Home /News /business /

Patricia Narayan Success story: પેટ્રિસિયા નારાયણ, ક્યારેક દિવસનો નફો 50 પૈસા હતો, આજે કરોડોની કમાણી

Patricia Narayan Success story: પેટ્રિસિયા નારાયણ, ક્યારેક દિવસનો નફો 50 પૈસા હતો, આજે કરોડોની કમાણી

પેટ્રિસિયા નારાયણ (ફાઇલ તસવીર)

Meet Patricia Success story: માત્ર 18 વર્ષની ઉંમરે તેણે તેના શરાબી પતિનું ઘર છોડ્યું હતું. પોતાની અને પોતાના બાળકની જવાબદારી એકલા નિભાવવા સિવાય તેની પાસે કોઈ વિકલ્પ ન હતો.

મુંબઈ: દરેક વ્યક્તિ જીવનમાં પહેલેથી જ સફળ નથી હોતી. કેટલાક લોકો અથાગ મહેનત અને પરિશ્રમ કરીને સફળ બનતા હોય છે અને તેમાંના કેટલાક લોકોને આપણે પ્રેરણા પણ માનતા હોઈએ છીએ. આજે આપણે એવી જ એક વ્યક્તિ વિશે વાત કરશું જેનું નામ છે પેટ્રિસિયા નારાયણ (Patricia Narayan). ચેન્નાઈની પેટ્રિસિયા આજે એક જાણીતી રેસ્ટોરન્ટ ચેઈનની માલિક (Famous restaurateur in Chennai) અને ઓન્ટરપ્રિન્યોર (entrepreneur) છે. આ સફળતા અને ઓળખ પેટ્રિસિયાને વારસામાં નથી મળી, પરંતુ સાહસ, વિશ્વાસ અને હિંમતથી જીવનનાી વિપરિત પરિસ્થિતિઓનો સામનો કરીને તે આજે આ મુકામ સુધી પહોંચી છે. ખરાબ લગ્ન જીવન અને મુશ્કેલ સિંગલ મધરથી આજે એક પ્રખ્યાત રેસ્ટોરન્ટ ચેઈનની માલિક પેટ્રિસિયાએ પોતાની મહેનતથી જીવનના ઉતીર ચઢાવમાં પોતાની કિસ્મત જાતે લખી છે.

2010માં FICCI વુમન એન્ટરપ્રિન્યોર ઓફ ધ યર (FICCI Woman Entrepreneur of the year) રહી ચુકેલી પેટ્રિસિયાએ પોતાની શરૂઆત 2 માણસો સાથે કરી હતી. જ્યાં તે રોજ 50 પૈસાનો નફો મેળવતી હતી અને આજે તે 200 લોકોનો સ્ટાફ ધરાવે છે અને રોજ 2 લાખ જેટલો નફો કમાય છે.

માત્ર 18 વર્ષે પતિનું ઘર છોડ્યું

માત્ર 18 વર્ષની ઉંમરે તેણે તેના શરાબી પતિનું ઘર છોડ્યું હતું. પોતાની અને પોતાના બાળકની જવાબદારી એકલા નિભાવવા સિવાય તેની પાસે કોઈ વિકલ્પ ન હતો. તેણે જામ અને અથણા બનાવી વેચવાની શરૂઆત કરી ત્યાર બાદ ચેન્નાઈના મરિના બીચ પર પેટ્રિસિયાએ ચા, કોફી અને કટલેટ્સ વેચવાની શરૂઆત કરી. તેના બિઝનેસના પહેલા દિવસે તે માત્ર 50 પૈસાની એક કોફી જ વેચી શકી હતી.

1984માં કેન્ટીનની શરૂઆત

આ બધાથી પેટ્રિસિયાની હિંમત ન ટૂટી અને તેણે 1984માં એક કેન્ટીનની શરૂઆત કરી. 1980ના દાયકાના અંત સુધી તેની વિવિધ શાખાઓમાં તે અનેક લોકોને ભોજનની સુવિધી પૂરી પાડતી થઈ. તે પોતાની મહેનત અને લગનથી કામ કરતી રહી અને 90ના દાયકાના અંત સુધી તે ચેન્નાઈના એક જાણીતા રોસ્ટોરન્ટની માલિક બની.

આ પણ વાંચો: Zomato Success Story: લાંબી લાઈનમાં ઊભા રહ્યા બાદ આવ્યો વિચાર અને ઊભી કરી 1 લાખ કરોડની કંપની

જોકે, આ તમામ ખુશીઓની વચ્ચે પેટ્રિસિયાને એક દુ:ખદ સમાચારનો પણ સામનો કરવો પડ્યો. વર્ષ 2004માં પેટ્રિસિયાની દીકરી અને તેના જમાઈનું એક કાર એક્સિડેન્ટમાં મૃત્યુ થયું હતું. પોતાની દીકરીની યાદમાં પેટ્રિસિયાએ 2006માં સંદીપા (Sandheepha) નામના એક બ્રાન્ડની શરૂઆત કરી.

આ પણ વાંચો: Success Story: કે.વી.રામાણી, જેમણે પોતાની સંપત્તિનો 80% હિસ્સો શિરડી સાંઈ બાબાને આપી દીધો

દીકરીના નામે શરૂ કરી બ્રાન્ડ

તેના જેણીતા રેસ્ટોરન્ટ સિવાય તેની કેટરિંગ સર્વિસ પણ સફળ થઈ અને તે કેટલાક જાણીતા અને મોટા કોર્પોરેટ હાઉસમાં પણ કાર્યશીલ બની. આ સાથે જ અચરાપક્ક્મ નામના સ્થળે જ્યાં તેમની પુત્રીનું મોત થયુ હતું, ત્યાં તે એમ્બ્યુલન્સ સેવા પણ આપે છે. આજે તેમની દીકરીના યાદમાં શરૂ કરેલા બ્રાન્ડની 18 ફ્રેન્ચાઈઝી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Business, Success story, Woman Entrepreneur, ખોરાક

આગામી સમાચાર