નવી દિલ્હી: ઓનલાઇન કોમર્સ પ્લેટફોર્મ મિશોએ લગભગ 300 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. કંપનીએ તેના ગ્રોસરી સ્ટોર્સ બંધ કર્યા બાદ આ પગલું ભર્યું છે. મિશોએ દેશમાં લગભગ 90 ટકાથી વધુ ગ્રોસરી સ્ટોર્સ બંધ કરી દીધા છે. આ જ છટણી પાછળનું કારણ માનવામાં આવી રહ્યું છે. હવે કંપનીના માત્ર નાગપુર અને મૈસૂરમાં જ સ્ટોર ચાલુ છે.
જોકે, આ સમગ્ર મામલે મિશો તરફથી કોઇ નિવેદન સામે આવ્યું નથી. કંપનીએ તેના ફોર્મિસો બિઝનેસને સુપરસ્ટોર તરીકે રિબ્રાન્ડ કરતાં 150 કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. તે સમયે કંપનીએ કહ્યું હતું કે, તે ગ્રોસરી બિઝનેસ પર ધ્યાન કેન્દ્રીત કરવા માગે છે. આ મામલા સાથે જોડાયેલા એક જાણકારે કહ્યું હતું કે, બિઝનેસ કામ કરી રહ્યું નહોતું અને કંપની પાસે પૈસા નહોતા આવી રહ્યા.
મૂડીની કમી છે છંટણીનું કારણ
અગાઉ કોરોના મહામારીની પ્રથમ લહેર દરમિયાન કંપનીએ લગભગ 200 લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. અહેવાલો અનુસાર, કંપની પાસે મૂડીની કમી છે. જેના લીધે તે કર્મચારીઓને છૂટા કરી રહી છે. એક સૂત્ર અનુસાર, તેઓ આ બિઝનેસ માટે ઘણી મૂડી વ્યર્થ કરી રહ્યા છે. મિશોએ કોઇ યોજના વગર 6 રાજ્યોમાં તેની શરૂઆત કરી. સપ્લાઇ ચેન અને લોજિસ્ટિક મુશ્કેલીના કારણ બન્યા છે. રિપોર્ટ્સ અનુસાર, કંપનીએ કર્મચારીઓને 2-2 મહિનાની સેલેરી આપીને કાઢી મૂક્યા છે. કંપનીના સીઇઓ વિદિત આત્રે ઇચ્છે છે કે, સુપરસ્ટોરને મિશોની મુખ્ય એપ સાથે જોડવામાં આવે.
મિશોએ કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સુપર સ્ટોર ચાલુ કર્યા હતા. કંપનીએ સુપરસ્ટોર્સની શરૂઆત પાયલોટ પ્રોજેક્ટ તરીકે કર્ણાટકથી કરી હતી. કંપનીનો લક્ષ્ય 2022ના અંત સુધી 12 રાજ્યોમાં સુપરસ્ટોર ચાલુ કરવાનો હતો.
કંપનીના યુઝર્સની સંખ્યા વધી
એક બાજુ કંપની તેના કર્મચારીઓની છટણી કરી રહી છે, જ્યારે બીજી બાજુ યુઝર્સની સંખ્યા વધી રહી છે. કંપનીએ પોતે દાવો કર્યો છે કે, માર્ચ 2021 બાદ તેના પ્લેટફોર્મના યુઝર્સની સંખ્યામાં 5.5 ગણાનો વધારો થયો છે. હાલમાં જ મીશોએ 10 કરોડ યુઝર્સનો આંકડો વટાવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર