મારુતિ સુઝુકી ભારતમાં લોન્ચ કરશે નવી Gypsy, ગુજરાતમાં થઈ શકે છે નિર્માણ

Maruti ભારતમાં Gypsyની સેકન્ડ જનરેશન કાર રૂપે Jimny SUV લોન્ચ કરી શકે છે

News18 Gujarati
Updated: August 13, 2019, 4:04 PM IST
મારુતિ સુઝુકી ભારતમાં લોન્ચ કરશે નવી Gypsy, ગુજરાતમાં થઈ શકે છે નિર્માણ
Maruti ભારતમાં Gypsyની સેકન્ડ જનરેશન કાર રૂપે Jimny SUV લોન્ચ કરી શકે છે
News18 Gujarati
Updated: August 13, 2019, 4:04 PM IST
દેશમાં હાલ કોમ્પેક્ટ SUV ઘણી પસંદ કરવામાં આવી રહી છે. આ સેગમેન્ટની વધતી ડિમાન્ડ બાદ પણ Maruti Suzuki તરફથી હજુ સુધી કોઈ નવી કોમ્પેક્ટ SUV લોન્ચ કરવાને લઈ કોઈ જાહેરાત નથી કરવામાં આવી. જોકે કેટલાક રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે Maruti ભારતમાં Gypsyની સેકન્ડ જનરેશન કાર રૂપે Jimny SUV લોન્ચ કરી શકે છે.

ભારતમાં શરૂ થઈ શકે છે પ્રોડક્શન

રિપોર્ટ્સનું માનીએ તો મારુતિ Jimny Sierra પર આધારિત SUV તૈયાર કરી રહી છે. આ કાર ઓફ-રોડ હોવાની સાથોસાથ રોજિંદા ઉપયોગ માટે પણ આરામદાયક હશે. નવી Jimny Sierraને જાપાનમાં ગયા વર્ષે લોન્ચ કરવામાં આવી હતી અને આ કારને ઘણા સારા રિસ્પોન્સ પણ મળ્યા છે. Jimnyનું નિર્માણ હાલ માત્ર જાપાનમાં જ કરવામાં આવી રહ્યું છે અને અહીંથી અન્ય દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવી રહી છે. બીજી તરફ, કંપની આ કારની વધતી ડિમાન્ડને જોતાં ગુજરાતમાં સ્થિત પોતાના પ્લાન્ટમાં તેનું પ્રોડક્શન શરૂ કરી શકે છે.

આ પણ વાંચો, રિલાયન્સના શેરોમાં 10 વર્ષનો સૌથી મોટો ઉછાળો

બે એન્જિનમાં છે ઉપલબ્ધ

આ કાર હાલ બે એન્જિન ઓપ્શનમની સાથે ઉપલબ્ધ છે. જાપાનના માર્કેટમાં તે 660 સીસી ટ્રિપલ સિલેન્ડર ટર્બો અન્જિનની સાથે મળે છે. જ્યારે અન્ય દેશોમાં તેની 1.5 લીટર ફોર સિલેન્ડર કે-સીરીઝ પેટ્રોલ એન્જિન મળે છે. ભારતમાં કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં મારૂતિની Vitara Brezzaએ અનેક વર્ષ સુધી આધિપત્‍ય કર્યુ છે. પરંતુ હવે Hyundaiની વેન્યૂએ તેનું આધિપ્ત છીનવી લીધું છે. મોટાભાગની કંપનીઓ નવી કોમ્પેક્ટ SUV લાવી રહી છે. પરંતુ મારૂતિ તરફથી હાલ કોઈ નવી કાર લોન્ચ નથી કરવામાં આવી રહી. એવામાં જો મારૂતિ વહેલી તકે કોઈ નવી કાર નહીં રજૂ કરે તો સ્પષ્ટ છે કે કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં પોતાના પ્રતિસ્પર્ધીઓથી ઘણી પાછળ રહી જશે.
આ પણ વાંચો, ઓટો સેક્ટરમાં મંદી વચ્ચે જુલાઈમાં પેસેન્જર વાહનોનું વેચાણ 31% ઘટ્યું
First published: August 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...