ટૂંક સમયમાં લોંચ થશે મારુતીની નાની SUV, કિંમત રૂ. 3.5 લાખ હોઈ શકે

News18 Gujarati
Updated: August 24, 2019, 7:50 PM IST
ટૂંક સમયમાં લોંચ થશે મારુતીની નાની SUV, કિંમત રૂ. 3.5 લાખ હોઈ શકે
મીની SUVમાં BS6 1.0 પેટ્રોલ એન્જીન હોઈ શકે છે.

ભારતમાં S-Pressoની કિંમત રૂ. 3.5 લાખથી 4.5 લાખ રહેવાની આશા છે. જેમાં BS6 1.0 પેટ્રોલ એન્જીન હોઈ શકે છે.

  • Share this:
Maruti Suzuki બહુ ઝડપથી નાની અને ઓછી કિંમતની એસયૂવી કાર લોંચ કરશે. આ માઇક્રો SUVનું નામ S-Presso છે. રિપોર્ટ પ્રમાણે કંપની તેને 30મી સપ્ટેમ્બરના રોજ લોંચ કરી શકે છે. હકીકતમાં આ કારને કંપનીએ સૌપ્રથમ વખત ઓટો એક્સપો 2018માં રજૂ કરી હતી. એ વખતે કારને Future S નામ આપવામાં આવ્યું હતું.

લીક થયેલી તસવીરના આધારે માલુમ પડે છે કે આ કાર દેખાવમાં એકદમ એસયૂવી જેવી જ હશે. આ કારમાં એલોય વ્હીલ્સ નહીં આપવામાં આવે, કારણ કે અત્યાર સુધી આ કારને વ્હીલ કેપ સાથે જ જોવામાં આવી છે. રિયરમાં બ્રેક લાઇટ ઉપરાંત સ્વેપ્ટબેક ટેઇલલેમ્પ્સ જોવા મળી શકે છે.આ ઉપરાંત તેમાં હેલોઝન લાઇટ્સ અને શાર્પ હેડલેમ્પ્સ મળશે.

કહેવામાં આવી રહ્યું છે કે વેગનઆર, સ્વિફ્ટ અને અર્ટિગા કારની જેમ કંપની આને પણ Heartect પ્લેટફોર્મ પર બનાવશે. સેફ્ટીની દ્રષ્ટિએ જોતા કંપની આ કારમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, ABS, રિયર પાર્કિંગ સેન્સર્સ અને સિટ બેલ્ટ રિમાઇન્ડર્સ સહિતના ફિચર્સ આપશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નવી નાની એસયૂવી ક્રેશ ટેસ્ટ અનુરૂપ હોઈ શકે છે.એન્જીનની વાત કરવામાં આવે તો કારમાં BS6 1.0 લીટર પેટ્રોલ એન્જીન હશે. આ એન્જીન અલ્ટો K 10માં આવે છે. જોકે, અલ્ટોની સરખામણીમાં તેની કિંમત થોડી વધારે હોઈ શકે છે. દૈનિક જાગરણના જણાવ્યા પ્રમાણે ભારતમાં તેની કિંમત 3.5થી 4.5 લાખ રૂપિયા હોવાની આશા રાખવામાં આવી રહી છે.
First published: August 24, 2019, 7:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading