સસ્તી કાર ખરીદવાની અંતિમ તક, જાન્યુઆરીથી આટલી મોંઘી થશે Marutiની ગાડીઓ

News18 Gujarati
Updated: December 3, 2019, 12:52 PM IST
સસ્તી કાર ખરીદવાની અંતિમ તક, જાન્યુઆરીથી આટલી મોંઘી થશે Marutiની ગાડીઓ
Maruti Suzuki જાન્યુઆરીથી પોતાની ગાડીઓના ભાવ વધારશે.

ઇનપુટ કૉસ્ટ વધવાના કારણે મારુતિ સુઝુકી તેનું ભારણ ગ્રાહકો પર નાખશે, જાન્યુઆરી 2020થી ભાવમાં વધારો

  • Share this:
નવી દિલ્હી : જો કાર ખરીદવાનો પ્લાન કરી રહ્યા છે તો તમારા માટે આ છેલ્લી તક છે કારણ કે દેશની સૌથી મોટી કાર મેન્યુફેક્ચરિંગ કંપની મારુતિ સુઝુકી (Maruti Suzuki)થી ગાડીઓના ભાવ વધારવાની છે. મારુતિ સુઝુકી જાન્યુઆરીથી તમામ મોડલ્સના ભાવ વધારશે. જોકે, હજુ સુધી એ જાણકારી નથી આપવામાં આવી કે કયા મોડલ્સનો કેટલો ભાવ વધશે.

મારુતી સુઝુકીનું કહેવું છે કે, ઇનપુટ કૉસ્ટ વધવાના કારણે કંપની તેનું ભારણ ગ્રાહકો પર નાખશે. તેથી જાન્યુઆરી 2020થી ગાડીઓના તમામ મોડલ્સન ભાવ વધી જશે. વધેલી કિંમતો તમામ મોડલ્સ પર એક સમાન નહીં હોય. તે અલગ-અલગ મોડલ્સ પર નિર્ભર રહેશે.

Marutiએ દેશમાં બનાવ્યો વધુ એક મોટો રેકોર્ડ

Maruti Suzukiએ સ્થાનિક બજારમાં બે કરોડ પેસેન્જર કાર વેચવાની ઉપલબ્ધિ હાંસલ કરી છે. તેણે 37 વર્ષથી ઓછા સમયમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. કંપનીએ 14 ડિસેમ્બર 1983ના રોજ ભારતમાં પોતાની પહેલી પેસેન્જર કારનું વેચાણ કર્યું હતું. કંપનીએ મારુતિ 800ના વેચાણની સાથે આ યાત્રાની શરૂઆત કરી હતી.

આ પણ વાંચો, રેલવેની મોટી ગિફ્ટ! હવે ટ્રેનના જનરલ કૉચમાં પણ રિઝર્વ સીટ મળશે, જાણો બુકિંગની પ્રોસેસ

માત્ર 8 વર્ષમાં વેચી એક કરોડ કારકંપનીએ કહ્યું કે, તેણે પહેલી એક કરોડ પેસેન્જર કારોનું વેચાણ લગભગ 29 વર્ષમાં કર્યું, પરંતુ બીજી એક કરોડ કાર માત્ર 8 વર્ષમાં જ વેચી દીધી હતી. કંપનીના સીઈઓ કેનિચિ આયુકાવાએ જણાવ્યું કે, અમે આ નવા કિર્તીમાનથી ઉત્સાહિત છીએ. આ ઉપલબ્ધિ હાસલ કરવી એ કંપની, અમારા સપ્લાયર્સ અને ડીલર્સ માટે શાનદાર પ્રોત્સાહન છે.

ભારતની સૌથી વધુ વેચાતી કાર બની Alto

મારુતિ સુઝુકીની નાની કાર ઑલ્ટોએ 38 લાખના વેચાણના આંકડાને પાર કરી દીધો છે. ઑલ્ટોએ 10 લાખ વેચાણનો આંકડો 2008માં પાર કરી દીધો હતો. ત્યારબાદ 2012માં 20 લાખ અને 2016માં 30 લાખ કાર વેચાણના આંકડાન. પાર કરી દીધો. કંપનીએ આ કાર 2000માં બજારમાં ઉતારી હતી.

આ પણ વાંચો, SBI Gold Deposit Schemeમાં જમા કરો ઘરમાં રાખેલું સોનું, થશે સારી કમાણી
First published: December 3, 2019, 12:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading