Home /News /business /નવરાત્રીમાં વાહનની ખરીદી પર જોરદાર વધારો, FADAએ જાહેર કર્યા આંકડા
નવરાત્રીમાં વાહનની ખરીદી પર જોરદાર વધારો, FADAએ જાહેર કર્યા આંકડા
નવરાત્રીમાં વાહનની ખરીદી પર જોરદાર વધારો, FADAએ જાહેર કર્યા આંકડા
FADAએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબરની વચ્ચે વાહનોના છૂટક વેચાણની કુલ સંખ્યા 5,39,277 યુનિટ પર પહોંચી ગઈ છે. ગયા વર્ષે નવરાત્રિ દરમિયાન 3,42,459 વાહનોનું વેચાણ થયું હતું. એવું કહેવાય છે કે, આ વર્ષે વેચાણની મહામારી અગાઉના વર્ષ 2019ના 4,66,128 યુનિટના વેચાણ કરતાં પણ વધુ સારી હતી.
નવી દિલ્હી: દેશમાં આ વર્ષે નવરાત્રિના તહેવાર દરમિયાન વાહનોનું છૂટક વેચાણ 57 ટકા વધીને રેકોર્ડ 5.4 લાખ યુનિટ થયું હતું. વાહન ડીલરોની સંસ્થા ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA)એ સોમવારે આ જાણકારી આપી.
FADAએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબરની વચ્ચે વાહનોના છૂટક વેચાણની કુલ સંખ્યા 5,39,277 યુનિટ પર પહોંચી ગઈ છે. ગયા વર્ષે નવરાત્રિ દરમિયાન 3,42,459 વાહનોનું વેચાણ થયું હતું. એવું કહેવાય છે કે, આ વર્ષે વેચાણની મહામારી અગાઉના વર્ષ 2019ના 4,66,128 યુનિટના વેચાણ કરતાં પણ વધુ સારી હતી.
FADAના પ્રમુખ મનીષ રાજ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે, આ વર્ષે નવરાત્રી સેલ દર્શાવે છે કે ગ્રાહકો ત્રણ વર્ષના અંતરાલ પછી શોરૂમમાં પાછા ફર્યા છે. FADAના ડેટા અનુસાર, આ વર્ષે નવરાત્રિ દરમિયાન ટુ-વ્હીલરનું છૂટક વેચાણ 52.35 ટકા વધીને 3,69,020 યુનિટ થયું છે. તે ગયા વર્ષના સમાન સમયગાળામાં 2,42,213 એકમો હતા અને તે કોવિડ પહેલાના સમયગાળા એટલે કે 2019ના સમાન સમયગાળા કરતા 3.7 ટકા વધુ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વાહનોના વેચાણમાં વધારો દિવાળી સુધી ચાલુ રહેશે. કારણ કે કોરોના પછી લોકો આ વાહનો ખરીદવામાં વધુ રસ દાખવી રહ્યા છે અને ડીલર પાસે પણ સારી તક છે અને તેઓ સારા વેચાણના આધારે તેમનો સ્ટોક ક્લિયર કરી શકે છે.
નવરાત્રિ દરમિયાન કુલ 5,39,227 યુનિટ્સનું વેચાણ થયું હતું, જ્યારે ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન 3,42,459 યુનિટ્સનું વેચાણ થયું હતું. આ વર્ષની નવરાત્રિમાં કુલ 3,69,020 ટુ-વ્હીલરનું વેચાણ થયું હતું, જ્યારે નવરાત્રી 2021માં 2,42,213 વાહનોનું વેચાણ થયું હતું. નવરાત્રી 2021માં 64,850ની સરખામણીએ આ વખતે 1,10,500 પેસેન્જર વાહનોનું વેચાણ થયું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર