Maruti Suzukiએ પોતાની તમામ કારની કિંમત વધારી, જાણો ક્યારે લાગુ થશે નવી કિંમત

Auto News: મારૂતિ સુઝુકીએ આ કારણે વધારી તમામ કારની કિંમત, હવે તમારી સપનાની કાર ખરીદવી થશે મોંઘી

Auto News: મારૂતિ સુઝુકીએ આ કારણે વધારી તમામ કારની કિંમત, હવે તમારી સપનાની કાર ખરીદવી થશે મોંઘી

  • Share this:
    નવી દિલ્હી. મારૂતી સુઝુકીએ (Maruti Suzuki) ઇનપુટ કોસ્ટમાં વૃદ્ધિ (Increase Input Cost) થવાને કારણે પોતાના તમામ કાર મોડલની કિંમત વધારવાની જાહેરાત કરી દીધી છે. મારૂતિ સુઝુકીના નવા ભાવ સપ્ટેમ્બર 2021થી (September 2021) તમામ ડીલર્સ પર લાગુ થશે. કંપનીએ નવી કિંમતની જાણકારી Regulatory ફાઇલિંગમાં તેની માહિતી પૂરી પાડી છે. આવો જાણીએ મારૂતિના ભાવ વધારા વિશે બધું જ...

    મારૂતિ સુઝુકીએ આ કારણે વધારી કિંમત- Maruti Suzukiના જણાવ્યા અનુસાર ગત એક વર્ષમાં વિભિન્ન ઇનપુટ ખર્ચમાં થયેલા વધારાને કારણે કંપનીએ વાહનોની કિંમત વધારવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ કંપનીનું કહેવું છે કે, વધેલા કિંમતોથી ગ્રાહકો પર વધારાનું ભારણ ચોક્કસ લાગશે પરંતુ કંપનીને પણ પોતાના અન્ય ખર્ચને પહોંચી વળવા માટે વાહનોની કિંમત વધારવી પડી છે.

    જુલાઈ 2021માં મારૂતિ સુઝુકીએ આ કારોની કિંમત વધારી હતી- Maruti Suzukiએ ઇનપુટ ખર્ચમાં થનારા વધારાને કારણે જુલાઈ 2021માં સ્વિફ્ટ (Maruti Swift) અને તમામ સીએનજી મોડલોની (Maruti Suzuki CNG Models) કિંમતમાં એક્સ શોરૂમ 15 હજાર રૂપિયા સુધીની કિંમત વધારી હતી. આ તમામ કિંમતે કંપનીએ જુલાઈમાં જ લાગુ કરી દીધી હતી.

    આ પણ વાંચો, EPFO: PF સાથે કપાતા પેન્શનના પૈસા ક્યારે મળે છે? અહીં જાણો શું કહે છે નિયમ

    મારૂતિ સુઝુકીની કારોની કિંમત- મારૂતિ હેચબેક, સેડાન અને એસયૂવી કારના સેગમેન્ટમાં દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની છે. મારૂતિની એન્ટ્રી લેવલ કાર ઓલ્ટોની એક્સ શોરૂમ કિંમત 2 લાખ 99 હજાર રૂપિયા છે અને તેની એસયૂવી કાર એસ-ક્રોસની કિંમત 12 લાખ 39 હજાર રૂપિયા છે.

    આ પણ વાંચો, Airtelનો જોરદાર રિચાર્જ પ્લાન, માત્ર 5 રૂપિયામાં મળશે 1 GB ડેટા, ફ્રી કોલિંગ પણ

    Mahindraની આ SUV અડધાથી ઓછી કિંમતે ખરીદો- જો તમે Mahindra & Mahindra એસયૂવીના દીવાના છો અને ઓછું બજેટ હોવાના કારણે તેને ખરીદી નથી શકતા હોય તો આપના માટે એક સારી તક ઊભી થઈ છે. અમે આપની સમસ્યાનો ઉકેલ લઈને આવ્યા છીએ. જ્યાંથી તમે મહિન્દ્રાની કોઈ પણ એસયૂવી અડધાથી પણ ઓછી કિંમતે ખરીદી શકો છો અને આ એસયૂવી પર આપને 6 મહિનાની વોરંટી અને 7 દિવસનો ફ્રી ટ્રાયલ પણ મળશે, જેનાથી આ એસયૂવીના પર્ફોમન્સને સરળતાથી પારખી શકાશે. મૂળે, Cars24 વેબસાઇટ પર સેકન્ડ હેન્ડ કાર (Second Hand Car) અને એસયૂવી આકર્ષક કિંમતે (SUV on attractive price) મળી જાય છે. જ્યાંથી તમે પણ પોતાની પસંદગીની Mahindra SUV ખરીદી શકો છો.
    Published by:Mrunal Bhojak
    First published: