મુંબઇ. MedPlus Health Services: મેડપ્લસ હેલ્થ સર્વિસિસ આઈપીઓનું આજે એટલે કે 23મી ડિસેમ્બરના રોજ શેર બજારમાં મજબૂત લિસ્ટિંગ થયું છે. BSE પર મેડપ્લસ હેલ્થ સર્વિસિસનો શેર 27.51 ટકા પ્રીમિયમ સાથે 1015 રૂપિયા પર લિસ્ટ થયો હતો. NSE પર MedPlus Health Services નો શેર 30.65 ટકા પ્રીમિયમ સાથે 1040 રૂપિયા પર લિસ્ટ થયો હતો. મેડપ્લસ હેલ્થ સર્વિસિસના શેરની ઇશ્યૂ કિંમત 796 રૂપિયા છે. આ રીતે NSE પર મેડપ્લસ હેલ્થનો શેર (MedPlus Health share) 244 રૂપિયા અને BSE પર ઇશ્યૂ કિંમતથી 219 રૂપિયા ઉપર ખુલ્યો હતો.
મેડપ્લસ હેલ્થ સર્વિસિસ આઈપીઓ (MedPlus Health Services IPO)
મેડપ્લસ હેલ્થનો આઈપીઓ 13મી ડિસેમ્બરના રોજ ખુલ્યો હતો અને 15મી ડિસેમ્બરના રોજ બંધ થયો હતો. આઈપીઓ 52.59 ગણો ભરાયો હતો. જેમાં ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત હિસ્સો 112 ગણો, નોન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત હિસ્સો 85 ગણો, રિટેલ અને કર્મચારીઓ માટે અનામત હિસ્સો ક્રમશ: 5.23 અને 3.05 ગણો ભરાયો હતો.
પ્રાઇસ બેન્ડ (MedPlus Health IPO price band)
મેડપ્લસ હેલ્થ કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 780-796 રૂપિયા રાખી હતી.
આઈપીઓ સાઇઝ (MedPlus Health IPO size)
મેડપ્લસ હેલ્થે પહેલા જ પોતાના આઈપીઓની સાઇઝ 1,639 કરોડ રૂપિયાથી ઘટાડીને 1398.30 કરોડ રૂપિયા કરી દીધી હતી. જેમાં 600 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ હતો તેમજ વર્તમાન શેરધારકો તેમજ પ્રમોટરો 798 કરોડ રૂપિયાના શેર ઑફર ફૉર સેલ હેઠળ વેચ્યા હતા. ઑફર ફૉર સેલમાં કંપનીના શેરધારકોમાં સામેલ શામિલ પ્રેમજી ઇન્વેસ્ટમેન્ટનું PI ઓપોર્ચ્યુનિટી ફંડ આશરે 623 કરોડ રૂપિયા અને નેટકો ફાર્મા આશરે 10 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે.
કર્મચારીઓ માટે 5 કરોડ શેર અનામત
કંપનીએ આઈપીઓમાં પાંચ કરોડ ઇક્વિટી શેર પોતાના કર્મચારીઓ માટે અનામત હતા. આ ઉપરાંત તેમને પ્રત્યેક શેર પર 78 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું હતું.
લોટ સાઇઝ (MedPlus Health IPO lot size)
આ શેરમાં રોકાણકારો ઓછામાં ઓછા 18 ઇક્વિટી શેર માટે બીડ કરી શકતાહ તા. આઈપીઓની અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે રોકાણકારો ઓછામાં ઓછું 14,328 રૂપિયાનું રોકાણ કરવું જરૂરી હતું.
કોના માટે કેટલો હિસ્સો અનામત (Investor categories)
આ ઇશ્યૂનો 50% હિસ્સો ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) માટે, 15 ટકા હિસ્સો નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ અને 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યો હતો.
નાણાકીય સ્થિતિ (MedPlus Health Financials)
નાણાકીય વર્ષ 2021માં મેડપ્લસ કંપનીએ 63.11 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો, જે ગત તેના પહેલાના નણાકીય વર્ષ કરતા 1.79 કરોડ રૂપિયા વધારે છે. FY21 દરમિયાન કંપનીની આવક Rs 3,069.26 કરોડ હતી, જે તેના પહેલાના વર્ષમાં 2,870.6 કરોડ રૂપિયા હતી.
ગંગાદિ મધુકર રેડ્ડીએ વર્ષ 2006માં મેડપ્લસની સ્થાપના કરી હતી, જેઓ કંપનીના MD અને CEO છે. મેડપ્લસ નાણાકીય વર્ષ 2021માં રેવન્યૂ અને સ્ટાર્સની સંખ્યાને આધારે દેશની બીજી સૌથી મોટી ફાર્મસી રિટેલર છે. જે ફાર્માસ્યુટિકલ અને વેલનેસ પ્રોડક્ટ્સ તેમજ હોમ એન્ડ પર્સનલ કેર પ્રોડક્ટ્સ જેવા એફએમસીજી ગુડ્સ સહિત અનેક પ્રકારની પ્રોડક્ટ વેચે છે. પ્રમોટર ગંગાદિ મધુકર રેડ્ડી, અઝાઈલમેડ ઇન્વેસ્ટમેન્ટ્સ અને લોન ફુરો ઇન્વેસ્ટમેન્ટ્સ પાસે કંપનીની 43.16 ટકા ભાગીદારી છે.
આઈપીઓ ખુલતા પહેલા જ મેડપ્લસ હેલ્થના રોકાણકારોમાં સામેલ લવેન્ડર રોઝ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડે (Lavender Rose Investment Ltd) કંપનીના 550 કરોડ રૂપિયાના શેર વેચી દીધા હતા. લવેન્ડર રોઝે મેડપ્લસ હેલ્થ સર્વિસિસના આશરે 69 લાખ શેર એટલે કે 6.2 ટકા હિસ્સો વેચ્યો હતો. જે રોકાણકારોએ આ શેર્સ ખરીદ્યા હતા તેમાં SBI મ્યુચ્યુઅલ ફંડ, મોતીલાલ ઓસવાલ મ્યુચ્યુઅલ ફંડ અને માલાબાર ઇન્ડિયા ફંડના અસેટ મેનેજમેન્ટ અને લાઇફ ઇન્શ્યોરન્સ બિઝનેસ સામેલ છે.
એક રિપોર્ટ પ્રમાણે લવેન્ડર રોઝે આ શેર આઈપીઓની ઉપરની પ્રાઇસ બેન્ડ 796 રૂપિયા પર વેચ્યા હતા. હાલ લવેન્ડર રોઝની હૈદરાબાદ ખાતે હેડક્વાર્ટર ધરાવતી આ ફર્મમાં 24.6 ટકા ભાગીદારી છે, જે ભારતમાં સૌથી મોટી ફાર્મસી ચેનમાંની એકને ઑપરેટ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર