Home /News /business /Medanta IPO Listing: આજે મેદાંતાના શેર્સનું લિસ્ટિંગ, જાણો રોકાણકારો રુપિયા બનાવશે કે થશે નુકસાન?

Medanta IPO Listing: આજે મેદાંતાના શેર્સનું લિસ્ટિંગ, જાણો રોકાણકારો રુપિયા બનાવશે કે થશે નુકસાન?

મેદાંતાના શેર જેમને લાગ્યા છે તેમણે આજે લિસ્ટિંગ થતાં શું કરવું જોઈએ?

Global Health IPO: મેદાંતા હોસ્પિટલ ચેન ધરાવતી ગ્લોબલ હેલ્થ કંપનીના આઈપીઓમાં એક મોટો ભાગ ઓફર ફોર સેલ હતો અને તેને રોકાણકારો દ્વારા રિસ્પોન્સ પણ પ્રમાણમાં ઓછો મલ્યો હતો. તેવામાં આજે માર્કેટમાં તેનું લિસ્ટિંગ કેવું રહેશે? જેમણે ભર્યો છે અને શેર લાગ્યા છે તેમને કોઈ ફાયદો મળશે કે પછી હાથના કર્યા હૈયે વાગશે જેવો ઘાટ સર્જાશે.

વધુ જુઓ ...
  મેદાંતા નામથી હોસ્પિટલ (Medanta Hospital) ચેન ચલાવતી કંપની ગ્લોબલ હેલ્થના શેરનું આજે બુધવારે 16 નવેમ્બરે સ્ટોક એક્સચેન્જ્સ પર લિસ્ટિંગ થવાનું છે. જોકે રોકાણકારોનું માનીએ તો શેરબજારમાં હાલ સ્થિતિ સારી છે તેમ છતાં લોન્ચ થવા જતા કંપનીના આ શેરમાં ભાગ્યે જ રોકાણકારોને આજે કોઈ ખુશી મળી શકે છે. જો શેર તેની કિંમતો કરતાં પ્રીમિયમ પર લિસ્ટ થાય પણ છે તો પણ તે ખૂબ જ સામાન્ય હશે. તમને જણાવી દઈએ કે ગ્લોબલ હેલ્થના આઈપીઓનો એક મોટો ભાગ ઓફર ફોર સેલ અંતર્ગત હતો. આઈપીઓના સબ્સ્ક્રિપ્શનના આંકડા જોઈને તેના પ્રીમિયમ લિસ્ટિંગની આશા ખૂબ જ ઓછી છે. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ સિવાય બાકીની તમામ કેટેગરીમાં આઈપીઓને ખૂબ જ નબળી પ્રતિક્રિયા સાંપડી હતી.

  આ પણ વાંચોઃ ગુજરાતમાં બે-બે પ્લાન્ટ ધરાવતી આ ફાર્મા કંપનીના શેરમાં 43%ના ઉછળાનો બ્રોકરેજ હાઉસને છે વિશ્વાસ

  શું છે ગ્રે માર્કેટ પ્રીમિયમના સંકેત?


  ગ્રે માર્કેટમાં પણ મેદાંતાના શેરની કોઈ બંપર લિસ્ટિંગની આશા દેખાતી નથી. એનાલિસ્ટોએ કહ્યું કે મંગળવારે ગ્રે માર્કેટમાં મેદાંતાના શેર ફક્ત 5થી 7 ટકાના પ્રીમિયમ પર કારોબાર કરી રહ્યા હતા.

  એક્સપર્ટની સલાહ?


  Tradingoના ફાઉન્ડર પાર્થ ન્યાતીએ કહ્યું કે, 'આ આઈપીઓમાં લિસ્ટિંગ નબળું રહેશે તેવી શક્યતા જોવાઈ રહી છે. વેલ્યુએશન મામલે જોઈએ તો રોકાણકારો માટે અહીં કંઈ જ ખાસ નથી. તેનું સબ્સક્રિપ્શન પણ આશા કરતાં ઓછું થયું છે અને આઈપીઓનો મોટોભાગ ઓફર ફોર સેલમાં છે. મેદાંતાના શેરનું હાલનું ગ્રે માર્કેટ પ્રીમિયમ તેની ઈશ્યુ પ્રાઈસ કરતાં ફક્ત 6 ટકા વધારે છે.'

  આ પણ વાંચોઃ શેરબજારમાં છે તગડી કમાણી માટે 35 સ્માર્ટ બીટા ફંડ્સ, પણ તમારા માટે ક્યું પરફેક્ટ? આ રીતે અલગ તારવો

  ન્યાતીએ કહ્યું કે, 'કંપનીની આર્થિક સ્થિતિ સારી છે અને તે સતત વધુ સારી બની રહી છે. જોકે IPO પછી કંપનીના પ્રમોટર્સની ભાગીદારી ઘટીને 33 ટકા પર આવી જશે. તે ઉપરાંત આ ઈશ્યુનું વેલ્યુએશન પણ 43 ના P/E રેશિયો પર વ્યાજબી હતું કેમ કે ઇન્ડસ્ટ્રીનો સરેરાશ P/E રેશિયો 51.93 છે.' ન્યાતીએ ફક્ત લોંગ ટર્મ રોકાણકારોને જ મેદાંતાનો આઈપીઓ ભરવા માટેની સલાહ આપી હતી.

  છૂટક રોકાણકારોનો આરક્ષિત ભાગ ન થયો પૂર્ણ સબ્સક્રાઈબ


  મેદાન્તાનો રૂ.2206 કરોડનો IPO 3-7 નવેમ્બરની વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો અને એકંદરે તે 9.58 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો. જો કે, રિટેલ રોકાણકારો માટે આરક્ષિત શેરનો ભાગ સંપૂર્ણપણે સબસ્ક્રાઇબ થઈ શક્યો નથી. આ IPO માટે શેર દીઠ રૂ.319-336 નો પ્રાઇસ બેન્ડ અને 44 શેરની લોટ સાઈઝ નક્કી કરવામાં આવી હતી.

  આ પણ વાંચોઃ શેરબજારમાં બંપર કમાણી માટે લક્ષ્મી ઐય્યરની સ્ટ્રેટેજી અપનાવો પછી બેઠાં બેઠાં રુપિયા ગણો

  સબસ્ક્રિપ્શન વિશે વાત કરીએ તો, સૌથી ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) માટે આરક્ષિત ભાગ લઘભગ 28.64 ગણો ભરાયો હતો. ત્યારબાદ બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) દ્વારા 4.02 ગણો સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યો હતો અને પછી રિટેલ રોકાણકારો માટે આરક્ષિત ભાગ 0.88 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો. એકંદરે ઇશ્યૂ 9.58 વખત સબસ્ક્રાઇબ થયો હતો.

  કંપની વિશે જાણો


  મેદાન્તાની ગણતરી ઉત્તર અને પૂર્વ ભારતમાં સૌથી મોટી ખાનગી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થાય છે. તેની શરૂઆત 2004માં કરવામાં આવી હતી. મેદાંતા બ્રાન્ડ હેઠળ ગુરુગ્રામ, ઈન્દોર, રાંચી, લખનૌ અને પટનામાં 5 હોસ્પિટલો છે. કંપનીની નાણાકીય સ્વાસ્થ્યની વાત કરીએ તો ચાલુ નાણાકીય વર્ષનો પ્રથમ ત્રિમાસિક ગાળા ખાસ રહ્યો નથી. કંપનીએ એપ્રિલ-જૂન 2022માં રૂ. 58.71 કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો હતો જ્યારે એક ક્વાર્ટર અગાઉ જાન્યુઆરી-માર્ચ 2022માં રૂ. 196.2 કરોડનો ચોખ્ખો નફો હતો.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business news, IPO launched, IPO News, Share market, Stock market Tips

  विज्ञापन
  विज्ञापन