ઓલ અબાઉટ કેટ્સે (All About Cats Report) વિશ્વના સૌથી ધનિક પ્રાણીઓ (Worlds Richest Pets) પર 'ધ અલ્ટિમેટ પેટ રિચ લિસ્ટ' (The Ultimate Pet Rich List) નામનો રિપોર્ટ જાહેર કર્યો છે. આ પાળતું પ્રાણીઓ વૈભવી અને આર્થિક રીતે સદ્ધર જીવનનો આનંદ માણી રહ્યા છે, જે બહુ ઓછા લોકોના નસીબમાં હોઇ શકે છે. તેમાંના કેટલાક સોશિયલ મીડિયા પર ફેમસ (Social Media Star Pets) બન્યા છે, જ્યારે અન્ય સફળ બિઝનેસના માલિકો (Business Owner Pets) છે. તો અમુકને તેમના માલિકો પાસેથી તેમનું ચમકદાર નસીબ વારસામાં મળ્યું છે. તો ચાલો એક નજર કરીએ વિશ્વના 8 સૌથી ધનિક પાલતુ પ્રાણીઓ (richest pets in the world) પર:
આ યાદીમાં સામેલ અન્ય ઘણા પ્રાણીઓ કે જેમણે સોશિયલ મીડિયા દ્વારા પોતાનું નસીબ ચમકાવ્યું છે. તેનાથી વિપરીત, ગુંથર VIની નેટવર્થ એક વારસાને આભારી છે, જે સ્માર્ટ રોકાણો દ્વારા બનાવવામાં આવી છે. 500 મિલિયન ડોલરની સંપત્તિ સાથે આ જર્મન શેફર્ડ ખૂબ જ લાંબા સમયથી વિશ્વનો સૌથી ધનિક પાલતુ પ્રાણી છે. ઓલ અબાઉટ કેટ્સના જણાવ્યા અનુસાર, ગુંથર VI આ સૂચિમાંના રનર-અપ કરતા પાંચ ગણો વધુ ધનિક છે.
તેની 500 મિલિયન ડોલરની સંપત્તિ તેના દાદાને આભારી છે, જે સ્વર્ગસ્થ જર્મન કાઉન્ટેસ કાર્લોટ્ટા લેઇબેનસ્ટેઇનના પ્રિય પાલતુ પ્રાણી હતો. 1992માં જ્યારે કાઉન્ટેસનું અવસાન થયું, ત્યારે તેમણે ગુંથર IIIને 80 મિલિયન ડોલરની સંપત્તિ આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જે ત્યાર બાદ ગુંથર કોર્પોરેશન દ્વારા કેટલાક સ્માર્ટ રોકાણો સાથે વધી હતી.
નાલા કેટ એક ઇન્સ્ટાગ્રામ સ્ટાર છે. આ સિયામી-પર્શિયન મિક્સની $100 મિલિયનની સંપત્તિ મોટાભાગે તેના પ્રીમિયમ કેટ ફૂડ લાઇનને આભારી છે. તે ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો થતી બિલાડી છે અને તેને આ માટે ગિનિસ રેકોર્ડ પણ બનાવ્યો છે અને તેના એકાઉન્ટ પર 4.4 મિલિયન ફોલોઅર્સ છે. નાલાના પાલતુ માતાપિતા વેરિસીરી "પુકી" મેથાચિત્તીફાન અને શેનોન એલિસ છે.
ટેલર સ્વિફ્ટની પ્રિય બિલાડી ઓલિવિયા બેન્સન મ્યુઝિક વિડીયો અને કમર્શિયલમાં તેની સાથે જોવા મળી છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર, સ્કોટિશ ફોલ્ડે "કેટલાક મ્યુઝિક વિડીયોમાં તેની માલિક સાથે એક્ટિંગ કરીને તેનું નસીબ ચમકાવ્યું છે, તેની પોતાની મર્ચેન્ડાઇઝ લાઇન બનાવી છે અને ઘણી મોટા બજેટની જાહેરાતોમાં કેમિયો કરી ચૂકી છે." ઓલિવિયા બેન્સનની કુલ સંપત્તિ 9.7 કરોડ ડોલર છે અને તે વિશ્વની ત્રીજી સૌથી ધનિક બિલાડી છે.
સેડી, સન્ની, લોરેન, લૈલા અને લ્યુક
સેડી, સન્ની, લોરેન, લૈલા અને લ્યુક ઓપ્રાહ વિન્ફ્રેના પાલતુ કૂતરાઓ છે અને અબજોપતિ ટોક શોના હોસ્ટે તે દરેકને 30 મિલિયન ડોલરની સંપત્તિ આપવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
વિશ્વના સૌથી ધનિક પાળતુ પ્રાણીઓની યાદીમાં પાંચમા નંબરે છે જિફપોમ - પોમેરાનિયન ડોગ અને ઇન્ટરનેટ સ્ટાર છે, જેના ઇન્સ્ટાગ્રામ પર 9.5 મિલિયન ફોલોવર્સ છે. જિફપોમની કુલ સંપત્તિ 25 મિલિયન ડોલર છે, જે મોટા ભાગે એન્ડોર્સમેન્ટ ડિલ્સના કારણે બની છે. તે સૌથી વધુ કમાણી કરનાર કેનાઇન પેટ ઇન્ફ્લુએન્સર છે, જે દરેક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે $32,906 સુધીનો ચાર્જ લે છે.
ચૌપેટે આ બિલાડીને તેના માલિક, પ્રખ્યાત ફેશન ડિઝાઇનર કાર્લ લેગરફેલ્ડના મૃત્યુ પછી લાખો રૂપિયા વારસામાં મળ્યા હતા. એસસીએમપીના જણાવ્યા અનુસાર, ફેશનેબલ બિલાડીએ તેના પોતાના મોડેલિંગ કોન્ટ્રાક્ટ અને એન્ડોર્સમેન્ટથી પણ 4.5 મિલિયન ડોલરની કમાણી કરી છે. આજે તેની કુલ સંપત્તિ લગભગ 13 મિલિયન ડોલર છે.
બેટ્ટી વ્હાઇટના સૌથી ખાસ ગોલ્ડન રિટ્રીવર પોન્ટિયાકનું 2017માં અવસાન થયું હતું. ઓલ અબાઉટ કેટ્સ અનુસાર, પોન્ટિયાકને વ્હાઇટ પાસેથી $5 મિલિયન વારસામાં મળી શક્યા હોત.
આ યાદીમાં અન્ય એક ઇન્સ્ટા ફેમસ પાલતુ પ્રાણી ડોગ ધ પુગ છે. લેસ્લી મોસિઅરના પ્રખ્યાત પૂચે ઇન્સ્ટાગ્રામ ડિલ્સ, સ્પોન્સર્ડ પોસ્ટ્સ અને એન્ડોર્સમેન્ટ દ્વારા 1.5 મિલિયનની સંપત્તિની કમાણી કરી છે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર