નવી દિલ્હી : ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દ્વારા માસ્ટર કાર્ડ પર (Master Card) પર નવા ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને પ્રીપેડ કાર્ડ બહાર પાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આરબીઆઈના આ નિર્ણયના પગલે અનેક બેંકોને પરસેવા છૂટી રહ્યા છે. ખાસ કરીને કેટલીક બેંકો જે ફક્ત માસ્ટર કાર્ડ પર નિર્ભર છે તેમણે પોતાના વ્યવસાય માટે વીઝા (Visa) અથવા રૂપે (RuPay) કાર્ડ પર આધાર રાખવો પડશે. જોકે આ શિફ્ટીંગમાં ઓછામાં ઓછા બે મહિનાનો સમય લાગે તેવી વકી છે. ત્યાં સુધી તેમની કમાણી સાથે પેમેન્ટની સેવાઓ પ્રભાવિત થઈ શકે છે.
રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા દ્વારા માસ્ટરકાર્ડ પર સ્થાનિક ડેટા સ્ટોરેજનાં નિયમોનો હવાલો આપી માસ્ટરકાર્ડને નવા કાર્ડ આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્રીય બેંકે નવા ગ્રાહકોને 22 જુલાઈથી માસ્ટરકાર્ડના ઓન-બોર્ડિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. એપ્રિલ 2018માં આરબીઆઈએ તમામ કંપનીઓ અને ચુકવણી સેવાઓ પૂરી પાડતી ફિંટેકસ સંસ્થાઓ માટે ડેટા સ્ટોરેજ સંબંધિત નિયમો જારી કર્યા હતા. વર્ષ 2018નાં નિયમો અનુસાર આ વિદેશી કંનીઓએ દેશના સ્થાનિક સર્વરો પર ચુકવણીનો ડેટા રાખવાનો રહેશે. માસ્ટરકાર્ડ પર આ નિયમોનું પાલન ન કરવાનો આરોપ છે.
માસ્ટરકાર્ડ પર પ્રતિબંધની સૌથી મોટી અસર દેશની 5 બેંકો પર પડશે. જેમાં ખાનગી ક્ષેત્રની એક્સિસ બેન્ક (Axis Bank), યસ બેન્ક (Yes Bank), ઈન્ડસઇન્ડ બેંક (Indusind Bank), અને જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેન્કો સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SB અને બજાજ ફિન (Bajaj Fin serv)નો સમાવેશ થાય છે. વૈશ્વિક દલાલી કંપની નમુરાના અહેવાલ મુજબ આ પ્રતિબંધો બાદ આવી સાત જેટલી નાણાકીય સંસ્થાઓ અથવા બેંકો છે જે નવા કાર્ડ આપી શકશે નહીં. આ નિયમોથી આ બેંકોને રીતસરનો પરસેવો છૂટી ગયો છે.
જાણો કઈ કઇ બેંકોને સૌથી વધુ અસર થશે અને કઈ અસર થશે નહીં?
રિપોર્ટ અનુસાર, સૌથી વધુ અસરગ્રસ્ત બેંકો છે- આરબીએલ બેન્ક (RBL Bank), યસ બેન્ક (Yes Bank) અને બજાજ ફિનસર્વ (Bajaj Finserv). કારણ કે આ કાર્ડ ઇસ્યુ કરવાની બાબતમાં આ બેંકો સંપૂર્ણપણે માસ્ટરકાર્ડ પર આધારિત છે. જ્યારે ઈન્ડસઇન્ડ બેન્ક (Indusind Bank),એક્સિસ બેંક (Axis Bank) અને આઈસીઆઈસીઆઈ બેંકની ICICI 35થી 40 ટકા આધારિત છે. એસબીઆઈ (SBI) અને એસબીઆઈ કાર્ડ માસ્ટરકાર્ડ (Master card) પાસે તેમના કુલ કાર્ડ ઇશ્યૂમાંથી માત્ર 10% જ માસ્ટરકાર્ડ ઇશ્યૂ કરે છે. જયારે એચડીએફસી બેંક પર આની કોઈ અસર નહી થાય. રિઝર્વે બેન્ક ઓફ ઇન્ડિયા (RBU) એ ગયા વર્ષે જ એચડીએફસી બેંકને નવા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ જારી કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તે જ સમયે, કોટક મહિન્દ્રા બેંકનો કાર્ડ પોર્ટફોલિયો સંપૂર્ણપણે વિઝા પર આધારિત છે તેથી તેમને પણ અસર થશે નહીં.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર