મુંબઈ: ફાર્મસી રિટેલ ચેન મેડપ્લસ હેલ્થ સર્વિસિસ લિમિટેડ (MedPlus Health Services Ltd)નો આઈપીઓ આજે એટલે કે 13 ડિસેમ્બરના રોજ ખુલશે. આઈપીઓ 15મી ડિસેમ્બરના રોજ બંધ થશે. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ (Price band) 780-796 રૂપિયા નક્કી કરી છે. આ આઈપીઓમાં 600 કરોડ રૂપિયાના નવા શેર (Fresh issue) બહાર પાડવામાં આવશે. કંપનીના વર્તમાન પ્રમોટર અને શેરધારકો 798 કરોડ રૂપિયાના શેર ઑફર ફૉર સેલ (Offer for sale) માટે મૂકશે.
સેલ્સ અને નવા સ્ટોર્સ પર વિકાસનો આધાર
તાજેતરમાં રિપોર્ટર્સ સાથે વાતચીત કરતા કંપનીના સ્થાપક ગંગાદિ મધુકર રેડ્ડી (Gangadi Madhukar Reddy)એ જણાવ્યું હતું કે, કંપનીનો ગ્રોથ તેના સેલ અને સ્ટોર્સની સંખ્યા પર આધાર રાખે છે. તેમણે કહ્યુ, "કોવિડ છતાં અમે ગત વર્ષે 350 સ્ટોર ઉમેર્યાં હતા. આ વર્ષ કોવિડની બીજી લહેરમાં બે મહિનાના લૉકડાઉન છતાં અમે પ્રથમ છ મહિના દરમિયાન 350 સ્ટોર ઉમેર્યાં છે. જેનો મતલબ છે કે અમે આ વર્ષ 700 નવા સ્ટોર્સ ખોલ્યા છે."
અગત્યની તારીખો (Important dates)
મેડપ્લસ હેલ્થનો આઈપીઓ 13મી ડિસેમ્બરના રોજ ખુલશે. રોકાણકારો ત્રણ દિવસ સુધી આઈપીઓ માટે બીડ કરી શકશે. આઈપીઓ 15મી ડિસેમ્બરના રોજ બંધ થશે.
પ્રાઇસ બેન્ડ (MedPlus Health IPO price band)
મેડપ્લસ હેલ્થ કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 780-796 રૂપિયા રાખી છે.
આઈપીઓ સાઇઝ (MedPlus Health IPO size)
મેડપ્લસ હેલ્થે પહેલા જ પોતાના આઈપીઓની સાઇઝ 1,639 કરોડ રૂપિયાથી ઘટાડીને 1398.30 કરોડ રૂપિયા કરી દીધી છે. જેમાં 600 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ અને વર્તમાન શેરધારકો તેમજ પ્રમોટરો 798 કરોડ રૂપિયાના શેર ઑફર ફૉર સેલ હેઠળ વેચશે. ઑફર ફૉર સેલમાં કંપનીના શેરધારકોમાં સામેલ શામિલ પ્રેમજી ઇન્વેસ્ટમેન્ટનું PI ઓપોર્ચ્યુનિટી ફંડ આશરે 623 કરોડ રૂપિયા અને નેટકો ફાર્મા આશરે 10 કરોડ રૂપિયાના શેર વેચશે.
કર્મચારીઓ માટે 5 કરોડ શેર અનામત
કંપનીએ આઈપીઓમાં પાંચ કરોડ ઇક્વિટી શેર પોતાના કર્મચારીઓ માટે અનામત રાખ્યા છે. આ ઉપરાંત તેમને પ્રત્યેક શેર પર 78 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.
લોટ સાઇઝ (MedPlus Health IPO lot size)
આ શેરમાં રોકાણકારો ઓછામાં ઓછા 18 ઇક્વિટી શેર માટે બીડ કરી શકે છે. આઈપીઓની અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે રોકાણકારો ઓછામાં ઓછું 14,328 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
ગ્રે માર્કેટ પ્રીમિયમ (MedPlus Health IPO Grey market premium)
આઈપીઓ વોચ પ્રમાણે મેડપ્લસ હેલ્થનું ગ્રે માર્કેટ પ્રીમિયમ હાલ 300 રૂપિયા આસપાસ ચાલી રહ્યું છે. આ પ્રીમિયમ અપર પ્રાઇસ બેન્ડથી લગભગ 38% વધારે છે.
કોના માટે કેટલો હિસ્સો અનામત (Investor categories)
આ ઇશ્યૂનો 50% હિસ્સો ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) માટે, 15 ટકા હિસ્સો નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ અને 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યો છે.
નાણાકીય સ્થિતિ (MedPlus Health Financials)
નાણાકીય વર્ષ 2021માં મેડપ્લસ કંપનીએ 63.11 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો, જે ગત તેના પહેલાના નણાકીય વર્ષ કરતા 1.79 કરોડ રૂપિયા વધારે છે. FY21 દરમિયાન કંપનીની આવક Rs 3,069.26 કરોડ હતી, જે તેના પહેલાના વર્ષમાં 2,870.6 કરોડ રૂપિયા હતી.
ગંગાદિ મધુકર રેડ્ડીએ વર્ષ 2006માં મેડપ્લસની સ્થાપના કરી હતી, જેઓ કંપનીના MD અને CEO છે. મેડપ્લસ નાણાકીય વર્ષ 2021માં રેવન્યૂ અને સ્ટાર્સની સંખ્યાને આધારે દેશની બીજી સૌથી મોટી ફાર્મસી રિટેલર છે. જે ફાર્માસ્યુટિકલ અને વેલનેસ પ્રોડક્ટ્સ તેમજ હોમ એન્ડ પર્સનલ કેર પ્રોડક્ટ્સ જેવા એફએમસીજી ગુડ્સ સહિત અનેક પ્રકારની પ્રોડક્ટ વેચે છે. પ્રમોટર ગંગાદિ મધુકર રેડ્ડી, અઝાઈલમેડ ઇન્વેસ્ટમેન્ટ્સ અને લોન ફુરો ઇન્વેસ્ટમેન્ટ્સ પાસે કંપનીની 43.16 ટકા ભાગીદારી છે.
આઈપીઓ ખુલતા પહેલાજ મેડપ્લસ હેલ્થના રોકાણકારોમાં સામેલ લવેન્ડર રોઝ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડે (Lavender Rose Investment Ltd) કંપનીના 550 કરોડ રૂપિયાના શેર વેચી દીધા છે. લવેન્ડર રોઝે મેડપ્લસ હેલ્થ સર્વિસિસના આશરે 69 લાખ શેર એટલે કે 6.2 ટકા હિસ્સો વેચ્યો છે. જે રોકાણકારોએ આ શેર્સ ખરીદ્યા છે તેમાં SBI મ્યુચ્યુઅલ ફંડ, મોતીલાલ ઓસવાલ મ્યુચ્યુઅલ ફંડ અને માલાબાર ઇન્ડિયા ફંડના અસેટ મેનેજમેન્ટ અને લાઇફ ઇન્શ્યોરન્સ બિઝનેસ સામેલ છે. MedPlus IPOના પ્રૉસ્પેક્ટ્સમાં આ જાણકારી આપવામાં આવી છે.
એક રિપોર્ટ પ્રમાણે લવેન્ડર રોઝે આ શેર આઈપીઓની ઉપરની પ્રાઇસ બેન્ડ 796 રૂપિયા પર વેચ્યા છે. હાલ લવેન્ડર રોઝની હૈદરાબાદ ખાતે હેડક્વાર્ટર ધરાવતી આ ફર્મમાં 24.6 ટકા ભાગીદારી છે, જે ભારતમાં સૌથી મોટી ફાર્મસી ચેનમાંની એકને ઑપરેટ કરે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર