Home /News /business /જીવન વીમા સાથે ચોક્કસ રકમની ખાતરી: જાણો મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સના નવા પ્લાન વિશે
જીવન વીમા સાથે ચોક્કસ રકમની ખાતરી: જાણો મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સના નવા પ્લાન વિશે
મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ (પ્રતીકાત્મક તસવીર)
Max life smart wealth income plan: આ પ્લાન હેઠળ ગ્રાહકોને 'અર્લી ઈન્કમ', 'અર્લી ઈન્કમ વિથ ગેરંટેડ મની બેક' અથવા ‘ડિફર્ડ ઈન્કમ’ની પસંદગી કરવાનો ઓપ્શન આપવામાં આવે છે.
મુંબઈ: મેક્સ લાઈફ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડે (Max Life Insurance Company Ltd) જીવન વીમા બચત યોજનાની શરૂઆત કરી છે. જેનાથી ગ્રાહકો પોતાના પરિવારની નાણાકીય જરૂરિયાતને પૂરી કરી શકશે. મેક્સ લાઈફ ઈન્શ્યોરન્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ યોજનાની મદદથી ગ્રાહકો પોતાના પરિવાર અને તેમના સ્વજનોની નાણાકીય જરૂરિયાતોને પૂર્ણ કરી શકશે. આ પોલિસીનું નામ 'મેક્સ લાઈફ સ્માર્ટ વેલ્થ ઈનકમ પ્લાન' (max life smart wealth income plan) છે, જે એક ફ્લેક્સિબલ પોલિસી છે. ગ્રાહક કેટલા સમય સુધી આ પોલિસીને ચાલુ રાખવા ઈચ્છે છે, તે અનુસાર આ પોલિસી ડિઝાઈન કરી શકાય છે. આવકના વધારાના વિકલ્પ રજૂ કરીને ગ્રાહક પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે છે.
મેક્સ લાઈફના CEO પ્રશાંત ત્રિપાઠીએ આ પોલિસી અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, ‘જીવનમાં તમારા અને તમારા સ્વજનોના સપના પૂર્ણ કરવા જરૂરી છે. ભવિષ્યની કેટલીક જરૂરિયાતો અને ખુશીને સુનિશ્ચિત કરવાના મહત્વને અમે સમજીએ છીએ.’
શુક્રવારે લૉંચ થયો પ્લાન
અમારી ‘મેક્સ લાઈફ સ્માર્ટ વેલ્થ ઈન્કમ પ્લાન’ (Max Life Smart Wealth Income Plan) એક નવી પોલિસી છે. જે સમયે તમને નાણાકીય સુરક્ષાની જરૂરિયાત હોય છે, તે સમયે તમને આ પોલિસી હેઠળ વધારાની આવકની મદદથી નાણાકીય સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે. આ પોલિસી લાંબાગાળાની ખાતરી આપે છે અને નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે. મેક્સ લાઇફ સ્માર્ટ વેલ્થ ઈન્કમ પ્લાન 11 નવેમ્બર, શુક્રવારના રોજ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાન વિશેની તમામ જાણકારી અહીં આપવામાં આવી છે.
બોનસ પણ મળશે
ગ્રાહકો પોતાની મેક્સ લાઇફ સ્માર્ટ વેલ્થ પ્લાનની પસંદગી કરી શકશે. આ પ્લાન હેઠળ ગ્રાહકોને 'અર્લી ઈન્કમ', 'અર્લી ઈન્કમ વિથ ગેરંટેડ મની બેક' અથવા ‘ડિફર્ડ ઈન્કમ’ની પસંદગી કરવાનો ઓપ્શન આપવામાં આવે છે. આ તમામ વિકલ્પો ગેરંટેડ ઈન્કમ/ ગેરંટેડ મની બેક ઇનબિલ્ટ ગેરંટી સાથે આપવામાં આવે છે. આ પ્લાનમાં જણાવ્યા અનુસાર રોકડ બોનસ પણ આપવામાં આવશે.
'અર્લી ઈન્કમ' અને ‘ડિફર્ડ ઈન્કમ’ના કેસમાં 25 વર્ષ માટે અથવા પૉલિસીની મુદતના અંત સુધી, બે ઓપ્શનમાંથી જે ઓછું હોય ત્યાં સુધી ગેરંટીડ ઈન્કમ તરીકે ચૂકવી શકાય છે. 'અર્લી ઈન્કમ વિથ ગેરંટીડ મની બેક' વેરિઅન્ટના કેસમાં નિર્ધારિત સમય અનુસાર 3 'ગેરંટીડ મની બેક' તરીકે ચૂકવવામાં આવશે.
સર્વાઈવલ બેનેફિટ્સ (રોકડ બોનસ અને ગેરંટેડ ઈન્કમ)ની ઊપજ જરૂરિયાત અનુસાર પોલિસીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે પસંદ કરી શકાય છે. પોલિસીધારક પોલિસીની મુદત દરમિયાન કોઈપણ સમયે 'રોકડ બોનસ/ગેરંટીડ ઇન્કમ' આંશિકરૂપે અથવા સંપૂર્ણપણે પરત મેળવી શકે છે.
રેપો રેટ પ્રમાણે સર્વાઇવલ લાભ અપાશે
સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જો પોલિસીધારક દ્વારા પોલિસીના સમયગાળા દરમિયાન સર્વાઈવલ બેનેફિટ્સના લાભ મેળવવામાં નથી આવતા, તો પોલિસી પાકે તે દરમિયાન અથવા પોલિસી બંધ થવાના સમયે જે પણ લાભ મળવાપાત્ર છે, તે પોલિસીધારકને આપવામાં આવશે. RBIની વેબસાઈટ પર જણાવેલ રેપો રેટના આધાર પર સર્વાઈવલ લાભ આપવામાં આવશે.
પોલિસી પ્રમાણે મૃત્યુ સમયે મળતા લાભમાં થાય છે ફેરફાર
મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સના નિવેદન અનુસાર, આ યોજના હેઠળ 100 વર્ષ, 85 વર્ષ અથવા 75 વર્ષ સુધી આ પ્લાનનો લાભ લઈ શકાય છે. ગ્રાહકો વધારાના પ્રીમિયમની અમુક રકમ ચૂકવીને રાઇડર્સની પસંદગી કરીને તેમના પ્રોટેક્શન કવરને પણ કસ્ટમાઇઝ કરી શકે છે. જો પૉલિસીને કન્ટીન્યુ કરવામાં આવે છે, તો સર્વાઇવલ અને મેચ્યોરિટી બેનિફિટ્સ ચૂકવવામાં આવશે. કોઈપણ પ્રીમિયમ ચૂકવણીની જરૂરિયાત વગર પોલિસીધારકના મૃત્યુના કેસમાં આ ઓપ્શનની પસંદગી કરી શકાય છે. પોલિસી અનુસાર મૃત્યુ સમયે આપવામાં આવતા લાભમાં પણ ફેરફાર થાય છે.
આ પ્લાન હેઠળ ત્રણ પ્રકારનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. નિવેદન અનુસાર આ પ્લાન હેઠળ પ્રથમ વર્ષ માટે, મહિલાઓને (તમામ પેએબલ પ્રીમિયમ) અને જ્યારે પોલિસી પાકે ત્યારે વીમાની ઉચ્ચ રકમ ઉપર ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર