મારુતિ સુઝુકીએ વેચાણના આંકડા જાહેર કર્યા, ફેબ્રુઆરીમાં ધુમ વેચાઈ કાર, જાણો કેટલો વધારો થયો

મારુતિ સુઝુકીએ વેચાણના આંકડા જાહેર કર્યા, ફેબ્રુઆરીમાં ધુમ વેચાઈ કાર, જાણો કેટલો વધારો થયો
પ્રતિકાત્મક તસવીર

2020ના ફેબ્રુઆરી મહિનાની સરખામણીએ આ વખતે સારૂ વેચાણ થયું

 • Share this:
  મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડે ફેબ્રુઆરી 2021માં થયેલા વેચાણના આંકડા જાહેર કર્યા છે. કુલ 1,64,469 એકમોમાંથી 11,486 એકમો ઘરઆંગણે વેચાયા હતા, 11,486 એકમો નિકાસ કર્યા હતા. અને OEM સપ્લાયમાં 5,500 એકમો ટોયોટાને આપયા હતા. જેના પગલે યર ટુ યર વોલ્યુમમાં 11.8 ટકાનો વધારો થયો છે. 2020ના ફેબ્રુઆરી મહિનાની સરખામણીએ આ વખતે સારૂ વેચાણ થયું છે તે સમયે 1,47,110 એકમો નોંધાયા હતા.

  આ નાણાકીય વર્ષ (એપ્રિલ 2020થી ફેબ્રુઆરી 2021)માં, દેશના સૌથી મોટી કાર ઉત્પાદક કંપની માટે કપરા ચઢાણ સાબિત થયા હતા. મારુતિએ 12,90,847 યુનિટ્સ ઉત્પાદિત કર્યા હતા, જે ગત નાણાકીય વર્ષની સરખામણીએ ઓછા હતા. ગત વર્ષે 14,79,505 એકમો ઉત્પાદિત કરવામાં આવ્યા હતા. મીની અને કોમ્પેક્ટ સેગમેન્ટ્સે મોટુ યોગદાન આપતાં મારુતિ સુઝુકીએ ગયા મહિને વેચાણમાં 7.3 ટકાનો વધારો નોંધાવ્યો હતો. અલ્ટો અને એસપ્રેસોએ મળીને 23,959 યુનિટ વેચાયા હતા. જોકે, 12.9 ટકાનો ડી ગ્રોથ જણાયો હતો.  આ પણ વાંચો :    Share Market : સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ્સ ઉછળ્યો, નિફટી 14,700ને પાર, આ શેરમાં આવી તેજી

  જોકે એન્ટ્રી લેવલ કૉપેક્ટ મોડેલમાં તેજી જોવા મળી હતી. ફેબ્રુઆરીમાં વેગેનાર, સ્વીફ્ટ, ડિઝાયર, સેલેરીઓ, ઇગ્નિસ જેવી કારના 80517 યુનિટ વેચાયા હતા. જે અગાઉની 69,828ની સરખામણીએ વધુ છે. સિઆઝ જેવી મિડ રેન્જ સેડાનમાં અગાઉની 2544 યુનિટની સરખામણીએ 40.6 ટકાનો ડી ગ્રોથ દેખાયો હતો. માત્ર 1510 યુનિટ વેચાયા હતા.

  અર્ટિગા, એસ ક્રોસ, વિતારા બ્રેઝા અને એક્સએલ6 જેવા મોડેલ ગત વર્ષની સરખામણી (22604)એ વધીને 26884 સુધી પહોંચ્યા હતા. વાર્ષિક વેચાણની દ્રષ્ટિએ એકંદરે 18.9 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આવી જ રીતે ઈકોના વેચાણમાં 5.9 ટકાનો વધારો થવા પામ્યો છે. આંકડા મુજબ ગત વર્ષની 11227ની સરખામણીએ આ વખતે 11891 યુનિટ વેચ્યા છે. માલવાહક સુપર કેરીના વેચાણમાં 507.6 ટકાનો તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. જેના 2722 યુનિટ વેચાયા હતા.

  આ પણ વાંચો : Tata લાવી રહ્યું છે સુપર એપ; કાર, ફ્લાઈટ, હોટલ સહિતની સર્વિસ એક જ ક્લિક પર મળશે

  ઉલ્લેખનીય છે કે, મારુતિ સુઝુકીએ વિતારા બ્રેઝા અને બલેનોના 5500 યુનિટ ટોયોટાને પહોંચાડ્યા હતા. જેનું ટોયોટા અર્બન ક્રુઝર અને ટોયોટા ગ્લાન્ઝેના નામે રિબ્રાન્ડિંગ થશે. આ બન્ને કારના સંયુક્ત રીતે 50,000 યુનિટ વેચ્યા છે. હજુ આ પ્રકારના વાહનો નજીકના ભવિષ્યમાં આવશે. જાપાનની આ બન્ને કંપનીઓ મિડ સાઈઝ SUV અને સી સેગમેન્ટ MPVમાં કામ કરી રહી છે.

  વર્ષના ફેબ્રુઆરી મહિનાની સરખામણીએ આ વર્ષે OEMની સપ્લાયમાં 2699 યુનિટનો વધારો નોંધાયો હતો. વાર્ષિક વેચાણની દ્રષ્ટિએ 11.9 ટકાનો ઉછાળો નોંધાયો છે.
  Published by:Jay Mishra
  First published:March 01, 2021, 19:38 pm

  ટૉપ ન્યૂઝ