ઉમેશ શ્રીવાસ્તવ, મેરઠ. કોરોના કાળ (Corona Pandemic)માં રસ્તા કિનારે બેસેતા ફેરિયાઓ પણ ડિજિટલ થઈ ગયા છે. તેનું ઉદાહરણ નારિયળ પાણી (Coconut Water) વેચનારા દુકાનદાર બંધુ છે. આ ભાઈઓની પાસે જ્યારે કોરોના કાળમાં ગ્રાહકો ઘટવા માંડ્યા તો કોઈ રેસ્ટોરાંની જેમ નારિયલ પાણીની હોમ ડિલીવરી કરવા લાગ્યા. નારિયલ પાણીની હોમ ડિલીવરી (Home Delivery)ના મોટા-મોટા બેનર રસ્તા કિનારે પોતાની દુકાન પર લગાવી દીધા. અને જોતજોતામાં જ તેમનો ધંધો દોડવા લાગ્યો.
મેરઠમાં યુનિવર્સિટી રોડ પર નારિયલ પાણી વેચતા આ બે યુવા ભાઈઓનું કહેવું છે કે કોરોના કાળમાં ઘર ખર્ચ ચલાવવો મુશ્કેલ થઈ ગયો હતો. જેથી તેમણે નારિયલ પાણી વેચવાનું કામ શરૂ કર્યું. જોકે, તેઓ જાણતા હતા કે કોરોના કર્ફ્યૂના આ સમયમાં રસ્તા કિનારે કોણ નારિયલ પાણી પીવા આવશે. પરંતુ જ્યારે તેઓએ દુકાનની બહાર એક બેનર લગાવ્યું કે નારિયલ પાણીની હોમ ડિલીવરી પણ તેઓ કરશે તો કામ મળવા લાગ્યું.
લોકો આપેલા નંબર પર ફોન કરવા લાગ્યા અને બે ભાઈઓની ટીમ ફટાફટ લોકોના ઘરે-ઘરે નારિયલ પાણી પહોંચાડવા લાગ્યા. પરિણામ એવું આવ્યું કે રોજ આ ભાઈઓની હજારો રૂપિયાની આવક થવા લાગી. આજની તારીખમાં લોકો આ દુકાન પર નારિયલ પાણી પીવા તો આવે જ છે તેની સાથોસાથ હોમ ડિલીવરી પણ વધી ગઈ છે.
આ પહેલા લૉકડાઉન દરમિયાન નેશનલ હાઇવે 58 પર એક વ્યક્તિએ બેરોજગારીને મ્હાત આપવા માટે પોતાની કારને જ હરતી ફરતી દુકાન બનાવી દીધી હતી. તેણે પોતાની કારને એવી ડિઝાઇન કરાવી લીધી હતી કે તેઓ જ્યાં ઈચ્છે ત્યાં દુકાન લગાવી દેતા હતા. આ વ્યક્તિની ક્રિએટિવીટીની જ અસર હતી કે કોરોના કાળમાં જ્યારે લોકો રોજગારી જ હોવાના નિસાસા નાખી રહ્યા હતા ત્યારે તેમણે પોતાની આવક હજારો રૂપિયાની કરી દીધી હતી. હવે નારિયલ પાણીની હોમ ડિલીવરી કરીને આ ભાઈઓએ કોરોના કાળમાં પોતાની આવકનું માધ્યમ શોધી જ લીધું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર