Home /News /business /

MedPlus Health IPO: મેડપ્લસ હેલ્થનો આઈપીઓ 13મી ડિસેમ્બરે ખુલશે, તે પહેલા જ એક રોકાણકારો વેચ્યા રૂ. 550 કરોડના શેર

MedPlus Health IPO: મેડપ્લસ હેલ્થનો આઈપીઓ 13મી ડિસેમ્બરે ખુલશે, તે પહેલા જ એક રોકાણકારો વેચ્યા રૂ. 550 કરોડના શેર

મેડપ્લસ હેલ્થ આઈપીઓ

MedPlus Health IPO: મેડપ્લસ હેલ્થનો આઈપીઓ 13મી ડિસેમ્બરના રોજ ખુલશે. રોકાણકારો ત્રણ દિવસ સુધી આઈપીઓ માટે બીડ કરી શકશે. આઈપીઓ 15મી ડિસેમ્બરના રોજ બંધ થશે.

    મુંબઈ: ફાર્મસી રિટેલ ચેન મેડપ્લસ હેલ્થ સર્વિસિસ લિમિટેડ (MedPlus Health Services Ltd)નો આઈપીઓ 13 ડિસેમ્બરના રોજ ખુલશે. જોકે, આ પહેલા જ મેડપ્લસ હેલ્થના રોકાણકારોમાં સામેલ લવેન્ડર રોઝ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડે (Lavender Rose Investment Ltd) કંપનીના 550 કરોડ રૂપિયાના શેર વેચી દીધા છે. લવેન્ડર રોઝે મેડપ્લસ હેલ્થ સર્વિસિસના આશરે 69 લાખ શેર એટલે કે 6.2 ટકા હિસ્સો વેચ્યો છે. જે રોકાણકારોએ આ શેર્સ ખરીદ્યા છે તેમાં SBI મ્યુચ્યુઅલ ફંડ, મોતીલાલ ઓસવાલ મ્યુચ્યુઅલ ફંડ અને માલાબાર ઇન્ડિયા ફંડના અસેટ મેનેજમેન્ટ અને લાઇફ ઇન્શ્યોરન્સ બિઝનેસ સામેલ છે. MedPlus IPOના પ્રૉસ્પેક્ટ્સમાં આ જાણકારી આપવામાં આવી છે.

    કયા ભાવે શેર વેચ્યા?

    એક રિપોર્ટ પ્રમાણે લવેન્ડર રોઝે આ શેર આઈપીઓની ઉપરની પ્રાઇસ બેન્ડ 796 રૂપિયા પર વેચ્યા છે. હાલ લવેન્ડર રોઝની હૈદરાબાદ ખાતે હેડક્વાર્ટર ધરાવતી આ ફર્મમાં 24.6 ટકા ભાગીદારી છે, જે ભારતમાં સૌથી મોટી ફાર્મસી ચેનમાંની એકને ઑપરેટ કરે છે.

    અગત્યની તારીખો (Important dates)

    મેડપ્લસ હેલ્થનો આઈપીઓ 13મી ડિસેમ્બરના રોજ ખુલશે. રોકાણકારો ત્રણ દિવસ સુધી આઈપીઓ માટે બીડ કરી શકશે. આઈપીઓ 15મી ડિસેમ્બરના રોજ બંધ થશે.

    પ્રાઇસ બેન્ડ (MedPlus Health IPO price band)

    મેડપ્લસ હેલ્થ કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 780-796 રૂપિયા રાખી છે.

    આઈપીઓ સાઇઝ (MedPlus Health IPO sixe)

    મેડપ્લસ હેલ્થે પહેલા જ પોતાના આઈપીઓની સાઇઝ 1,639 કરોડ રૂપિયાથી ઘટાડીને 1398.30 કરોડ રૂપિયા કરી દીધી છે. જેમાં 600 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ અને વર્તમાન શેરધારકો તેમજ પ્રમોટરો 798 કરોડ રૂપિયાના શેર ઑફર ફૉર સેલ હેઠળ વેચશે.

    ઑફર ફૉર સેલમાં કંપનીના શેરધારકોમાં સામેલ શામિલ પ્રેમજી ઇન્વેસ્ટમેન્ટનું PI ઓપોર્ચ્યુનિટી ફંડ આશરે 623 કરોડ રૂપિયા અને નેટકો ફાર્મા આશરે 10 કરોડ રૂપિયાના શેર વેચશે.

    કર્મચારીઓ માટે 5 કરોડ શેર અનામત:

    કંપનીએ આઈપીઓમાં પાંચ કરોડ ઇક્વિટી શેર પોતાના કર્મચારીઓ માટે અનામત રાખ્યા છે. આ ઉપરાંત તેમને પ્રત્યેક શેર પર 78 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.

    લોટ સાઇઝ (MedPlus Health IPO lot size)

    આ શેરમાં રોકાણકારો ઓછામાં ઓછા 18 ઇક્વિટી શેર માટે બીડ કરી શકે છે. આઈપીઓની અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે રોકાણકારો ઓછામાં ઓછું 14,328 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

    ગ્રે માર્કેટ પ્રીમિયમ (MedPlus Health IPO Grey market premium)

    આઈપીઓ વોચના કહેવા પ્રમાણે મેડપ્લસ હેલ્થના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 300 રૂપિયા આસપાસ છે, જે ઇશ્યૂ કિંમતથી 38% વધારે છે.

    નાણાકીય સ્થિતિ (MedPlus Health Financials)

    નાણાકીય વર્ષ 2021માં મેડપ્લસ કંપનીએ 63.11 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો, જે ગત તેના પહેલાના નણાકીય વર્ષ કરતા 1.79 કરોડ રૂપિયા વધારે છે. FY21 દરમિયાન કંપનીની આવક Rs 3,069.26 કરોડ હતી, જે તેના પહેલાના વર્ષમાં 2,870.6 કરોડ રૂપિયા હતી.

    આ પણ વાંચો: Star Health IPO લિસ્ટિંગ: બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ એક જ દિવસમાં કરી 6,000 કરોડ રૂપિયાની કમાણી!

    કંપની વિશે

    ગંગાદિ મધુકર રેડ્ડીએ વર્ષ 2006માં મેડપ્લસની સ્થાપના કરી હતી, જેઓ કંપનીના MD અને CEO છે. મેડપ્લસ નાણાકીય વર્ષ 2021માં રેવન્યૂ અને સ્ટાર્સની સંખ્યાને આધારે દેશની બીજી સૌથી મોટી ફાર્મસી રિટેલર છે. જે ફાર્માસ્યુટિકલ અને વેલનેસ પ્રોડક્ટ્સ તેમજ હોમ એન્ડ પર્સનલ કેર પ્રોડક્ટ્સ જેવા એફએમસીજી ગુડ્સ સહિત અનેક પ્રકારની પ્રોડક્ટ વેચે છે. પ્રમોટર ગંગાદિ મધુકર રેડ્ડી, અઝાઈલમેડ ઇન્વેસ્ટમેન્ટ્સ અને લોન ફુરો ઇન્વેસ્ટમેન્ટ્સ પાસે કંપનીની 43.16 ટકા ભાગીદારી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, IPO, Share market, આરોગ્ય

    આગામી સમાચાર