Home /News /business /Lockdown : અહીં કામ કરતા કર્મચારીઓને માટે ખુશખબરી, મળશે 3 ગણી Salary

Lockdown : અહીં કામ કરતા કર્મચારીઓને માટે ખુશખબરી, મળશે 3 ગણી Salary

દેશભરમાં તેના 400 કર્મચારી છે, જેમાંથી 300 મુંબઈ મુખ્ય કાર્યાલયમાં કાર્યરત છે.

દેશભરમાં તેના 400 કર્મચારી છે, જેમાંથી 300 મુંબઈ મુખ્ય કાર્યાલયમાં કાર્યરત છે.

    મુંબઈ : દેશની સૌથી મોટી કોમોડિટી એક્સચેન્જ MCXએ પોતાના એવા કેટલાક કર્મચારીઓને ત્રણ ગણી સેલરી આપવાની જાહેરાત કરી છે, જે શહેરમાં તેમની ઓફિસથી કામ કરી રહ્યા છે. MCX દેશનું સૌથી મોટું જિંસ એક્સચેન્જ છે. એક્સચેન્જના દેશભરમાં 400 કર્મચારી છે, જેમાંથી 300 મુંબઈ મુખ્ય કાર્યાલયમાં કાર્યરત છે.

    એક્સચેન્જના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ગત શુક્રવારે MCXના 50 મહત્વપૂર્ણ કર્મચારી કાર્યાલયથી કામ કરી રહ્યા છે. ઓફિસમાં તેમના માટે જરૂરી સુવિધા કરવામાં આવી છે અને સાથે તેમને એક્સચેન્જ ભવનમાં રોકાવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

    આવું કરનાર એકમાત્ર એક્સચેન્જ છે MCX

    એક્સચેન્જના એક અધિકારીએ કહ્યું કે, આ કર્મચારીઓ જે જોખમ ઉઠાવી રહ્યા છે તેને ધ્યાનમાં રાખતા મેનેજમેન્ટે તેમને ઓછામાં ઓછુ બે ગણું વેતન અને કેટલાકને ત્રણ ગણી સેલરી આપવાનો નિર્ણય કર્યો છે. અધિકારીએ દાવો કર્યો કે, MCX આવું કરનાર એકમાત્ર એક્સચેન્જ છે.

    એસબીઆઈ પણ આપશે એકસ્ટ્રા સેલરી

    તમને જણાવી દઈએ કે, એસબીઆઈએ પણ લોકડાઉન દરમિયાન કામ કરનારા પોતાના કર્મચારીઓને એકસ્ટ્રા સેલરી આપવાની જાહેરાત કરી છે. 23 માર્ચથી લઈ 14 એપ્રિલ સુધીની તારીખ આ જાહેરાતમાં કવર કરવામાં આવી છે. આ હેઠળ એસબીઆઈની દરેક બ્રાન્ચમાં કામ કરતા CPCs, CACs, Treasury Operations, Global Markets, GITC અને IT Servicesના લોકો સામેલ કરવામાં આવ્યા છે.
    First published:

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો