Marutiની કાર આજથી આટલા રૂપિયા સુધી થશે મોંઘી! આ કારણથી વધી કિંમતો

News18 Gujarati
Updated: January 10, 2019, 12:01 PM IST
Marutiની કાર આજથી આટલા રૂપિયા સુધી થશે મોંઘી! આ કારણથી વધી કિંમતો
મારૂતિએ તમામ મોડલના ભાવ 10,000 રૂપિયા સુધી વધારવાની જાહેરાત કરી છે.

મારૂતિએ તમામ મોડલના ભાવ 10,000 રૂપિયા સુધી વધારવાની જાહેરાત કરી છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકીએ પોતાના તમામ મોડલના ભાવ વધારી દીધા છે. મારૂતિએ તમામ મોડલના ભાવ 10,000 રૂપિયા સુધી વધારવાની જાહેરાત કરી છે. કંપનીને ખર્ચ વધવાના કારણે કિંમતમાં વધારો કર્યો. આપને જણાવી દઈએ કે વધેલી કિંમતો આજથી લાગુ થઈ જશે. આ પહેલા ટાટા મોટર્સે ડિસેમ્બર 2018માં જ પોતાની કિંમતોને વધારવાની જાહેરાત કરી હતી.

આપને જણાવી દઈએ કે મારૂતિ હાલ દેશમાં 2.53 લાખ રૂપિયા આપીને 11.45 લાખ રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી) સુધીની કારોનું વેચાણ કરે છે. શરૂઆતના સ્તરે મારૂતિની ઓલ્ટો-800 કાર સૌથી પસંદ કરવામાં આવે છે. બીજી તરફ, કંપની પ્રીમિયમ સેગમેન્ટમાં એસ ક્રોસ કાર વેચે છે.

 ટાટા મોટર્સે કહ્યું હતું કે કારની કિંમતોમાં 1 જાન્યુઆરીથી 40 હજાર રૂપિયા સુધીની વધારો કરશે. ટાટા તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે બજારના બદલાતાં સમીકરણ, વધતો ખર્ચ અને વિભિન્ન અન્ય બહારના આર્થિક કારણોથી અમને કિંમત વૃદ્ધિ પર વિચાર કરવા મજબૂર કર્યા. જોકે, હજુ સુધી કંપનીએ તેની જાહેરાત નથી કરી.આ પણ વાંચો, મોદી સરકાર હજુ સુધી પૂરા નથી કરી શકી પોતાના 250 વાયદા
First published: January 10, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading