મારુતિ સુઝુકીએ ન્યૂ સેલેરિયો કારનું બુકિંગ શરૂ કર્યું, જાણો કારના ફીચર અને માઇલેજ વિશે

મારુતિ સુઝુકિ ન્યૂ સેલેરિયો

Maruti Suzuki starts booking for new Celerio: નવી મારુતિ સેલેરિયો વિશે ખાસ વાત એ છે કે તેમાં નવું એન્જીન આવશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેમાં 1.0 લીટર ત્રણ સિલન્ડર K10C Dualjet પેટ્રોલ એન્જીન હશે.

  • Share this:
    નવી દિલ્હી: મારુતિ સુઝુકી (Maruti Suzuki)એ આજથી પોતાની નવી સેલેરિયો કાર (New Celerio car)નું બુકિંગ શરૂ કરી દીધું છે. આ મામલે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિ.ના સીનિયર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (માર્કેટિંગ અને સેલ્સ) શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, "લૉંચ થયા બાદથી પોતાની વિશેષ સ્ટાઇલ અને ઓટો ગિયર શિફ્ટ ટેક્નોલોજીને પગલે સેલેરિયો ગાડી લોકોને ખૂબ પસંદ પડી રહી છે. નવી સેલેરિયોને નવા પેટ્રોલ એન્જીન સાથે લોંચ કરવામાં આવી છે. અમને આશા છે કે લોકોને નવી સેલેરિયો પણ ખૂબ પસંદ પડશે."

    સેલેરિયોનું બુકિંગ કેવી રીતે કરશો? (How to book New Maruti Celerio)

    - નવી સેલેરિયોનું બુકિંગ ફક્ત 11,000 રૂપિયા ચૂકવીને કરી શકાય છે.
    - પ્રી-બુકિંગ માટે તમારે મારુતિ સુઝુકી અરેના વેબસાઇટ www.marutisuzuki.com/celerioની મુલાકાત લેવી પડશે.
    - આ ઉપરાંત તમે નજીકના મારુતિ સુઝુકી અરેના શોરૂમની મુલાકાત લઈને પણ બુકિંગ કરાવી શકો છો.

    નવી સેલેરિયો કારના ફીચર (New Maruti Celerio Features)

    મારુતિ સુઝુકીએ પોતાની ખૂબ જ પ્રસિદ્ધ હેચબેક કાર સેલેરિયોને નવા જ અવતારમાં રજૂ કરી છે. સેલેરિયો હવે નેક્સ્ટ જનરેશન અવતાર એટલે કે New Maruti Celeriaના રૂપમાં આવી છે. આ કાર આકર્ષક લૂક અને ફીચર્સ સાથે આવી છે. આ કારમાં અનેક ખૂબી છે.

    આ પણ વાંચો: આનંદો! બહુ ઝડપથી મારુતિ સુઝુકીની ચાર નવી કારના CNG વેરિએન્ટ થશે લોંચ- જાણો કંપનીએ શું કહ્યું

    નવી સેલેરિયો કારને Heartect પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. જેમાં નવા ડિઝાઈન એલિમેન્ટ, ટ્રાએંગ્યુલર શેપ, હેડલેમ્પસ અને બ્લેક સરાઉન્ડિંગ વાળા ફૉગ લેમ્પ્સ છે. આ સાથે જ ઓવલ ગ્રિલ, ક્રોમ સ્ડ્રાઇપ, નવા અલૉય વ્હીલ, મોટો વિન્ડો એરિયા અને નવી ટેઇલ લેમ્પ સામેલ છે.

    ઇન્ટિરિયરમાં ફેરફાર

    નવી સેલિરિયોમાં નવું ડેશબોર્ડ, નવી સીટ, ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્મટ છે. આ સિસ્ટમ એન્ડ્રોઇડ અને એપલ કાર પ્લેને સપોર્ટ કરે છે. નેક્સ્ટ જનરેશન સેલેરિયોમાં મલ્ટી સ્ટીયરિંગ વ્હીલ્સ પણ જોવા મળી શકે છે. એકંદરે નવી સેલેરિયો કારના ઇન્ટિરિયરમાં ખૂબ જ ફેરફાર કરવામાં આવ્યો છે. જેનાથી લોકો કોઈ કમી ન અનુભવે.

    એન્જીન અને માઇલેજ

    નવી મારુતિ સેલેરિયો વિશે ખાસ વાત એ છે કે તેમાં નવું એન્જીન આવશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેમાં 1.0 લીટર ત્રણ સિલન્ડર K10C Dualjet પેટ્રોલ એન્જીન હશે. આ એન્જીન 26 kmpl સુધી માઇલેજ આપી શકે છે.

    આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી પરેશાન છો? આ 5 કાર તમારું ખિસ્સું હળવું થતું બચાવશે, આપશે શાનદાર માઇલેજ

    હેચબેક સેગમેન્ટની કારમાં આટલી સારી માઇલેજ અત્યારસુધી કોઈ કારમાં નથી જોવા મળી. એવું કહેવામાં આવી રહ્યું છે કે નવી સેલેરિયો કારને કંપની ફ્યુઅલ એફિશિયન્ટ કાર તરીકે પ્રમોટ કરશે. મારુતિ સુઝુકી પોતાની આ કારને પાંચ લાખ રૂપિયાની શરૂઆતની કિંમત સાથે લૉંચ કરી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: