Home /News /business /Maruti આવતા મહિનાથી કારોની કિંમતમાં કરશે વધારો, કંપનીએ આપ્યું આ મોટું કારણ

Maruti આવતા મહિનાથી કારોની કિંમતમાં કરશે વધારો, કંપનીએ આપ્યું આ મોટું કારણ

Maruti Suzukiએ બીજા ક્વાર્ટરમાં કિંમત વધારવાની યોજના બનાવી, એપ્રિલમાં પણ વધાર્યા હતા 34,000 રૂપિયા સુધીના ભાવ

Maruti Suzukiએ બીજા ક્વાર્ટરમાં કિંમત વધારવાની યોજના બનાવી, એપ્રિલમાં પણ વધાર્યા હતા 34,000 રૂપિયા સુધીના ભાવ

નવી દિલ્હી. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકી ઈન્ડિયા (Maruti Suzuki India)એ જણાવ્યું કે, તે જુલાઈથી પોતાની કારોની કિંમત (Car Price Increase)માં વધારો કરશે. કંપનીએ રેગ્યૂલેટરી ફાઇલિંગમાં કહ્યું કે, કોસ્ટ વધરવાનું ભારણ કસ્ટમર (Customers) પર નાખવું જરૂરી થઈ ગયું છે. કિંમતોમાં વધારો વિવિધ મોડલો માટે અલગ-અલગ હશે. કંપનીએ સોમવારે રેગ્યૂલેટરી ફાયલિંગમાં કહ્યું કે, ગત એક વર્ષમાં કંપનીના વ્હીકલ્સની કોસ્ટ વધી છે. આ કારણે કંપની માટે વધારાની કોસ્ટનો થોડોક ભાર કસ્ટમર્સ પર કિંમતમાં વધારો કરી નાખવો જરૂરી થઈ ગયો છે.

એપ્રિલમાં પણ મારૂતિએ વધારી હતી કિંમત- મારૂતિ સુઝુકી (Maruti Suzuki)એ બીજા ક્વાર્ટરમાં કિંમત વધારવાની યોજના બનાવી છે અને તે મોડલ્સ મુજબ અલગ-અલગ હશે. આ પહેલા મારૂતિએ એપ્રિલ 2021માં કારોની કિંમતમાં વધારો કર્યો હતો. આ વર્ષની શરૂઆતમાં કંપનીએ જણાવ્યું હતું કે તેમની ઇનપુટ કોસ્ટ વધી ગઈ છે. કંપનીએ ગઈ વખતે કારોની કિંમત 34,000 રૂપિયા સુધી વધારી હતી.

આ પણ વાંચો, Gold Price Today: બે .દિવસમાં 1600 રૂપિયા સસ્તું થયા બાદ આજે શું છે ગોલ્ડનો ભાવ, ફટાફટ કરો ચેક

ઓટો સેક્ટરમાં આવશે તેજી- કોરોનાના સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યામાં ઘટાડો આવ્યા બાદ અને મોટાભાગના રાજ્યોમાં લૉકડાઉન ખુલ્યા બાદ ઓટોમોબાઇલ કંપનીઓએ પ્રોડક્શન વધારવાની શરૂઆત કરી દીધી છે. ઓટોમોબાઇલ કંપનીઓએ રાજ્યોમાં ડીલરશીપ્સ ખુલવાની સાથે જ બિઝનેસમાં પણ તેજી આવવાની આશા છે.

આ પણ વાંચો, World Music Day 2021: વાયોલિનમેને સોશિયલ મીડિયામાં મચાવી ધમાલ, પરંતુ બે ટંકના ભોજન માટે મજબૂર



લૉકડાઉનના કારણે આ કંપનીઓના એક્સપોર્ટ ઉપર પણ ગંભીર અસર પડી હતી. મારૂતિ સુઝુકીના પ્રવક્તાએ જણાવ્યું કે કંપનીના પ્લાન્ટ્સમાં પ્રોડક્શન શરૂ થઈ ગયું છે અને તેના માટે સેફ્ટી પ્રોટોકોલને લાગુ કરવામાં આવ્યા છે.
First published:

Tags: Auto news, Auto sector, Autofocus, Automobiles, Business news, Cars, Lockdown, Maruti suzuki

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો