Home /News /business /બાકસ બે રૂપિયાની થશે! પહેલી ડિસેમ્બરથી દીવાસળીની પેટીનો ભાવ બેગણો થશે

બાકસ બે રૂપિયાની થશે! પહેલી ડિસેમ્બરથી દીવાસળીની પેટીનો ભાવ બેગણો થશે

14 વર્ષે ભાવ વધારો.

Matchbox Price Increase: પ્રથમ ડિસેમ્બરથી દીવસળીની પેટીની મહત્તમ વેચાણ કિંમત 1 રૂપિયાથી વધીને 2 રૂપિયા કરવાનો નિર્ણય કરાયો છે.

નવી દિલ્હી. Matchbox Price Increase: મોંઘવારીએ ધીમે ધીમે આમ આદમીના ઘરો પર કબજો કરી લીધો છે. ખાણી-પીણીની વસ્તુઓથી લઈને પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel price) અને રસોઈ ગેસ (LPG gas price)ના ભાવ આસમાને પહોંચી ગયા છે. દરેક ઘરમમાં એક વિશેષ મહત્ત્વ ધરાવતી બાકસ (Matchbox) એટલે કે દીવાસળીની પેટી પણ હવે મોંઘી થવા જઈ રહી છે. બાકસનો ભાવ સીધો જ ડબલ (Matchbox Price Increase) થઈ જશે તેવા સમાચાર પ્રાપ્ત થયા છે. 14 વર્ષ પછી બાકસના ભાવમાં વધારો થઈ રહ્યો છે. હાલ જે બાકસ એક રૂપિયામાં મળી રહી છે તેનો ભાવ વધીને બે રૂપિયા થશે. આ સમાચાર લોકો સોશિયલ મીડિયા પર પણ ખૂબ શેર કરી રહ્યા છે. તમામ લોકો આના પર પોત-પોતાનો અભિપ્રાય રજૂ કરી રહ્યા છે.

14 વર્ષ પછી ભાવ વધારો

ઉલ્લેખનીય છે કે અંતે બાકસ/માાચિસ/દીવાસળીની પેટીનો ભાવ 2007ના વર્ષમાં વધ્યો હતો. ત્યારે ભાવ 50 પૈસામાંથી વધારીને 1 રૂપિયા કરવામાં આવ્યો હતો. હવે 14 વર્ષ પછી બાકસના ભાવમાં ફરી ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. ડિસેમ્બરથી બાકસની કિંમત વધીને 2 રૂપિયા થશે.

તામિલનાડુના શિવાકાશી (Shivakashi) ખાતે તાજેતરમાં દીવાસળીનું ઉત્પાદન કરતા પાંચ મુખ્ય ઉત્પાદકો (All India Chamber Of Match Industries)ની બેઠક મળી હતી. જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉત્પાદક કંપનીઓના પ્રતિનિધિઓએ પહેલી ડિસેમ્બરથી દીવાસળીની પેટીની મહત્તમ વેચાણ કિંમત 1 રૂપિયાથી વધારીને 2 રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: ગુજરાતની આ કંપનીનો શેર એક વર્ષમાં 224 ગણો ભાગ્યો, 1 લાખ રૂપિયા બની ગયા 1.21 કરોડ રૂપિયા 

કાચા માલની કિંમત વધી

ઑલ ઇન્ડિયા ચેમ્બર ઑફ મેચિસની બેઠકમાં દીવાસળીનો ઉત્પાદન ખર્ચ વધવા પર થયેલી ચર્ચા બાદ કિંમત વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન દીવાસળીનું ઉત્પાદન કરતા ઉત્પાદકો કહ્યું કે, દીવાસળી બનાવવા માટે 14 પ્રકારના કાચા માલની જરૂરિયાત રહે છે. છેલ્લા દિવસોમાં આ તમામ વસ્તુઓનો ભાવ વધી ગયો છે.

ઉત્પાદન ખર્ચમાં વધારો

બેઠક દરમિયાન માહિતી આપવામાં આવી કે એક કિલોગ્રામ લાલ ફોસ્ફરસનો ભાવ 425 રૂપિયાથી વધીને 810 રૂપિયા, મીણની કિંમત 58 રૂપિયાથી વધીને 80 રૂપિયા થઈ ગઈ છે. બહારનું બૉક્સ બોર્ડ 36 રૂપિયામાં મળતું હતું તે હવે 55 રૂપિયાનું થયું છે. અંદરનું બોક્સ 32 રૂપિયામાં મળતું હતું તેના 58 રૂપિયા થયા છે. આ ઉપરાંત કાગળ, સ્પ્લિન્ટ્સની કિંમત, પોટેશિયમન કલોરેટ અને સલ્ફરની કિંમત પણ વધી છે.

આ પણ વાંચો: વધુ એક IPO: ફિનો પેમેન્ટ્સ બેંકનો IPO 29મી ઓક્ટોબરે ખુલશે- જાણો વધુ વિગત

દીવાસળીનો જથ્થાબંધ ભાવ

નેશનલ સ્મૉલ મેચબૉક્સ મેન્યુફેક્ચર્સ એસોસિએશનના સેક્રેટરી વી.એસ. સેથુરથિનમે કહ્યુ કે, દીવાસળી નિર્માતા 600 બાકસનું એક બંડલ 270 રૂપિયાથી 300 રૂપિયામાં વેચી રહ્યા છે. એક બૉક્સમાં 50 દીવાસળી આવે છે. હવે ઉત્પાદકોએ એક પેટીની કિંમત 60 ટકા વધારીને 430થી 480 રૂપિયા પ્રતિ બંડલ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં 12 ટકા જીએસટી અને ટ્રાન્સપોર્ટ ખર્ચ સામેલ નથી.

14 વર્ષ સુધી મોંઘવારી કેમ ન નડી?

14 વર્ષ સુધી દીવાસળી પર મોંઘવારીનો પડછાંયો ન પડવા અંગે એક નિર્માતાએ જણાવ્યું કે, અન્ય વસ્તુઓની જેમ દીવાળી પર પણ મોંઘવારીનો માર પડે જ છે, પરંતુ દર વખતે દીવાસળીની સાઇઝ, તેની પેટીની સાઇઝમાં ફેરફાર કરીને ભાવ સ્થિર રાખવામાં આવતો હતો. હવે ખર્ચ એટલો વધી ગયો છે કે ભાવ વધાર્યો કર્યાં વગર છૂટકો નથી.
First published:

Tags: December, Price rise

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો