મુંબઈ: Maruti Suzuki S-Cross spotted: મુંબઈ: મારુતિ સુઝુકી S-ક્રોસ (Maruti Suzuki S-Cross) લોન્ચ થવા જઈ રહી છે. આ કાર લોન્ચ થયા પહેલા તેના ફોટોઝ લીક થઈ ગયા છે. આ કાર 25 નવેમ્બરના રોજ લોન્ચ (Maruti Suzuki S-Cross launching date) થશે. કાર બહારથી SUV જેવી દેખાઈ રહી છે. અન્ય સેગમેન્ટને ટક્કર આપવા મારુતિ સુઝુકી S-ક્રોસ લેટેસ્ટ ફીચર સાથે આવી શકે છે. મારુતિ સુઝુકી S-ક્રોસની પહેલી ઝલકમાં ફ્રન્ટ ગ્રિલ અને બૂમરેંગ સ્ટાઈલ્ડ ફ્રન્ટ LED હેડલેમ્પ જોવા મળી રહ્યા છે. મારુતિ સુઝુકી S-ક્રોસ સૌથી પહેલા સ્પેનમાં લોન્ચ કરવામાં આવશે. આ કાર એક નવા પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. તેની ડિઝાઈન અને ફીચરમાં કેટલાક ખાસ ફેરફાર જોવા મળશે. સુરક્ષા ફીચર્સ વર્તમાન કાર જેવા જ હોઈ શેક છે, જેમાં થોડો ફેરફાર પણ શક્ય છે.
કારના ફીચર્સ
ફોટોમાં મારુતિ સુઝુકી S-ક્રોસની અન્ય ડિઝાઈન જોવા મળી રહી છે. આ કારમાં 14 ઈંચના ક્રોમ એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. અન્ય કાર મોડેલની સરખામણીએ આ કારમાં સાઈડ ઈન્ડિકેટર અને વધુ ગ્રાઉન્ડ ક્લીયરન્સ છે. LED હેડલેમ્પની સાથે હનીકોમ્બ ટાઈપ મેશ સ્ટાઈલની સાથે ફ્રન્ટ વધુ વર્ટીકલ બની જાય છે. સુરક્ષા ફીચર્સ વર્તમાન કાર જેવા જ હોઈ શકે છે.
(તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
લેટેસ્ટ ફીચરની ડિમાન્ડને પૂર્ણ કરવા માટે ઈન્ટીરિયરમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. મારુતિ સુઝુકી S-ક્રોસ ઈન્ફોટેનમેન્ટ માટે ડિજિટલ ટચસ્ક્રીન ડિસપ્લેનું ફીચર પણ હોઈ શકે છે. મારુતિ સુઝુકીમાં 1.5 લીટર K15B માઈલ્ડ હાઈબ્રિડ એન્જિન હોવાની સંભાવના છે. જે 6,000rpm પર 103bhp અને 4,400rpm પર 138Nmનો ટોર્ક જનરેટ કરે છે. મારુતિ સુઝુકી S-ક્રોસ મેન્યુઅલ ગિયરબોક્સમાં 5 સ્પીડ અને ઓટોમેટેડ ગિયરબોક્સમાં 4 સ્પીડ હશે.
આખરે આતુરતાનો અંત આવ્યો છે. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ (Maruti Suzuki) ભારતની સૌથી કુશળ પેટ્રોલ કાર સેલેરિયો 2021 (Celerio 2021)ને 4.99 લાખ રૂપિયાની કિંમત (એક્સ શોરૂમ) સાથે લૉંચ કરી છે. કારની કિંમત 6.94 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) સુધી જાય છે. યુવા ગ્રાહકોને આકર્ષવા માટે સેલેરિયો 2021માં 7 ઇંચનું ટચસ્ક્રીન કન્સોલ, સ્ટાર્ટ અને સ્ટૉપ પુશ બટન, ઑટો એન્જીન સ્ટાર્ટ/સ્ટોપ, મલ્ટી ફંક્શન સ્ટીયરિંગ વ્હીલ જેવા ખાસ ફીચર્સ આપવામાં આવ્યા છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર