નવી દિલ્હી : Maruti Suzuki એ આજે XL6 ના અપડેટ મોડલને લોન્ચ કર્યું છે. તેની શરૂઆતની કિંમત 11.29 લાખ રૂપિયા (એક્સ શો રુમ) (Maruti Suzuki XL6 2022 price) રાખવામાં આવી છે. મારુતિ સુઝુકીએ આ થ્રી રો કારના વેરિએન્ટ લાઇન અપને રિવાઇઝ્ડ કર્યું છે. XL6 ના એન્ટ્રી લેબલ મોડલ ઝેટા વેરિએન્ટમાં (Maruti Suzuki XL6)પણ ઘણા ખાસ અને સ્પેશ્યલ ફિચર્સ જોવા મળશે.
લુક્સના મામલામાં નવી મારૂતિ સુઝુકી XL6 ફેસલિફ્ટમાં ઘણા અપડેટ કરવામાં આવ્યા છે. ફ્રન્ટ એન્ડ પર તેમાં એક મોટા એક્સ બાર એલિમેન્ટ સાથે એક બિલકુલ નવી ફ્રન્ટ ગ્રિલ આપવામાં આવી છે. આ સિવાય બમ્પરને પણ અપડેટ કરવામાં આવ્યું છે. ટેલલેમ્પ્સમાં કેટલાક અપડેટ જોવા મળે છે. સાથે તેમાં નવા ડિઝાઇન કરાયેલા 16 ઇંચ એલોય વ્હીલ અને રંગ પેલેટમાં આ વખતે ડુઅલ ટોન-પેઇન્ટ સામેલ કરવામાં આવ્યા છે.
કારના ઇંટીરિયરની વાત કરવામાં આવે તો તેના વેંટિલેટેડ ફ્રન્ટ, સીટ્સ, નવી 7 ઇંચ સ્માર્ટ પ્લે પ્રો+ઇંફોટેનમેન્ટ યુનિટ, એંબિયંટ લાઇટિંગ સ્ટિયરિંગ વ્હીલ માટે ટેલિસ્કોપિક એડજસ્ટમેન્ટ અને ઘણું બધું સામેલ છે.
પહેલાથી વધારે સેફ્ટી ફિચર્સ મળશે
મારુતિ સુઝુકી XL6 માં ઘણા સેફ્ટી ફિચર્સ અપડેટ કર્યા છે. અપડેટ મોડલમાં 4 એરબેગ માનક ફિટમેન્ટના રૂપમાં આખા રેન્જમાં છે. આ સિવાય તેમાં ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ અને હિલ હોલ્ડ અસિસ્ટ પણ આપવામાં આવી છે. ફેસલિફ્ટેડ XL6 માં એક 360 ડિગ્રી પાર્કિંગ કેમેરા પણ આપવામાં આવ્યું છે.
2022 મારુતિ સુઝુકી XL6 માં એક નવું ઓટોમેટિક ગિયરબોક્સ અપડેટ કરવામાં આવ્યું છે. આ સિવાય તેમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન 5 સ્પીડ યુનિટનું પણ ઓપ્શન મળશે. મોટરને દરેક સિલેન્ડર પર ડુઅલ ઇંજેક્ટર અને સ્માર્ટ હાઇબ્રિડ ટેકનિક સાથે અપડેટ કરવામાં આવ્યું છે. જેથી મૈનુઅલ ગિયરબોક્સ સાથે 20.97 કિમી/લિટર અને ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક સાથે 20.27 કિમી/લિટરનું ઉત્પાદન કરી શકાય. પીક પાવર અને ટોર્ક આઉટપુટ ક્રમશ 101.65 બીએચપી અને 136.8 એનએમ છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર