મંદીનો માર! મારૂતિ સુઝુકીએ 3,000 કોન્ટ્રાક્ટ કર્મચારીઓની છટણી કરી

News18 Gujarati
Updated: August 27, 2019, 2:18 PM IST
મંદીનો માર! મારૂતિ સુઝુકીએ 3,000 કોન્ટ્રાક્ટ કર્મચારીઓની છટણી કરી
ફાઇલ તસવીર

Maruti Suzuki AGM: કંપની આ વર્ષના અંતમાં સુધીમાં ડીઝલ કારોનું પ્રોડક્શન બંધ કરશે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારૂતિ સુઝુકી (Maruti Suzuki)એ 3,000 અસ્થાયી કર્મચારીઓની છટણી કરી છે. કંપનીના ચેરમેન આર.સી. ભાર્ગવના મતે ઑટો ઇન્ડસ્ટ્રીની મંદીના કારણે આ નિર્ણય લેવો પડ્યો છે. જોકે, કંપનીના કાયમી કર્મચારીઓની નોકરી પર જોખમ નથી. કંપનીના ચેરમેને વાર્ષિક સામાન્ય સભામાં કહ્યું કે Maruti Suzukiએપ્રિલ 2020થી નાની ડીઝલ કારોનું વેચાણ બંધ કરી દેશે. નાની ડીઝલ કારોના સ્થાને કંપનીની નજર CNG કારો પર છે. મારૂતિએ એપ્રિલમાં જાહેરાત કરી હતી કે આગામી વર્ષના અંત સુધીમાં તે બી.એસ 6 એમિશ નૉર્મ્સ મુજબ કારોનું પ્રોડક્શન કરશે.

મારૂતિ સુઝુકીની એ.જી. એમ

એ.જી. એમમાં ચર્ચા થઈ કે કંપની સી.એન.જી.ગાડીઓના ઉત્પાદનમાં 50 ટકાનો વધારો કરવાનું આયોજન કરી રહી છે. કંપની બ્રેઝા અને અર્ટિગાના પેટ્રોલ વૅરિએન્ટનું વેચાણ શરૂ રાખશે.

આ પણ વાંચો :  RBIથી સરકારને મળશે 1.76 લાખ કરોડ, આપને થશે આ 5 ફાયદા

ભાર્ગવે જણાવ્યું કે વર્તમાન નાણાકિય વર્ષમાં ત્રીજા અથવા તો અંતિમ ક્વાર્ટરમાં વાહનોના વેચાણમાં નફો દેખાશે. बीएस-VI ટ્રાન્ઝિશનના કારણે આગામી નાણાકિય વર્ષમાં વેચાણ વધવાની અપેક્ષા છે.

કંપનીના ચેરમેનને વિશ્વાસ છે કે નાની ગાડીઓમાં સી.એન.જીનો વિકલ્પ સારો રહેશે. પેટ્રોલ-ડિઝલના વિકલ્પના ભાગરૂપે કંપની પાસે સી.એન.જી. ગાડીઓની ફોજ છે.આ પણ વાંચો :  અરુણ જેટલીના અંતિમ સંસ્કારમાં બાબુલ સુપ્રિયો સહિત 10 લોકોનાં ફોન ચોરાયા

સમગ્ર દેશમાં સી.એન.જીના વ્યાપ પર ભાર આપવામાં આવ્યો છે. વર્તમાનમાં દેશમાં 30 લાખ સી.એન.જી ગાડીઓ છે. દેશમાં સી.એન.જીનું સૌથી વધુ વેચાણ દિલ્હી, એન.સી.આર, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હરિયાણામાં થયું છે. મારૂતિએ અત્યારસુધીમાં 5 લાખથી વધુ સી.એન.જી કારો વેચી છે.

Maruti Suzuki બહુ ઝડપથી નાની અને ઓછી કિંમતની એસયૂવી કાર લોંચ કરશે. આ માઇક્રો SUVનું નામ S-Presso છે. રિપોર્ટ પ્રમાણે કંપની તેને 30મી સપ્ટેમ્બરના રોજ લોંચ કરી શકે છે. હકીકતમાં આ કારને કંપનીએ સૌપ્રથમ વખત ઓટો એક્સપો 2018માં રજૂ કરી હતી. એ વખતે કારને Future S નામ આપવામાં આવ્યું હતું.
First published: August 27, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading