Home /News /business /Medanta IPO: પહેલા દિવસે રોકાણકારોનો રહ્યો સુસ્ત પ્રતિભાવ, રોકાણ કરતાં પહેલા જાણો GMP સહિતની ડિટેઇલ્સ

Medanta IPO: પહેલા દિવસે રોકાણકારોનો રહ્યો સુસ્ત પ્રતિભાવ, રોકાણ કરતાં પહેલા જાણો GMP સહિતની ડિટેઇલ્સ

મેદાંતાના આઈપીઓમાં તમારે રુપિયા રોકાય કે શું?

Medanta IPO GMP And Other Details: મેદાંતા આઈપીઓ ગુરુવાર 3 નવેમ્બરથી ખૂલ્યો છે તેવામાં તમારે આઈપીઓ ભરવો જોઈએ કે નહીં તેમજ પહેલા દિવસે રોકાણકારોનો કેવો પ્રતિસાદ રહ્યો છે તે જાણો.

  મુંબઈઃ મેદાંતા હોસ્પિટલ ચેઈનની કંપની ગ્લોબલ હેલ્થ આઈપીઓનો રુ. 2206 કરોડનો આઈપીઓ 3 નવેમ્બરના દિવસે ખૂલ્યો હતો. આ આઈપીઓમાં 500 કરોડ રુપિયાના નવા શેર જાહેર કરવામાં આવશે અને 1706 કરોડ રુપિયાના શેર ઓફર ફોર સેલ વિંડો અતંર્ગત વેચવામાં આવશે. હોસ્પિટલ ચેઈન કંપની ઉત્તર અને પૂર્વ ભારતમાં પોતાની હાજરી ધરાવે છે અને આગામી 3-4 વર્ષમાં પોતાની બેડ કેપેસિટી 40 ટકા વધારવા માગે છે.

  આઈપીઓનો પ્રાઈસ બેન્ડ


  આઈપીઓ ખૂલતા પહેલા મેદાન્તાએ એન્કર ઇન્વેસ્ટર પાસેથી રુ.662 કરોડ રુપિયાનું ફંડ મેળવ્યું હતું. જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડો. નરેશ ત્રેહાનની ગ્લોબલ હેલ્થે પોતાના આઈપીઓ માટે 319-336 રુપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ સેટ કર્યો છે અને લોટ સાઇઝ 44 શેરની છે. જ્યારે પ્રતિ શેર ફેસ વેલ્યુ રુ. 2 છે.

  આ આઈપીઓ મારફત વેદાંતા રુ.2119થી 2206 કરોડ રુપિયાનું ફંડ એકત્રિત કરવા માગે છે. જે માટે રુ. 500 કરોડના 1.49-1.57 કરોડ શેર ફ્રેશ ઈશ્યુ સ્વરુપે જ્યારે રુ. 1169થી રુ. 1706 કરોડના કુલ 5.08 કરોડ શેર ઓફર ફોર સેલ અંતર્ગત વેચાણ માટે રજૂ કરવામાં આવ્યા છે. ઓફર ફોર સેલમાં વેદાંતાના શેર હોલ્ડર્સ અનંત ઇન્વેસ્ટમેન્ટ લિ. 5.07 કરોડના શેર વેચવા માટે કાઢશે જ્યારે સુનિલ સચદેવા અને સુમન સચદેવા 1 લાખ શેર વેચવા માટે કાઢશે. જેના વેચાણથી કંપનીને કોઈ જ લાભ થશે નહીં.

  આ પણ વાંચોઃ આ ખેતી છે સોનાની ખાણ, ગુજ્જુ ખેડૂતને 7 વીઘા જમીનમાં 18 લાખની કમાણી

  એકઠા થયેલા ફંડનો શું ઉપયોગ થશે?


  તાજા ઈશ્યુમાંથી મળેલી ચોખ્ખી આવકમાંથી રૂ. 375 કરોડનું કંપનીની પેટાકંપનીઓમાં રોકાણ કરવામાં આવશે. જે ઉધારીની પૂર્વચુકવણી/ચૂકવણી માટે ફંડનો ઉપયોગ કરશે. બાકી રહેલા ભંડોળનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

  ગ્લોબલ હેલ્થ કંપનીના આર્થિક લેખાજોખા


  માર્ચ 2020 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ દરમિયાન, કંપનીએ રૂ. 1,480 કરોડની આવક મેળવી હતી. FY21માં આવક રૂ. 1,418 કરોડ હતી જ્યારે કંપનીએ FY22 દરમિયાન રૂ. 2,166 કરોડની આવક નોંધાવી હતી. જૂન 2022માં પૂરા થયેલા ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન તેની આવક રૂ. 596 કરોડ હતી. ગયા વર્ષે આ જ સમયગાળામાં આવક રૂ. 472 કરોડ હતી.

  FY20-22માં આવક 20 ટકાના CAGR પર વધી છે, જેમાં બેડ ક્ષમતામાં આઠ ટકા CAGRનો વધારો છે. હોસ્પિટલની બેડ ઓક્યુપેન્સી 60 ટકા સુધી સુધરી છે અને ઓપરેટિંગ બેડ દીઠ સરેરાશ આવક (ARPOB) સમાન સમયગાળામાં 4 ટકા વધી છે.

  આ પણ વાંચોઃ કમુરતાં પૂરા થતાં જ સોના-ચાંદીમાં પણ ઉછાળો, જાણો તમારા શહેરના ભાવ

  ગ્લોબલ હેલ્થ આઈપીઓ જીએમપી


  બજાર નિરીક્ષકોના જણાવ્યા મુજબ, ગ્લોબલ હેલ્થ શેર આજે ગ્રે માર્કેટમાં રૂ. 19ના પ્રીમિયમ (GMP) પર ઉપલબ્ધ છે. કંપનીના શેર બુધવાર, 16 નવેમ્બર, 2022 ના રોજ અગ્રણી સ્ટોક એક્સચેન્જો BSE અને NSE પર સૂચિબદ્ધ થવાની અપેક્ષા છે. તેમજ 11 નવેમ્બરે શેરની ફાળવણી કરવામાં આવશે, અને જેમને આઈપીઓ ન લાગ્યો હોય તેવા બિડર્સને રિફંડ 14 નવેમ્બરના રોજ જમા કરવામાં આવશે. 15 નવેમ્બર સુધીમાં જેમને આઈપીઓ લાગ્યો હોય તેવા બિડર્સના ડીમેટ ખાતામાં શેર જમા કરવામાં આવશે અને 16 નવેમ્બરે શેરબજારમાં ડેબ્યૂ થશે. .

  ગ્લોબલ હેલ્થ IPOમાં તમારે રોકાણ કરવું જોઈએ?


  ઘણા બ્રોકરેજ હાઉસ આ મુદ્દા પર હકારાત્મક રહ્યા છે અને યોગ્ય મૂલ્યાંકન, વૃદ્ધિની સંભાવનાઓ અને મજબૂત બિઝનેસ મોડલને ટાંકીને તેને સબસ્ક્રાઇબ કરવાનું સૂચન કરે છે. જોકે, ઊંચો ખર્ચ એ કંપની માટે મોટું જોખમ છે, એમ તેઓએ જણાવ્યું હતું.

  રિલાયન્સ સિક્યોરિટીઝે જણાવ્યું હતું કે, પડકારજનક વાતાવરણ હોવા છતાં, કંપનીએ યોગ્ય ઓપરેશનલ અને નાણાકીય કામગીરીને જાળવી રાખી વિશ્વ-કક્ષાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉચ્ચ સ્તરના તબીબી સાધનો અને ટેકનોલોજી સાથે તેની મોટાભાગની હોસ્પિટલોને તૈયાર કરી છે. આ સાથે તેમણે મજબૂત ક્લિનિકલ નિપુણતા, ક્લિનિકલ સંશોધન અને એકેડમિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા, ગીચ વસ્તીવાળા વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવા, મોટા રાજ્યોના મુખ્ય શહેરોમાં હાજરી, યોગ્ય બ્રાન્ડ ઇક્વિટી, અનુભવી મેનેજમેન્ટ ટીમ અને મૂલ્યાંકનને ધ્યાનમાં રાખીને આ ઈશ્યુને સબ્સ્ક્રાઇબ કરવાની ભલામણ કરી છે.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business news, Earn money, IPO News

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन