McDonald'sના CEOએ કર્મચારી સાથે બાંધ્યા સંબંધ, કંપનીએ હાંકી કાઢ્યા

કંપનીએ પોતાની પ્રેસ રિલીઝમાં સ્ટીવ ઇસ્ટરબ્રુકનો એક ઈ-મેલ પણ શૅર કર્યો છે, જેમાં તેઓએ પોતાની ભૂલ સ્વીકારી છે

News18 Gujarati
Updated: November 4, 2019, 10:07 AM IST
McDonald'sના CEOએ કર્મચારી સાથે બાંધ્યા સંબંધ, કંપનીએ હાંકી કાઢ્યા
કંપનીએ પોતાની પ્રેસ રિલીઝમાં સ્ટીવ ઇસ્ટરબ્રુકનો એક ઈ-મેલ પણ શૅર કર્યો છે, જેમાં તેઓએ પોતાની ભૂલ સ્વીકારી છે
News18 Gujarati
Updated: November 4, 2019, 10:07 AM IST
વૉશિંગટન : ફાસ્ટ-ફૂડ ચેઇન મૅકડોનલ્ડ્સ (McDonald's)એ પોતાના ચીફ એક્ઝિક્યૂટિવ ઑફિસર (CEO) સ્ટીવ ઇસ્ટરબ્રુક (Steve Easterbrook)ના એક મહિલા કર્મચારી સાથે સંબંધના કારણે કંપનીમાંથી હાંકી કાઢ્યા છે. મૅકડોનલ્ડ્સનું કહેવું છે કે સ્ટીવ ઇસ્ટરબ્રુકે આવું કરીને કંપની પૉલિસીનો નિયમ તોડ્યો છે. જોકે, કંપનીએ એમ પણ કહ્યું કે, ઇસ્ટરબ્રુકે મહિલા કર્મચારી સાથે પરસ્પર સહમતિથી સંબંધ બાંધ્યા હતા.

ઇસ્ટરબ્રુક વર્ષ 2015થી કંપનીનું નેતૃત્વ કરી રહ્યા હતા. મૅકડોનલ્ડ્સ બોર્ડે સ્ટીવ ઇસ્ટરબ્રુક (52)ને દોષી માનતાં તેમને સીઈઓ પદેથી હટાવવાનો નિર્ણય લીધો. બોર્ડના આ નિર્ણય બાદ ઇસ્ટરબ્રુકને સીઈઓની સાથોસાથ બોર્ડ ઑફ ડાયરેક્ટર્સથી પણ હટાવું પડશે.

કંપનીએ પોતાની પ્રેસ રિલીઝમાં સ્ટીવ ઇસ્ટરબ્રુકનો એક ઈ-મેલ પણ શૅર કર્યો છે, જેમાં તેઓએ પોતાની ભૂલ સ્વીકારી છે. ઇસ્ટરબ્રુકે પોતાના ઈ-મેલમાં લખ્યું કે, તે એક ભૂલ હતી. કંપનીની ગરિમાને કાયમ રાખવા માટે મને બોર્ડનો નિર્ણય મંજૂરી છે. મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે અહીંથી આગળ વધી જશે.

ઇસ્ટરબ્રુકે આગળ લખ્યું કે, હું સ્વીકારું છું કે મેં કંપનીની એક કર્મચારી સાથે પરસ્પર સહમતિથી સંબંધ બાંધ્યા. મને બોર્ડનો નિર્ણય મંજૂર છે. મારું અહીંથી જવાની સાથે જ આશા રાખું છું કે તમે મારી અંગતતાનું સન્માન કરશો. તેઓએ મૅકડોનલ્ડ્સમાં પસાર કરેલા 4 વર્ષને પોતાના પ્રોફેશનલ લાઇફનો ઉત્તમ સમય ગણાવ્યો.

સ્ટીવ ઇસ્ટરબ્રુકને હટાવ્યા બાદ મૅકડોનલ્ડ્સ કેંપસિન્સકી (Kempczinski)ને કંપનીના નવા સીઈઓ બનાવી શકે છે.

આ પણ વાંચો,
Loading...

30 નવેમ્બર સુધી આ ફોર્મ જમા નહીં કરાવ્યું તો અટકી શકે છે પેન્શન
પ્રેમી સાથે વાંધાજનક સ્થિતિમાં મળી સગીર દીકરી, પિતાએ યુવકની કરી હત્યા
First published: November 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...