Home /News /business /Maruti Suzuki Car Prize Hike: મારુતિની ગાડીઓ થઇ મોંઘી, કંપનીએ આજથી જ કર્યો ભાવ વધારો
Maruti Suzuki Car Prize Hike: મારુતિની ગાડીઓ થઇ મોંઘી, કંપનીએ આજથી જ કર્યો ભાવ વધારો
2022 સુધી સેમિકન્ડક્ટરની અછતને કારણે ખર્ચમાં વધારો જોવા મળ્યો હતો.
Maruti Suzuki Car Prize Hike: મારુતિ સુઝુકીએ આજે તમામ મોડલની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ભાવમાં આ નવો વધારો આજથી જ લાગુ થશે. કંપનીએ કિંમતોમાં લગભગ 1.1%નો વધારો કર્યો છે.
Maruti Suzuki Car prize Hike: દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકીએ આજથી તેના તમામ મોડલની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ તમામ મોડલના વાહનોની કિંમતોમાં વધારો કર્યો છે. ભાવમાં આ નવો વધારો આજથી જ લાગુ થશે. કંપનીએ કિંમતોમાં લગભગ 1.1%નો વધારો કર્યો છે.
મારુતિ સુઝુકીએ ડિસેમ્બરમાં કિંમતોમાં વધારાની જાણકારી આપી હતી. ઓટો કંપનીઓનું કહેવું છે કે કાચા માલના ભાવમાં વધારાને કારણે કિંમતોમાં વધારો કરવામાં આવી રહ્યો છે. સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી માહિતીમાં કંપનીએ કહ્યું કે આ વધારો તમામ મોડલ પર અલગ-અલગ હશે.
હ્યુન્ડાઈ, ટાટા મોટર્સથી લઈને લક્ઝરી બ્રાન્ડ્સ ઓડી અને મર્સિડીઝ-બેન્ઝ સુધીની કાર ઉત્પાદકોએ પણ વધતા ખર્ચને કારણે કિંમતો વધારી છે. 2022 સુધી સેમિકન્ડક્ટરની અછતને કારણે ખર્ચમાં વધારો જોવા મળ્યો હતો. મારુતિ સુઝુકી કંપની બલેનો, સેલેરિયો, ડિઝાયર, ઇગ્નિસ, સ્વિફ્ટ અને વેગનઆર કાર બનાવે છે,જેની કિંમતમાં વધારો મોડલના આધારે હશે.
સેમિકન્ડક્ટરની અછતની સમસ્યા ધીમે ધીમે ઓછી થઈ રહી છે. કંપની તેના મોડલને સપ્લાય કરે તેવી અપેક્ષા છે. કંપની પાસે મોટી સંખ્યામાં SUV ઓર્ડર પેન્ડિંગ છે. મારુતિ સુઝુકી ઈન્ડિયાના MD અને CEO હિસાશી તાકેચીએ ઓટો એક્સ્પો 2023માં જણાવ્યું હતું કે કંપનીનો ધ્યેય 50 ટકા બજાર હિસ્સો પાછો મેળવવા અને SUV સેગમેન્ટમાં નંબર વન સ્થાન મેળવવાનો છે.
મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડે ડિસેમ્બર 2022માં એક વર્ષ અગાઉની સરખામણીએ કુલ વેચાણમાં 9 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. મારુતિ સુઝુકી ઈન્ડિયા (MSIL) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીએ 2021ના આ મહિનામાં કુલ 1,53,149 યુનિટ્સનું વેચાણ કર્યું હતું.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર