કોરોના વાયરસ લૉકડાઉન : ઇતિહાસમાં પ્રથમ વખત દેશમાં મારુતિ સુઝુકીની એક પણ ગાડીનું વેચાણ નહીં

કોરોના વાયરસ લૉકડાઉન : ઇતિહાસમાં પ્રથમ વખત દેશમાં મારુતિ સુઝુકીની એક પણ ગાડીનું વેચાણ નહીં
પ્રતિકાત્મક તસવીર

દેશભરમાં જનતા કર્ફ્યૂના દિવસથી એટલે કે 22મી માર્ચના રોજથી કંપનીએ પોતાની પ્રોડક્ટ્સનું વેચાણ અને ઉત્પાદન બંધ કરી દીધું હતું.

 • Share this:
  મુંબઈ : ઇતિહાસમાં પ્રથમ વખત ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ-સુઝુકી (Maruti Suzuki)ની છેલ્લા એક મહિના દરમિયાન દેશમાં એક પણ કાર વેચાઈ નથી. કદાચ અન્ય કાર નિર્માતા કંપનીની પણ આ જ હાલત છે. દેશમાં ચાલી રહેલા લૉકડાઉન (Lockdown)ને કારણે આવું થયું છે. એટલું જ નહીં ઓટો ઉત્પાદકો (Auto Industry)એ આ સમયગાાળા દરમિયાન ઝીરો યુનિટનું ઉત્પાદન કર્યું છે. કારણ કે લૉકડાઉનને પગલે આખો એપ્રિલ મહિનો તમામ યુનિટો અને પ્લાન્ટો બંધ રહ્યા છે. જોકે, સરકારે મારુતિ સુઝુકીને ગુજરાત પ્લાન્ટ (Maruti Suzuki Gujarat Plant) ખાતે ઉત્પાદન શરૂ કરવાની આંશિક છૂટ આપી છે. જેના કારણે મારુતિ સુઝુકી મુન્દ્રા પોર્ટ પરથી 632 વાહનની નિકાસ કરી શકી હતી.

  જિલ્લા તંત્ર પાસેથી પરવાનગી બાદ હરિયાણા ખાતે આવેલા માનેસર પ્લાન્ટમાં પણ મારુતિ સુઝુકીએ ઑપરેશન શરૂ કર્યું છે. હાલ અહીં એક જ શિફ્ટમાં કામ ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા પ્રમાણે ગ્રામ્ય ક્ષેત્રમાં આવેલા ઉદ્યોગોને 20મી એપ્રિલથી શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે. પરંતુ આ દરમિયાન તેમણે સરકારની માર્ગદર્શિકાનું ચૂસ્તપણે પાલન કરવું પડશે. આ અંતર્ગત માનેસર પ્લાન્ટ 4,696 લોકો અને 50 વાહનો સાથે ખોલવાની છૂટ આપવામાં આવી છે.  આ પણ વાંચો : કોરોના વાયરસ : દેશના 130 જિલ્લાનો રેડ ઝોનમાં સમાવેશ, ગુજરાતમાં શું છે હાલત? જાણો આખી યાદી

  દેશભરમાં જનતા કર્ફ્યૂના દિવસથી એટલે કે 22મી માર્ચના રોજથી કંપનીએ પોતાની પ્રોડક્ટ્સનું વેચાણ અને ઉત્પાદન બંધ કરી દીધું હતું. માર્ચ 2020માં મારુતિ સુઝુકીના વેચાણમાં સરેરાશ 47 ટકાનો ઘટાડો નોંધાયો હતો. માર્ચ 2019નામાં કંપનીએ 158,076 યુનિટનું વેચાણ કર્યું હતું જેની સરખામણીમાં માર્ચ 2020માં 83,792 યુનિટનું વેચાણ થયું હતું. લૉકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગની સીધી જ અસર કંપનીના વેચાણ પર જોવા મળી હતી.
  Published by:News18 Gujarati
  First published:May 01, 2020, 11:35 am

  ટૉપ ન્યૂઝ