Home /News /business /Car Offers: Marutiની આ ગાડીઓ પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ, ઓફર્સ પૂર્ણ થવામાં છે ગણતરીનાં દિવસો બાકી

Car Offers: Marutiની આ ગાડીઓ પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ, ઓફર્સ પૂર્ણ થવામાં છે ગણતરીનાં દિવસો બાકી

મારુતીની કાર

Maruti Suzuki Car Offers: દેશમાં મારુતિ સુઝુકી સૌથી વધુ કાર વેચનારી કંપની છે. જુલાઇ મહિનામાં ટોપ 10 કાર્સ (વેચાણ મામલે)માં 7 મોડલ્સ મારુતિ સુઝુકીનાં હતાં. જેનાંથી માલૂમ પડે છે કે, કંપનીની કારનાં વેચાણનું સ્તર કેવું છે.

    Offers On Maruti Suzuki Cars: દેશમાં મારુતિ સુઝુકી સૌથી વધુ કાર વેચનારી કંપની છે. જુલાઇ મહિનામાં ટોપ 10 કાર્સમાં સાત મોડલ્સ મારુતિ સુઝુકીનાં હતા. જેથી માલૂમ થાય છે કે, કંપનીની કાર્સનું વેચાણનું સ્તર શું છે. હાલમાં કંપની તરફથી તેમનાં કેટલાંક મોડલ્સ પર ડિસકાઉન્ટ ઓફર પણ આપવામાં આવી રહી છે. જોકે, હાલમાં આ ઓફર્સને કેટલાંક દિવસો જ વધ્યા છે. અહીં 31 ઓગસ્ટ 2022 સુધી તે વેલિડ છે. ચાર દિવસમાં તમારે જો આ ઓફર્સનો લાભ લેવો હોય તો તમે ચૂકતા નહીં.

    મારુતિ સુઝુકી અલ્ટો પર કંપની દ્વારા 8000 રૂપિયા સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ, 10,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 4000 રૂપિયાની ISL ઑફર આપવામાં આવી રહી છે. જો કે, તેના CNG વેરિઅન્ટ પર કોઈ ડિસ્કાઉન્ટ ઓફર નથી.

    મારુતિ સુઝુકી સેલેરિયો પર ડિસ્કાઉન્ટ ઑફર્સ પણ આપવામાં આવી રહી છે. Celerio પર 10,000 રૂપિયા સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ અને 15,000 રૂપિયાની એક્સચેન્જ ઑફર છે. જો કે, તેના CNG વેરિઅન્ટ પર પણ ઑફર નથી મળી રહી.

    Maruti Suzuki S-Presso પર 35,000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, 15,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 4000 રૂપિયા સુધીની ISL ઑફર (પસંદગીના વેરિઅન્ટ પર) પણ છે. વેરિઅન્ટના આધારે ડિસ્કાઉન્ટ બદલાઈ શકે છે.

    મારુતિ સુઝુકી વેગનઆર પર રૂ. 10,000નું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 15,000નું એક્સચેન્જ બોનસ અને રૂ. 5000ના ISL ડિસ્કાઉન્ટ સાથે ઓફર કરવામાં આવી રહી છે. જોકે, CNG વેરિઅન્ટ પર માત્ર રૂ. 10,000 રોકડ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.

    મારુતિ સ્વિફ્ટ પર 20,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ (વેરિઅન્ટના આધારે) મળી રહ્યું છે. તે જ સમયે, ડીઝાયર પર માત્ર રૂ. 5000 રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 10,000 એક્સચેન્જ બોનસ અને રૂ. 3000 ISL ઓફર આપવામાં આવી રહી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Auto, Cars, Maruti Suzuki Cars

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन