Home /News /business /મોદી સરકારની મુશ્કેલીમાં થયો વધારો, મોંઘવારીએ પકડી બૂલેટ ગતિ

મોદી સરકારની મુશ્કેલીમાં થયો વધારો, મોંઘવારીએ પકડી બૂલેટ ગતિ

દેશમાં મોંઘવારી પ્રતિદિવસે માથાના વાળની જેમ વધી રહી છે, તેના પર બ્રેક લગાવવા માટે મોદી સરકાર નિષ્ફળ નિવડી રહી છે. તાજા સરકારી આંકડાઓ અનુસાર જ દેશમાં ખાવા-પિવાની વસ્તુઓ અને પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થવાના કારણે છૂટક મોંઘવારીમાં પાંચ ટકાનો વધારો થયો છે. સેન્ટ્રલ સ્ટેટેશન ઑફિસે મંગળવારે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ અને એપ્રિલના ઔદ્યોગિક ઉત્પાદકના આંકડાઓ આપ્યા હતા. દેશનું ઔદ્યોગિક ઉત્પાદન એપ્રિલમાં (વાર્ષિક ધોરણે) 4.9 ટકા વધ્યું હતું. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે વૃદ્ધિને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી, આ તાજા સરકારી આંકડાઓમાં દર્શાવવામાં આવ્યું છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં મેન્યુફેક્ચરિંગનો હિસ્સો 78 ટકા છે તે એપ્રિલમાં વધીને 5.2 ટકા થયું હતું જે એપ્રિલમાં 4.7 ટકા હતું. સ્થાનિક સ્તરે માગમાં વૃદ્ધિ આ માટે કારણરૂપ હતી.

ખાદ્ય ચીજવસ્તુઓમાં કેટલીક વસ્તુઓના ભાવમાં વધારાને પરિણામે મે મહિનામાં રિટેલ ફુગાવો થોડો વધીને 4.87 ટકા થયો હતો. તે ઉપરાંત ખાદ્ય વસ્તુઓ અને લીલી શાકભાજી જેવી વસ્તુઓના ભાવમાં પણ દિવસે-દિવસે વધારો થઈ રહ્યો છે. કન્ઝયૂમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI)ના આંકડાઓને આધારે ફુગાવો એપ્રિલમાં 4.58 ટકા હતો. ગયા વર્ષે મે મહિનામાં ફુગાવો 2.8 ટકા હતો. સેન્ટ્રલ સ્ટેટિક્સ ઓફિસ (CSO)ના આંકડાઓ અનુસાર ગયા મહિને અન્ન ફુગાવો 3.10 ટકા હતો જે એપ્રિલમાં 2.8 ટકા હતો.

આ વર્ષે માર્ચમાં ઔદ્યોગિક ઉત્પાદન 4.4 ટકાના દરે વધ્યું હતું. માઇનિંગ ક્ષેત્રે 5.1 ટકા વૃદ્ધિ જોવા મળી હતી કે જે 2017ના એપ્રિલમાં 3 ટકા હતી. જોકે વીજળી ઉત્પાદન ક્ષેત્રે એપ્રિલમાં વૃદ્ધિ ઘટીને 2.9 ટકા થઈ હતી કે જે એક વર્ષ પૂર્વે સમાન ગાળામાં 5.4 ટકા હતી.

જાન્યુઆરી, માર્ચમાં વાર્ષિક ધોરણે 7.7 ટકાના દરે ભારતીય અર્થતંત્ર વૃદ્ધિ પામ્યું હતું જે છેલ્લા બે વર્ષમાં સૌથી ઝડપી હતું. આ સમયગાળા દરમિયાન મેન્યુફેક્ચરિંગ, કૃષિ ક્ષેત્ર અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રે સૌથી વધુ વૃદ્ધિ જોવાઈ હતી, એમ ગયા મહિનાના આંકડાઓને ટાંકી જણાવાયું હતું.

જાન્યુઆરી, માર્ચના ત્રિમાસિક ગાળામાં ચીનની 6.8 ટકા વૃદ્ધિને આ આંકડા વટાવી ગયા હતા અને મસમોટા અર્થતંત્ર તરીકે સૌથી ઝડપી વિકસતા અર્થતંત્ર તરીકે ભારતને સમર્થન આપ્યું હતું. એપ્રિલથી શરૂ થતા 2018-19ના નાણાકીય વર્ષ માટે વૃદ્ધિ વેગીલી રહેવાની ધારણા અર્થશાસ્ત્રીઓએ દર્શાવી હતી. દેશનો રિટેલ ફુગાવાનો દર મે મહિનામાં (છેલ્લાં ચાર મહિનામાં) સૌથી વધુ 4.87 ટકા હતો, એમ આજે જાહેર કરવામાં આવેલા સરકારી આંકડાઓએ દર્શાવ્યું હતું.
First published:

Tags: Modi goverment, Retail inflation