GST થયો ઓછો, પણ રેસ્ટોરન્ટના બિલમાં ગ્રાહકોને નથી થતો ફાયદો

GST થયો ઓછો, પણ રેસ્ટોરન્ટના બિલમાં ગ્રાહકોને નથી થતો ફાયદો

  • Share this:
    સરકારે હોટલ અને રેસ્ટોરન્ટમાં જમવા પર લાગતો જીએસટી દર ઘટાડીને 5 ટકા કરી દીધો છે, પરંતુ આનો ફાયદો હજુ સુધી ગ્રાહકોને પૂરતા પ્રમાણમાં પહોંચ્યો નથી. સોશિયલ મીડિયા પર મેકડોનાલ્સના બે બિલની તસવીરો વાયરલ થઇ છે. આ તસવીરોમાં એક બિલ 7 નવેમ્બરનું છે, તો બીજી બીજુ બિલ 15 નવેમ્બરનું છે. જો કે પહેલા બિલમાં 18 ટકા જીએસટી લાગુ કર્યો છે તો બીજા બિલમાં 5 ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. પરંતુ એક જ વસ્તુ માટે બે વાર પૈસા એટલા જ લગાવવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે, ટેક્સમાં ઘટાડો થયો પછી બિલ પણ ઓછુ થઇ જવુ જોઇએ.

    GST થયો ઓછો, પણ ગ્રાહકોને નથી મળી રહ્યો ફાયદો


    7 નવેમ્બરના રોજ જ્યારે ગ્રાહકે એક રેગ્યુલર કેફે લોટેની ખરીદી કરી હતી ત્યારે જીએસટી વગર તેની કિંમત 120 રૂપિયા હતી. જીએસટી લાગ્યા બાદ તેની કિંમત 142 રૂપિયા થઈ છે. 15 નવેમ્બરે કેફે લોટેની કિંમત 5 ટકા જીએસટી સાથે 135.24 રૂપિયા થઈ ગઈ છે, પરંતુ આ વખતે જીએસટીમાં ઘટાડો કરાયો હોવા છતાં બિલ 142 રૂપિયા જ આવ્યું હતું. ત્યાર બાદ એક ટ્વિટર યૂઝર્સે બંને બિલની તસવીર શેર કરીને એક પ્રશ્ન પૂછ્યો કે, મેકડોનાલ્ડે જીએસટીમાં ઘટાડો કર્યા બાદ પણ તેનો ફાયદો ગ્રાહકોને કેમ આપી રહી નથી.

    મેકડોનાલ્ડે કહ્યું વધી ગઈ ઓપરેશનલ કોસ્ટ
    મેકડોનાલ્ડે એક ટ્વિટ કરીને કહ્યું કે, જીએસટી રેટ ભલે 18થી 5 ટકા કરી દેવામાં આવ્યો છે, પરંતુ ઈનપુટ ટેક્સ ક્રેડિટ હટાવી દેવામાં આવી છે જેના કારણે અમારા ઓપરેશનલ કોસ્ટમાં વધારો થઈ ગયો છે.

    ગયા સપ્તાહે GST કાઉન્સિલે ટેક્સમાં કર્યો ઘટાડો
    જીએસટી કાઉન્સિલે ગયા દિવસોમાં 211 ચીજ વસ્તુઓના રેટમાં ફેરફાર કર્યા હતા. જેમાં હોટલ પર લાગવામાં આવતા જીએસટી રેટમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. હવે આ રેટ ઘટીને માત્ર 5 ટકા કરી દેવામાં આવ્યો છે.

    પહેલા જ મળી ગયા હતા ફાયદા ના મળવાના સંકેત
    રેસ્ટોરન્ટ અને હોટલ કાઉન્સિલ પહેલા જ આ વાતનો સંકેત આપી ચૂક્યા હતા કે, જીએસટી રેટ ઘટાડવાથી તેમને કોઈ જ ફાયદો થશે નહી. કેમ કે, આમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટને ઘટાડી દેવામાં આવ્યો છે. આમાં તેમનો ખર્ચ વધશે અને જેના કારણે તેઓ મેન્યૂ પ્રાઈસ વધારી શકે છે. તેમને કહ્યું હતું કે, તેઓ ચાર્જમાં 12 ટકા વધારી શકે છે.


    Published by:News18 Gujarati
    First published:November 17, 2017, 13:45 IST