Home /News /business /

Maruti Suzuki Price Hike: મારુતિ સુઝુકીના વાહનો આજથી મોંઘા થયા, જાણો વિગત

Maruti Suzuki Price Hike: મારુતિ સુઝુકીના વાહનો આજથી મોંઘા થયા, જાણો વિગત

મારુતિ સુઝુકી ઇન્ડિયા

Maruti Suzuki Price Hike: કંપનીએ એપ્રિલ મહિનાથી વિવિધ મોડલની કિંમતમા વધારો કરવાનો પ્લાન ઘડ્યો હતો. કંપનીના દરેક મોડલ પર ભાવમાં અલગ અલગ વધારો થશે.

  નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા (MSI) આજથી એટલે કે 18મી એપ્રિલથી તેના તમામ મોડલની કિંમતમાં વધારો કરશે. કંપનીએ એક ફાઇલિંગમાં કહ્યું છે કે આખા વર્ષ દરમિયાન વિવિધ ઇનપુટ કોસ્ટ (Input cost) વધવાને પગલે કંપનીની ગાડીઓ પર તેની પ્રતિકૂળ અસર પહોંચી છે. કંપનીએ જણાવ્યું છે કે, તમામ શ્રેણીના વાહનોના કિંમતમાં (એક્સ-શોરૂમ, નવી દિલ્હી) આશરે 1.3 ટકાનો વધારો થશે. કંપનીએ વધુમાં જણાવ્યું કે કે ઉત્પાદન ખર્ચ (Production cost) વધી જતા હવે તેનો ભાર ગ્રાહકો પર નાખવો જરૂરી બન્યો હતો.

  કંપનીએ એપ્રિલ મહિનાથી વિવિધ મોડલની કિંમતમા વધારો કરવાનો પ્લાન ઘડ્યો હતો. કંપનીના દરેક મોડલ પર ભાવમાં અલગ અલગ વધારો થશે.

  ઉલ્લેખનીય છે કે મારુતિ સુઝુકી ઇન્ડિયા જાન્યુઆરી 2021થી માર્ચ 2022 દરમિયાન વિવિધ મોડલની કિંમતમાં પહેલાથી જ 8.8 ટકા જેટલો વધારે કર્યો છે. કંપની ભારતીય બજારમાં વિવિધ મોડલ વેચે છે. જેમાં અલ્ટોથી લઈને એસ-ક્રોસ સુધીની કાર્સ સામેલ છે. કંપનીએ તાજેતરમાં જ તેના એક મોડલનું સીએનજી વર્ઝન અને બલેનો કારનું ફેસલિફ્ટ વર્ઝન લોંચ કર્યું છે.

  મહિન્દ્રાની કાર્સ 63,000 રૂપિયા સુધી મોંઘી થઈ


  ઑટો સેક્ટરની એક અન્ય કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (Mahindra & Mahindra)એ ગત ગુરુવારે કહ્યુ હતુ કે, કંપનીએ તાત્કાલિક અસરથી પોતાના તમામ મોડલની કિંમતમાં 2.5 ટકા સુધી વધારો કર્યો છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતુ કે તમામ મોડલ અને વેરિઅન્ટની કિંમતમાં 10 હજારથી લઈને 63 હજાર રૂપિયા સુધીનો વધારો થશે.

  મહિન્દ્રા તરફથી કહેવામાં આવ્યું હતું કે, સ્ટીલ, એલ્યુમિનિયમ, પેલેડિયમ સહિતની કોમોડિટીની કિંમત વધવાને કારણે કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. કંપની માટે ભાવ વધારાનો આંશિક ભાર ગ્રાહકો પર નાખવો જરૂરી બન્યું હતું.

  મારુતિ સુઝુકી અર્ટિગા ફેસલિફ્ટ લોંચ


  મારુતિ સુઝુકી દ્રારા અર્ટિગા ફેસલિફ્ટને ભારતમાં (Maruti Suzuki Ertiga Launched in India) લોન્ચ કરાઇ છે. તેની કિમત (Maruti Suzuki Ertiga Price) 8.35 લાખ રૂપિયાથી શરૂ થાય છે. 2022 મારુતિ સુઝુકી અર્ટિગા પેટ્રોલ અને સીએનજી (CNG) બંને વિકલ્પોમાં આવશે અને ટોપ-સ્પેક વેરિઅન્ટની કિંમત 12.79 લાખ રૂપિયા સુધી રાખવામાં આવી છે. તો ચાલો નવી મારુતિ સુઝુકી અર્ટિગા (તમામ કિંમતો, એક્સ-શોરૂમ)ની વેરિઅન્ટ-વાઇઝ કિંમતો વિશે જાણીએ.

  આ પણ વાંચો: આજે ઇન્ફોસિસ, એચડીએફસી બેંક સહિત આ 20 શેરમાં કરો મોટી કમાણી 

  ● મારુતિ અર્ટિગા VXi: 9.49 લાખ રૂપિયા

  ● મારુતિ અર્ટિગા VXi CNG 10.44 લાખ રૂપિયા

  ● મારુતિ અર્ટિગા VXi AT: 10.99 લાખ રૂપિયા

  ● મારુતિ અર્ટિગા ZXi: 10.59 લાખ રૂપિયા

  ● મારુતિ અર્ટિગા ZXi CNG: 11.54 લાખ રૂપિયા

  ● મારુતિ અર્ટિગા ZXi AT: 12.09 લાખ રૂપિયા

  ● મારુતિ અર્ટિગા ZXi+: 11.29 લાખ રૂપિયા

  ● મારુતિ અર્ટિગા ZXi+ AT: 12.79 લાખ રૂપિયા

  ● મારુતિ અર્ટિગા ટૂર M: 9.46 લાખ રૂપિયા

  ● મારુતિ અર્ટિગા ટૂર M CNG: 10.41 લાખ રૂપિયા

  આ પણ વાંચો: સપ્તાહના પ્રથમ દિવસે જ સોના-ચાંદીમાં મોટી ઉછાળો

  કાર કે સ્કૂટરમાં આગ લાગવાના કેસમાં વાહન વીમો કઈ રીતે મદદગાર થઈ શકે?

  તાજેતરમાં ચાર ઇલેક્ટ્રિક સ્કૂટર (electric scooters)માં આગ લગાવની ઘટના સામે આવી હતી. ખાસ કરીને નવા ઓલા એસ1 પ્રો ઇલેક્ટ્રિક સ્કૂટર (Ola S1 Pro electric scooter)માં આગ લાગી હોવાનો બનાવ સોશિયલ મીડિયા (social media)માં ચર્ચાનો વિષય રહ્યો હતો. ભૂતકાળમાં પણ ઘણા આવા કિસ્સા સામે આવી ચૂક્યા છે, ત્યારે વાહનના વીમા (Motor insurance)નો પ્રશ્ન પણ ફરી ચર્ચામાં રહ્યો છે. આમ તો વીમા પોલિસી દુર્ઘટના (Accident)ના કિસ્સામાં વીમાધારકને મદદ કરવા માટે હોય છે. જોકે, બાઇક કે કાર માટે મોટર વીમો ખરીદવાનું આયોજન કરવાની વાત આવે ત્યારે લોકોએ તથ્યોથી વાકેફ હોવું જરૂરી છે. આ વિગતો ન જાણતા હોવ તો તમારા વાહનમાં આગ લાગવાની સ્થિતિમાં તમે નિરાશ થઈ શકો છો. (વાંચો સમગ્ર અહેવાલ...)
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Automobile, Maruti suzuki, કાર

  આગામી સમાચાર