Maruti Suzuki Dzire CNG: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મારુતિ સુઝુકીએ નવી CNG કાર લોન્ચ કરી છે. દેશની સૌથી મોટી વાહન બનાવનાર કંપની મારુતિ સુઝુકી (Maruti Suzuki) એ મંગળવારે બેસ્ટ સેલિંગ સેડાન કાર ડિઝાયર (Dzire) ના CNG વેરિએન્ટને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. VXI અને ZXI વેરિએન્ટમાં Maruti Suzuki Dzire CNG ઉપલબ્ધ છે.
Maruti Dzire CNG VXI વેરિએન્ટની એક્સ શોરૂમ કિંમત રૂ.8.14 લાખ છે. Maruti Dzire CNG ZXI વેરિએન્ટની એક્સ શોરૂમ કિંમત રૂ.8.82 લાખ છે. મારુતિ સુઝુકીએ Dzire CNG સેડાનને સબસ્ક્રિપ્શન મૉડલ પર ઉપલબ્ધ કરાવ્યું છે. મારુતિ સુઝુકીએ જણાવ્યું કે, ડિઝાયર CNG મૉડલની માસિક સબસ્ક્રીપ્શન ફી રૂ.16,999 થી શરૂ થાય છે.
અન્ય કઈ કાર લોન્ચ કરવામાં આવશે?
Maruti Suzuki Dzire CNG ની કોમ્પિટીશન Hyundai Aura CNG અને Tata Tigor CNG જેવી કાર સાથે થશે. મારુતિ સુઝુકી ડિઝાયરનું CNG વેરિએન્ટ તેની અન્ય CNG કારની યાદીમાં સામેલ થઈ ગઈ છે. જેમાં સેલેરિયો, વેગેનોર જેવી કાર પણ સામેલ છે. આ CNG સેડાનના લોન્ચિંગ સાથે મારુતિ સુઝુકીના CNG પોર્ટફોલિયોમાં કુલ 9 CNG કાર છે.
મારુતિ સુઝુકી દાવો કરે છે કે, ડિઝાયર સેડાનના CNG વેરિએન્ટની લોન્ચિંગથી ભારત સરકારને લાભ થશે. ભારત સરકારે ક્રૂડની ઓછી આયાત કરવી પડશે. જેમાં ઊર્જા મિશ્રણમાં પ્રાકૃતિક ગેસની ભાગીદારી 2030 સુધીમાં 6.2 ટકાથી વધારીને 15 ટકા કરવાનો લક્ષ્યાંક છે. પેટ્રોલ અને ડીઝલની સરખામણીએ CNG સ્વચ્છ અને હરિત ઈંધણ માનવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલની સરખામણીએ CNG વધુ માઈલેજ આપે છે. આ કારણોસર CNG કાર માલિકોને તેનો ફાયદો મળે છે.
અન્ય ફીચર
ડિઝાઈનના મામલે ડિઝાયર CNG પેટ્રોલ એન્જિન વેરિએન્ટ જેવી જ છે. ડિઝાયર CNG માં બૂટ સ્ટોરેજમાં ફેક્ટપી ફિટેડ CNG કિટ શામેલ કરવામાં આવી છે. CNG કિટ 1.2 લીટર K-Series ડ્યુઅલ જેટ ડ્યુઅલ VVT પેટ્રોલ એન્જિન સાથે કામ કરે છે. આ એન્જિન CNG મોડમાં છે અને 6,000 rpm પર 77 PS નો પાવર અને 98.5 Nm નો ટર્ક જનરેટ કરે છે. જેની સાથે Maruti Suzuki Dzire CNG કાર 31.12 કિમી પ્રતિ કિલોગ્રામ માઈલેજ આપે છે.
મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના વરિષ્ઠ કાર્યકારી નિર્દેશક શશાંક શ્રીવાસ્તવે ડિઝાયર CNG લોન્ચિંગ અંગે કેટલીક જાણકારી આપે છે. તેમણે જણાવ્યું કે, S-CNG જેવી પરિવર્તનકારી ટેકનિક સાથે પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે વધુમાં વધુ ગ્રાહક S-CNG વાહનોનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર