ નેહાલ વિરુદ્ધ કાર્યવાહી, ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ

દુબઇમાં ઘરે-ઘરે જઇને દવા વેચતો હતો આ ભારતીય, હવે 35,000 કરોડ રોકાણ કરવાની તૈયારીમાં
First published:

Tags: Antigua, Business news, Mehul Choksi, PNB scam, પંજાબ નેશનલ બેંક