માર્ચ બોનાન્ઝા : મારૂતિ સુઝુકીની કાર પર મળી રહ્યું છે 50,000 સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ

માર્ચ બોનાન્ઝા : મારૂતિ સુઝુકીની કાર પર મળી રહ્યું છે 50,000 સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
મારૂતિ સુઝુકી (Maruti Suzuki)એ ફેસ્ટિવલ ડિમાન્ડ બાદ પણ માંગને ટકાવી રાખવા માટે માર્ચ, 2021માં કાર પર ડિસ્કાઉન્ટ ઓફરની જાહેરાત કરી છે

મારૂતિ સુઝુકી (Maruti Suzuki)એ ફેસ્ટિવલ ડિમાન્ડ બાદ પણ માંગને ટકાવી રાખવા માટે માર્ચ, 2021માં કાર પર ડિસ્કાઉન્ટ ઓફરની જાહેરાત કરી છે

 • Share this:
  દેશની અને વિશ્વની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારૂતિ સુઝુકી (Maruti Suzuki)એ ફેસ્ટિવલ ડિમાન્ડ બાદ પણ માંગને ટકાવી રાખવા માટે માર્ચ, 2021માં કાર પર ડિસ્કાઉન્ટ ઓફર(Discount Offer)ની જાહેરાત કરી છે. અરિના(Arena) રેન્જની કાર પર મારૂતિ સુઝુકીએ આ મહિના માટે ડિસ્કાઉન્ટ ઓફર લોન્ચ કરી છે. જોકે આ ઓફર અમુક સિલેક્ટેડ મોડલ પર જ ઉપલબ્ધ રહેશે. જો તમે પણ નવી કાર લેવા જઈ રહ્યાં છો અથવા નવી કાર લેવાનું મન બનાવી રહ્યાં છો, તો થઈ જાવ તૈયાર. કારણકે કારની ખરીદીની આ બમ્પર ઓફર ફરી નજીકના ભવિષ્યમાં નહીં મળે અને સંભવિત છે કે મારૂતિ આગામી મહિને કારના ભાવમાં પણ વધારો કરવા જઈ રહી છે.

  મારૂતિની કઈ ગાડી પર કેટલું ડિસ્કાઉન્ટ?  મારૂતિ S-Presso: મારૂતિ આ મોડલ પર કુલ રૂ. 52,000નું ડિસ્કાઉન્ટ આપી રહી છે, જેમાંથી 20,000 કેશ ડિસ્કાઉન્ટ છે અને 20,000નું એક્સચેન્જ બોનસ છે. આ મોડલમાં 1.0 લિટરનું પેટ્રોલ એન્જિન છે અને 5 સ્પીડ મેન્યુઅલ અને AMT વેરિઅન્ટ સાથે ઉપલબ્ધ છે.

  મારૂતિ સુઝુકી Celerio: આ કાર પર કંપની ખરીદારોને 47,000 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ આપી રહી છે, જેમાં 20,000 રૂપિયાના કેશ ડિસ્કાઉન્ટ અને 20,000 રૂપિયાના એક્સચેન્જ બોનસનો લાભ મળશે. સેલેરિયો મેન્યુઅલ અને એએમટી ગિયરબોક્સ વિકલ્પની સાથે 1.0-લિટર K-સિરીઝ પેટ્રોલ એન્જિનથી સજ્જ છે. આ સિવાય તે S-Pressoની જેમ જ ફેક્ટરી ફીટેડ સીએનજી મોડલમાં પણ ઉપલ્બધ છે.

  આ પણ વાંચો - Facebook યૂઝર્સ માટે મોટા સમાચાર, હવે એક મિનિટનો વીડિયો બનાવી કમાઇ શકશો પૈસા, જાણો શું કરવું પડશે?

  મારૂતિ સુઝુકી Alto : PV સેગમેન્ટની એન્ટ્રી લેવલ મોડેલ Alto પર કંપની માર્ચ બોનાન્ઝામાં 15,000ના કેશ ડિસ્કાઉન્ટ અને 15,000ના એક્સચેન્જ બોનસ સાથે કુલ 42,000 રૂપિયાના લાભ આપી રહી છે. આ કાર 0.8 લિટરના પેટ્રોલ એન્જિન સાથે આવે છે.

  મારૂતિ સુઝુકી Swift : આ મોડેલ પર કંપની 20,000 રૂપિયાના એક્સચેન્જ બેનિફિટ અને 10,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

  મારૂતિ સુઝુકી Ecco : મારૂતિ આ કાર રૂ. 10,000ના કેશ ડિસ્કાઉન્ટ અને 20,000ના એક્સચેન્જ બોનસ સહિત કુલ રૂપિયા 37,000 સસ્તી આપી રહી છે.

  મારૂતિ સુઝુકી Vitara Breeza : સૌથી લોકપ્રિય મોડલોમાંના એક વિટારા બ્રેઝામાં 105hp અને 1.5 લિટર પેટ્રોલ એન્જિન સાથે મેન્યુઅલ અને ટોર્ક કન્વર્ટર ગિયરબોક્સ વિકલ્પ છે. આ મોડેલ પર 10,000ના કેશ ડિસ્કાઉન્ટ અને 20,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ સાથે કુલ 35,000 રૂપિયાની ઓફર મળી રહી છે.

  મારૂતિ સુઝુકી Dzire : માર્ચ ઓફરમાં કાર પર 8000ના રોકડ અને અને 20,000 રૂપિયાના એક્સચેન્જ બોનસ સાથે કુલ 35,000 રૂપિયાના ફાયદા કંપની આપી રહી છે. ડીઝાયર ભારતની સૌથી વધુ માઈલેજ આપતી કાર માનવામાં આવે છે.

  મારૂતિ સુઝુકી Wagon R : મારૂતિ આ મોડેલમાં બે ઈકોનોમિક પેટ્રોલ એન્જિન 68hp, 1.0 લિટર અને 83hp, 1.2 લિટરના ઓપ્શન આપે છે. બંને મોડલમાં મેન્યુઅલ અને AMT ગિયરબોક્સના વિકલ્પ મળે છે. આ કાર ખરીદવા પર તો 8000ના રોકડ ડિસ્કાઉન્ટ અને 15,000નું એક્સચેન્જ મળીને કુલ 30,000 રૂપિયાનો લાભ મળી શકે છે.

  મારૂતિ સુઝુકી Baleno : બલેનોના તમામ વેરિયન્ટ પર 15,000નું કેશ ડિસ્કાઉન્ટ, 10,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 4000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ શામેલ છે. જોકે મારૂતિ સિગ્મા(Sigma) વેરિએન્ટ પર 5000 રૂપિયાના વધારાનું કેશ ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી રહ્યું છે.

  મારૂતિ સુઝુકી Ciaz : આ મોડેલ 10,000 રૂપિયાના રોકડ ડિસ્કાઉન્ટ, 20,000 રૂપિયાના એક્સચેન્જ બોનસ અને 10,000 રૂપિયાના કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સાથે માર્ચ બોનાન્ઝામાં મારૂતિ ઓફર કરી રહી છે.
  Published by:Ashish Goyal
  First published:March 12, 2021, 18:31 IST

  ટૉપ ન્યૂઝ