Home /News /business /

Maruti Suzuki એ બંધ કર્યા પોતાની આ બે સસ્તી કારના મોડલ, સરકારનો નવો નિયમ છે તેનું કારણ

Maruti Suzuki એ બંધ કર્યા પોતાની આ બે સસ્તી કારના મોડલ, સરકારનો નવો નિયમ છે તેનું કારણ

આ મોડલ બન્ને કારના બેસ મોડલ હતા

Maruti Suzuki - સડક, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH)પાંચ મહિના પછી કારમાં 6 એરબેગ ફરજિયાત કરવા જઈ રહ્યું છે

    નવી દિલ્હી : Maruti Suzuki એ પોતાના Alto અને S-Presso મોડલના સિંગલ-એરબેગ લોઅર ટ્રિમ્સને બંધ કરી દીધા છે. ઓફિશિયલ વેબસાઇટથી માહિતી મળી છે કે અલ્ટોના (maruti suzuki alto)એસટીડી, એસટીડી (ઓ) અને એલએક્સઆઈ ટ્રિમ્સને બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે એસ-પ્રેસોના (maruti suzuki alto s presso)એસટીડી અને એલએક્સઆઈ ટ્રિમને પણ હવે ગ્રાહક ખરીદી શકશે નહીં. આ મોડલ બન્ને કારના બેસ મોડલ હતા.

    મારુતિ સુઝુકીના (Maruti Suzuki)આ મોડલના બંધ થવાના કારણે મારુતિ સુઝુકી અલ્ટોની કિંમત 4.08 લાખ રૂપિયા (એક્સ શો-રુમ)થી શરુ થાય છે અને 5.03 લાખ રૂપિયા સુધી જાય છે. જ્યારે મારુતિ સુઝુકી એસ પ્રેસોની શરૂઆતી કિંમત હવે 3.99 લાખ રૂપિયા (એક્સ-શો રુમ) છે અને તેના ટોપ મોડલની કિંમત 5.64 લાખ રૂપિયા છે. બન્ને કાર પેટ્રોલ અને અને સીએનજી ઓપ્શનમાં ઉપલબ્ધ છે. આમાં ડીઝલ વેરિએન્ટનો ઓપ્શન મળતો નથી.

    કારમાં આપવા પડશે 6 એરબેગ

    કંપની તરફથી આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે સડક, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH)પાંચ મહિના પછી કારમાં 6 એરબેગ ફરજિયાત કરવા જઈ રહ્યું છે. આ વર્ષે 1 ઓક્ટોબર પછી નવા વાહનો વેચવા માટે માનક ફિટમેન્ટના રૂપમાં છ એરબેગથી લેસ હોવું ફરજિયાત છે.

    આ પણ વાંચો - Maruti Suzuki એ લોન્ચ કરી નવી સસ્તી 6 સીટર કાર, જુઓ કિંમત અને ફિચર્સ

    હવે સ્ટાન્ડર્ડ ફિટમેન્ટ સાથે ઉપલબ્ધ છે બન્ને કાર

    આ પગલાની સાથે મારુતિ સુઝુકી અલ્ટો અને એસ પ્રેસો બન્ને હવે સ્ટાન્ડર્ડ ફિટમેન્ટના રુપમાં ડબલ ફ્રન્ટ એરબેગ સાથે ઉપલબ્ધ છે. જોકે મારુતિ સુઝુકીએ ટ્રિમ ઓપ્શનને બંધ કરવા પાછળ કોઇ કારણ જણાવ્યું નથી. આ કેન્દ્ર સરકાર દ્વારા ફરજિયાત સુરક્ષા માનદંડોના કારણે હોઇ શકે છે. જે માટે ભારતમાં બધી કારમાં માનકના રુપમાં ડબલ ફ્રન્ટ એરબેગ સાથે ફિટ કરવાની જરૂરિયાત હોય છે.

    આ કારમાં આવે છે સિંગલ એરબેગ

    અલ્ટો અને એસ પ્રેસો સિવાય મારુતિ સુઝુકી સેલેરિયો અને વેગનઆરને એક જ એરબેગ સાથે માનકના રુપમાં વેચે છે. જોકે નવા મોડલોમાં બન્ને હેચબેકમાં ઘણા સેફ્ટી ફિચર્સ અપડેટ કર્યા છે. હવે આ કાર સ્ટાન્ડર્ડ ડબલ ફ્રન્ટ એરબેગ સાથે આવે છે. આ સિવાય મારુતિ સુઝુકીના અન્ય બધા મોડલોને સ્ટાન્ડર્ડ ફિટમેન્ટના રુપમાં ડબલ એરબેગ સાથે રજુ કરવામાં આવ્યા છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Maruti suzuki, Maruti Suzuki Cars, બિઝનેસ

    આગામી સમાચાર