તહેવારોમાં Maruti Suzukiની ભેટ, 5,000 રૂપિયા સુધી સસ્તી થઈ Cars

News18 Gujarati
Updated: September 25, 2019, 12:32 PM IST
તહેવારોમાં Maruti Suzukiની ભેટ, 5,000 રૂપિયા સુધી સસ્તી થઈ Cars
મારુતિ સુઝુકીએ 25 સપ્ટેમ્બરથી કારોના ભાવ વધુ ઘટાડ્યા, પ્રમોશનલ ઑફર્સ ઉપરાંત મળશે આ ડિસ્કાઉન્ટ

મારુતિ સુઝુકીએ 25 સપ્ટેમ્બરથી કારોના ભાવ વધુ ઘટાડ્યા, પ્રમોશનલ ઑફર્સ ઉપરાંત મળશે આ ડિસ્કાઉન્ટ

  • Share this:
નવી દિલ્હી : સરકાર દ્વારા કૉર્પોરેટ ટૅક્સ (Corporate Tax) ઘટાડવાની જાહેરાત બાદ દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી (Maruti Suzuki)એ કારના ભાગોમાં ઘટાડો કર્યો છે. મારુતિ સુઝુકીએ પસંદગીની કારોનો ભાવ 5 હજાર રુપિયા સુધી (એક્સ-શો રૂમ કિંમત) ઘટાડ્યો છે. ઘટાડેલા ભાવ આજે (25 सितंबर)થી જ લાગુ થઈ જશે. કિંમતોમાં કરવામાં આવેલા ઘટાડો Alto 800, Alto K10, Swift Diesel, Celerio, Baleno Diesel, Ignis, Dzire Diesel, Tour S Diesel, Vitara Brezza અને S-Cross પર લાગુ થશે. કારોના આ મૉડલ 2.93 લાખ રૂપિયાથી 11.49 લાખ રૂપિયાની વચ્ચે વેચાય છે. મારુતિએ કહ્યુ કે, ઘટાડેલી કિંમતો હાલમાં જ પ્રમોશનલ ઑફર્સ ઉપરાંત લાગુ થશે. નોંધનીય છે કે, મારુતિ હાલ 40 હજારથી શરૂ કરીને એક લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ (discount) આપી રહી છે.

કસ્ટમરોને આકર્ષવા માટે ઑફર

વેચાણમાં ઘટાડોને જોતા અનેક કાર નિર્માતાઓએ કસ્ટમરોને પોતાની તરફ ખેંચવા માટે મોટા ડિસ્કાઉન્ટ ઑફર કર્યા છે. આ મહિનાની શરૂઆતમાં મારુતિ સુઝુકીના ચેરમેન આર. સી. ભાર્ગવે કહ્યું કે કાર નિર્માતાઓને લાગે છે કે ગત મહિનાની તુલનામાં સપ્ટેમ્બર મહિનામાં કારોનું વેચાણ વધવાની આશા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ઑટોમોબાઇલ સૅક્ટરમાં સતત ઘટાડાની સ્થિતિ ઊભી થયેલી છે. મારુતિ સુઝુકીના સ્થાનિક બજારમાં ઑગસ્ટ મહિનામાં વેચાણ લગભગ 34.3 ટકા સુધી ઘટી ગયું હતું, જે હાલમાં થનારો સૌથી મોટો ઘટાડો હતો.

વેચાણ રિવાઇવ કરવાનો પ્રયાસ

સરકારે પગલાનું સ્વાગત કરતાં મારુતિ સુઝુકી ઈન્ડિયાએ કહ્યુ કે, કંપની કૉર્પોરેટ ટૅક્સમાં ઘટાડાના લાભને કસ્ટમર્સ સાથે વહેંચવા માંગે છે. નવરાત્રી 29 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે અને મારુતિ પોતાની માઇક્રો એસયૂવી S-Pressoને 30 સપ્ટેમ્બરે લોન્ચ કરવાની છે. તેથી દિવાળી અને નવરાત્રી દરમિયાન મારુતિ પોતાના વેચાણને રિવાઇવ કરવા માંગે છે. ગયા મહિને મારુતિએ XL6ને લોન્ચ કરી હતી.

આ પણ વાંચો, ડ્રાઈવિંગ સમયે ફૂલ બાંયનો શર્ટ નહીં પહેર્યો હોય તો પણ મળી શકે છે મેમોઆ પણ વાંચો, સરકારે પૅન્શન નિયમોમાં કર્યા ફેરફાર, હવે આ લોકોને પહેલાથી વધુ પૈસા મળશે
First published: September 25, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading