મુંબઈ: મારુતિ સુઝુકી (Maruti Suzuki)ના ગ્રાહકો માટે મોટા સમાચાર છે. કંપનીએ તેના વિવિધ મોડેલોના કુલ 1.81 લાખ યુનિટ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. આ મોડેલ્સમાં સલામતી સંબંધિત ખામીઓ જોવા મળે તેવી સંભાવના છે. જેની કંપની દ્વારા તપાસ કરવામાં આવશે. કંપની પોતે ગ્રાહકોનો સંપર્ક કરીને મારુતિ સુઝુકી વર્કશોપ ખાતે બોલાવશે. મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે (Maruti Suzuki India Limited) શુક્રવારે સિયાઝ (Ciaz), એર્ટિગા (Ertiga), વિટારા બ્રેઝા (Vitara Brezza), એસ-ક્રોસ (S-Cross) અને XL6ના અમુક પેટ્રોલ વેરિએન્ટને પરત ખેંચવાની જાહેરાત કરી હતી.
મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ હોવાની શંકા
આ શંકાસ્પદ યુનિટોનું 2018ની 4 મેથી 2020ની 27 ઓક્ટોબર વચ્ચે નિર્માણ થયું હતું. મારુતિ સુઝુકીને શંકા છે કે, આ સમયગાળા દરમિયાન ઉત્પાદિત 1,81,754 કારમાં મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ હોઈ શકે છે. કંપની આ કારના મોટર જનરેટર યુનિટની તપાસ કરશે અને જો ખામીયુક્ત લાગે તો તેમને મફતમાં બદલશે.
તમે જાતે પણ જાણી શકો છો
તમારી કારને પાછી ખેંચવામાં આવી છે કે નહીં તે તમે જાતે પણ ચેક કરી શકો છો. આ માટે તમારા મોડલ મુજબ મારુતિ સુઝુકી (www.marutisuzuki.com) અથવા નેક્સાની (www.nexaexperience.com) વેબસાઈટ પર જઈ Imp Customer Info ક્લિક કરવાનું રહેશે. અહીં તમારી કારનો વાહન ચેસિસ નંબર (MA3, ત્યારબાદ 14 આંકડાનો નંબર) દાખલ કરો.
ઉલ્લેખનીય છે કે, વિશ્વભરમાં કારને સ્વેચ્છાએ રિકોલ કરવી સામાન્ય બાબત છે. કાર નિર્માતાઓ સંભવિત અસરગ્રસ્ત વાહનોના માલિકનો સંપર્ક કરી આવા યુનિટને તપાસ માટે લાવવાનું કહે છે. ભૂલ સામે આવે તો ખામીયુક્ત ભાગોનું સમારકામ અથવા બદલી નાખવામાં આવે છે. જે મોટાભાગે મફતમાં કરવામાં આવે છે. જોકે, અમેરિકા જેવા દેશમાં વાહન ઉત્પાદકોને આવા કેસમાં દંડ પણ થયા હોવાના કિસ્સા છે.
અસરગ્રસ્ત મોડેલોના ક્ષતિગ્રસ્ત ભાગોને બદલવાની પ્રક્રિયા નવેમ્બરના પ્રથમ અઠવાડિયાથી શરૂ થશે. મારુતિ સુઝુકીએ માલિકોને સલાહ આપી છે કે, ત્યાં સુધી તેઓ પાણી ભરાયેલા વિસ્તારોમાં તેમની કાર ન ચલાવે. આ ઉપરાંત ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક પાર્ટ્સ પર પાણીનો છંટકાવ ટાળવાનું પણ કહેવામાં આવ્યું છે.
મારુતિ સુઝુકી (Maruti Suzuki) ઇલેક્ટ્રિક વેગનઆર ( Electric WagonR) ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ થશે. મારુતિએ હાલમાં આ કાર માટે કોઈ લોન્ચિંગ વિંડો નથી આપી. આવી સ્થિતિમાં, આ ઇલેક્ટ્રિક કાર સીધા ડિલર્સ પાસે પહોંચશે. આપને જણાવી દઈએ કે, વેગનઆર મારુતિની પહેલી ઇલેક્ટ્રિક કાર છે. જેને કંપનીએ તેના ફેસબુક પેજ પર શેર કરી છે. (સમગ્ર અહેવાલ વાંચો...)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર