નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા (Maruti Suzuki India) ફરીથી કિંમતમાં વધારો કરી શકે છે. મહત્વનું છે કે, કંપનીની નજર કોમોડિટીની કિંમતો (Commodity Prices) પર છે. કંપની આવનારા સમયમાં તેના આધારે તેની કારની કિંમત (Cars Prices) નક્કી કરશે. નાણાકીય વર્ષ 2021-22ના બીજા ક્વાર્ટરમાં કોમોડિટીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમ છતાં, કંપનીએ હજી સુધી તેના ગ્રાહકો પર આ વધારાનો બોજ પસાર કર્યો નથી.
મારુતિ સુઝુકી ઈન્ડિયાના સીનિયર એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટ (સેલ્સ એન્ડ માર્કેટિંગ) શશાંક શ્રીવાસ્તવે કહ્યું કે, બીજા સેશનમાં નેટ સેલ્સ (Net Sales)માં કોસ્ટ (Cost) 80.5 ટકાના સ્તર સુધી પહોચી ગઈ છે. ખર્ચની દ્રષ્ટિએ આ ખૂબ જ ઉચ્ચ સ્તર છે. કંપનીને અપેક્ષા છે કે કોમોડિટીના ભાવ વધુ ઘટશે. ઘણી ચીજવસ્તુઓના ભાવ તેમના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. તેથી તેમના ભાવમાં ઘટાડો થવાની ધારણા છે.
શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (OEM) માટે સામગ્રીની કિંમત અત્યંત મહત્વની છે. સામગ્રીઓ સામાન્ય રીતે OEMની કુલ કિંમતના 70 થી 75 ટકા હિસ્સો ધરાવે છે. કંપનીના વાહનોની કિંમતોમાં થયેલા વધારા પર શ્રીવાસ્તવે કહ્યું કે, તેના પર કાળજીપૂર્વક નજર રાખવામાં આવી રહી છે. કંપનીએ હજુ સુધી ગ્રાહકો પર ચીજવસ્તુઓના ભાવ વધારાનો ભાર મૂક્યો નથી. તેમણે કહ્યું કે, કંપનીએ સપ્ટેમ્બર 2021ની શરૂઆતમાં તેના વાહનોની કિંમતોમાં 1.9 ટકાનો વધારો કર્યો હતો. હવે ભાવ નક્કી કરવા માટે ચીજવસ્તુઓના ભાવ પર નજર રાખવી જરૂરી બનશે.
મારુતિ સુઝુકી ઈન્ડિયાએ જણાવ્યું હતું કે પ્રથમ ક્વાર્ટરમાં કોમોડિટીના ભાવ ઊંચા સ્તરે હતા. મારુતિ સુઝુકી જેવા OEM પર તેની અસર એક ક્વાર્ટર પછી દેખાય છે. શ્રીવાસ્તવે કહ્યું કે તેની અસર બીજા ક્વાર્ટરમાં મારુતિ સુઝુકી પર વધુ જોવા મળી છે. છેલ્લા એક વર્ષમાં કોમોડિટીના ભાવમાં તીવ્ર વધારો થયો છે. સ્ટીલના ભાવ રૂ. 38 પ્રતિ કિલોથી રૂ. 72 પર પહોંચી ગયા હતા. જોકે હવે તેમાં થોડો ઘટાડો થયો છે. આ સિવાય તાંબુ પ્રતિ ટન $5,200 થી વધીને $10,400 પ્રતિ ટન થઈ ગયું છે. અન્ય ધાતુઓના ભાવમાં પણ અગાઉની સરખામણીએ બેથી ત્રણ ગણો વધારો થયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર